________________
સર્જન સમય માંગે છે, સંહાર સમય માંગતો નથી.
ખુલાસો માંગ, સ્વીકારજો પણ કોઈને તરછોડશો નહિ. કે લગ્નની આગલી રાતે પવનંજય અંજનાસુંદરીને છૂપી રીતે જોવા ગયો. સખીઓના વિનોદમાં મૌન રહેલી પ્રિયતમા માટે અનુમાન ગેરસમજભર્યું બંધાયું. મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયો. જેના કારણે લગ્ન કરી તરછોડી દીધી. ઉમંગ ઉદ્વેગમાં પલટાવી નાંખ્યો. જો અંજનાને એક ખુલાસાની તક અપાઈ હોત તો? કે રાણી ચેલ્લણના મુખે સરી પડેલા શબ્દો એમનું શું થતું હશે? સાંભળી શ્રેણિક જેવા શ્રેણિક પણ ગેરસમજ કરી બેઠા અને ચેલણાને કસોટીની એરણ પર ચડાવી પણ પ્રથમ ખુલાસાની તક આપી હોત તો...? કે રાણી કલાવતીના હાથના કાંડા કાપવાની આજ્ઞા કરનારા મહારાજાએ માત્ર સમાધાન મેળવી લેવા કલાવતીને ખુલાસાની તક આ સજા આપતા પૂર્વે આપી હોત તો..?
સંસારના ક્ષેત્રમાં આ વાત હૃદય ગોખે કોતરી રાખશો - કે - અંતિમ અભિપ્રાય કે અનુમાન કે નિર્ણય બાંધતા પૂર્વે સામાને એકવાર ખુલાસાની તક આપવી. સંભવ છે કે બંધાયેલી ગેરસમજણો દૂર થઈ શકે છે.
બિરબલ બાદશાહને કહે છે કે એકવાર મારી વાત સાંભળો પછી સજા મંજૂર છે. જહાંપનાહ! મેં દુશ્મન રાજાને પૂનમનો ચંદ્ર કહીને એનું અપમાન કર્યું છે. એની કીર્તિ ઘટતી જશે. તમો બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતા જશો. આમ બીજનો ચંદ્ર કહી તમારી મહાનતા દર્શાવી છે. અકબર તો આ ચતુરાઈ સાંભળી ખુશ ખુશ થઈ ગયો ને બિરબલને સજાને બદલે સોનામહોરોથી વધાવ્યો.
કોઈક કવિએ લખ્યું છે કે - બોલતા આવડે તો જિંદગી જાહોજલાલી છે, નહીં તો મોટી પાયમાલી છે, છેવટે હમાલી છે. કે ડો. રાજેન્દ્ર પ્રસાદ તેના નોકર પાસે શાહીનો ખડિયો મંગાવે છે. હાથમાં ખડિયો આપતા પહેલા જ ખડિયો પડી ગયો ત્યારે નોકર કહે છે કે તમોએ તો હાથ સમયસર ધર્યો પણ હું આપવામાં વહેલો પડ્યો. ત્યારે રાજેન્દ્રપ્રસાદ કહે છે કે દોસ્ત! તું આપવામાં ટાઈમસર હતો પણ હું લેવામાં મોડો પડ્યો.
આ છે વચનલબ્ધિ. શાહીનો ખડિયો લે તૂટી ગયો પણ દિલ સંધાઈ ગયું. બધું તૂટવા દેજો પણ દિલ ના તૂટે અને ગુણ જોવાની દષ્ટિ ના ખૂટે તેનું લક્ષ રાખશો. સ્વાર્થના કારણે વચનોની મીઠાશ વધારી પણ હવે ગુણના કારણે વચનમાં મીઠાશ લાવી દો. ઉપબૃહણા કરવા માટે અહંકાર તોડીએ...