________________
છે. ને આ સાંભળીને તમારો આનંદ ગાયબ થઈ જાય છે. આટલીવાર આનંદ શાનો હતો? બીજા પાસે આ વસ્તુ નથી અને મારી પાસે છે એટલે આનંદ આવ્યો. પણ મારી પાસે છે એના કરતા બાજુવાળા પાસે સારી છે. આનંદ ગુમાવી દીધો.
જેને આવતીકાલની પણ ચિંતા નથી તે સુખી છે. જેના અંતરમાં નહીં રાગ દ્વેષ, તેને દુઃખ નહીં લવલેશ. ચારિત્ર જીવનનો માણે જે ટેસ, એના કર્મો થાય કાળા મેશ.
શાસ્ત્રોમાં કહ્યું છે કે સાધુ જેવા સુખી બીજા કોઈ નહીં. બાર મહિનાનું શુદ્ધ પર્યાય થાય ત્યારે એના સુખ આગળ અનુત્તરવાસીના સુખને પણ પાણી ભરવું પડે. સાધુના વસ્ત્રો પણ વૈરાગ્યની વાડ છે. જેમાં કષાયની ધાડ પડે નહિ.
રાગ માલિક થવાની જ વાત કરે જ્યારે વૈરાગ્ય માલિકીભાવ ઉઠાવી લેવાની વાત કરે છે.
પૂર્ણાષ્ટકની પૂર્ણાહૂતિની વેળાએ રંગ વગરના આકાશમાં જ્યારે કૃષ્ણપક્ષનો અંત થાય છે ત્યારે શુક્લપક્ષની શરૂઆતની વાતો કહી રહ્યા છે. જેવી રીતે કૃષ્ણપક્ષમાં ચંદ્ર ન દેખાય, તેવી રીતે આત્મા કૃષ્ણપક્ષમાં હોય ત્યાં સુધી પૂર્ણ દર્શન ન થાય.
બધી કળાના દર્શન શુક્લપક્ષમાં આવ્યા પછી થાય છે. કલાનો અર્થ થાય છે આત્મજ્ઞાન. મિથ્યાત્વના અંધકારમાં હોય ત્યાં સુધી કૃષ્ણપક્ષ. અચરમાવતમાં હોય ત્યાં સુધી કૃષ્ણપાક્ષિક અને ચરમાવતમાં આવે ત્યારે શુક્લપાક્ષિક. ચરમાવર્તિમાં આવેલ જીવ શુક્લપાક્ષી છે. એક પુદ્ગલપરાવર્તમાં અનંતા જન્મા થાય છે. ચરમાવર્તમાં જીવ આવ્યો છે કે નહિ તેની ખબર શી રીતે પડે?
બોર્ડ આવે ત્યારે ખબર પડે કે સ્ટેશન આવ્યું તેમ હરિભદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે જે ચરમાવર્તિમાં આવે તે શુક્લપાક્ષિક જીવ ભદ્રમૂર્તિ હોય. ત્રણ લક્ષણોથી તેને પારખી શકાય : (૧) દુ:ખી પ્રત્યે દયા, (૨) ક્યારેય ગુણીનો વેષી ન હોય, (૩) સર્વત્ર ઔચિત્યનું પાલન કરે.
ચરમાવતમાં અજવાળું આવે, હટે અંધારું. સર્વત્ર ઔચિત્યનું પાલન કરે એટલે યથાસમય યોગ્ય પ્રવૃત્તિ કરવી. આમાં ઘણીવાર થાપ ખાઈ જઈએ છીએ. ચતુર્વિધ શ્રી સંઘનું ઔચિત્યપાલન કરવું જોઈએ. પંચાશક ગ્રંથમાં જણાવ્યું છે કે શુક્લપાક્ષિક જીવ જિનવાણીનો રસીયો હોય તથા તીવ્ર કક્ષાના રાગ-દ્વેષ ન હોય.
-
૪૦