________________
જિનતત્ત્વ કહે છે - આચારથી લાચાર પણ વિચારથી મહાન તે શ્રાવક. આચારથી મહાનતાવાળો અભવ્ય પણ ચારિત્ર લે, નવ પૂર્વ સુધીનો અભ્યાસ પણ કરે, નવરૈવેયક સુધી પહોંચે - માખીની પાંખ ન દુભાય એવું ઉચ્ચ ચારિત્ર પાળે છતાં અભવ્ય આત્માનો મોક્ષ ખરો? ના.
આચારથી મહાન બની શકે છે પરંતુ તે (ભાવ) વિચારથી મહાન બની શકતો નથી. લાચાર બની જાય. સમકિતી આત્મા નવકારશી કરવા બેઠો હોય ત્યારે પણ તપના વિચાર આવવાથી તે મહાન તપસ્વી. લક્ષ એનું ઉન્નત હોય એ જ આખાય પ્રવચનનો સાર છે. | વિચારોથી મહાન બનવા માટે મહાત્માઓનો સંગ કરો. મહાત્માઓના વિચારો મહાન હોવાથી તેનો રંગ આપણને લાગશે. મુદ્રનો સંગ આપણને શુદ્ર વિચાર આપે છે. સંગ તેવો રંગ. ડુંગળી પાસે કપડું રાખવાથી કપડામાંથી પણ એની દુર્ગધ આવશે. ગુલાબ પાસે કપડું રાખવાથી એમાંથી પણ સુવાસ આવશે.
‘વિચારો સારા રાખવા એમ જણાવીને મારો મતલબ એ નથી કે આચારો ગમે તેવા હોય તો ચાલે. આચાર પણ બાહ્યધર્મમાં પ્રથમ પાયો છે, પરમ ધર્મ છે. વિચારોની ઉચ્ચતા સાથે આચારોને શ્રેષ્ઠતામાં લઈ જવાની જ પ્રેરણા છે. આચારમાં પ્રમાદ એ ઝેર છે. ઝેર ભાવપ્રાણોની કતલ કરી નાંખે છે. * સારી સ્થિતિમાં સંપત્તિ - સમય - સંજોગ મળ્યા છે, ત્યારે ધર્મ કરી લ્યો! ખરાબ પરિસ્થિતિમાં એ અનુમોદના કરવા કામ લાગશે. જેઓ સવારના ઠંડા પહોરે રસ્તો નથી કાપતા તે તડકામાં દુઃખી થઈ જાય છે. કબીર કહે છે - કલ કર સો આજ કર, આજ કર સો અબ; અવસર બિન જાયેગા, ફિર કરોગે કબ?
ચોર જેવી દશા ન થાય!
ચોરી કરવાના ગુન્હાસર જજે ચોરને છ મહિનાની જેલની શિક્ષા આપી. ચૂકાદો આપ્યા પછી જજે કહ્યું : “ભાઈ, ધોળા દિવસે કાંઈ ચોરી થાય? ચોરી તો રાતના કરાય.” ચોરે જવાબ આપ્યો, “સાહેબ, રાતના કઈ જગ્યાએ ચોરી કરવી એની તપાસ કરવા માટે જ નીકળ્યો હતો. દુકાનની બહાર બોર્ડ લખેલું હતું - ખરીદી કરવી હોય તો આજે જ કરો, આવતીકાલે આવો ચાન્સ નહિ મળે.' એ વાંચીને તરત જ દુકાનમાં ખાતર પાડ્યું અને હું ફસાઈ ગયો...
ચોર જેવી આપણી દશા ન થાય એનું લક્ષ રાખી આત્મકલ્યાણના પંથે દોડવા મંડો એ જ આજની શુભકામના....
C PDટ
=
• ૩૧ •
–