________________
વર્તમાનકાળમાં, આપણે સુખી નથી, સુખી થવું છે, સુખી દેખાવું છે. આપણે દુઃખી છીએ, દુઃખી રહેવું નથી, દુ:ખી દેખાવું નથી. આપણે ધર્મી નથી, ધર્મી થવું નથી, ધર્મી દેખાવું છે.
પાપી છીએ, પાપી દેખાવું નથી, મરીએ ત્યાં સુધી પાપ છોડવા નથી. * કર્મથી છૂટવું સહેલું છે પણ કુસંસ્કારોથી છૂટવું મુશ્કેલ છે. * સમય અને સંપત્તિની જ્યારે તાણ પડે છે ત્યારે તમે ધર્મના ક્ષેત્રમાં કાપ મૂકી દો છો. સંસારના ક્ષેત્રમાં હંમેશા પહોળા છો ને ધર્મના ક્ષેત્રમાં સાંકડા બની જાઓ છો. * ગુલાબને મેળવવાની દૃષ્ટિ હોય પછી કાંટા તેને દેખાતા નથી, તેમ ગુણની દષ્ટિ હોય તો દોષ ક્યારેય દેખાતા નથી. * જ્ઞાનસાર કહે છે કે ન બોલવા યોગ્ય મૌન તો એકેન્દ્રિયમાં ઘણું કર્યું છે પણ પુદ્ગલ પરિચયમાં આવ્યા પછી મૌન રાખવું એ જ મૌન છે. * દુશ્મનના ઘરમાંય ફૂલ પડ્યું હોય તો સુગંધ આપે છે તેમ તમારો દુમન માસક્ષમણની તપસ્યા કરે તો પ્રશંસા કરો ને? ધંધામાં એણે બે હજારની ખોટ કરાવી હોય અને એ અઠ્ઠાઈ કરી નાંખે તો એની અનુમોદના
કરો?
મેલા કપડા પહેરીને દુકાને આવનાર સાથે પણ ધંધો કરો ને?
વેપારમાં જેમ નફા સાથે નિસ્બત છે, તેમ મારે હવે ગુણ સાથે જ નિસ્બત છે, એમ નક્કી કરો.
સ્ટીમર માટે જેમ દરિયો કામનો છે, કપ્તાન માટે મીઠા પાણીનો લોટો કામનો છે, શરીર માટે જેમ રોટલી કામની છે, તેમ આત્મા માટે ત્યાગ કામનો છે, ગુણાનુરાગ કામનો છે એ ન ભૂલીએ..
=
• ૨૨ •