________________
'કર્મો સાથે કુસંસ્કારો હટાવો.... મહાન જ્ઞાની મહાપુરુષ ગુણદષ્ટિ વિકસાવવાની વાત સમજાવી રહ્યા છે.
જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં આકર્ષણ પેદા થાય છે. સ્વાર્થ દેખાય છે તો પૈસા મેળવવાનું આકર્ષણ જાગે છે. જે ચીજનું આકર્ષણ તે વસ્તુની વૃદ્ધિ કરવાની મનોવૃત્તિ થાય. અંતે એના માલીક બનવાની ઈચ્છા થાય. ગુણ પ્રત્યે જો સ્વાર્થ જાગે તો ગુણને મેળવવાનું આકર્ષણ પેદા થાય અને વૃદ્ધિ કરવાનું તેમજ માલિક બનવાનું પણ મન થાય.
જે દિવસે ગુણોમાં સ્વાર્થ દેખાશે તે દિવસે ગુણોનું આકર્ષણ જાગશે.
સંપત્તિનું ફળ તરત મળે છે માટે દોડો છો. સગુણોનું ફળ લાંબેગાળે મળતું હોવાથી એટલું આકર્ષણ નથી. * શાલીભદ્રને ત્યાં ૯૯ પેટીઓ ઉતરી એ પુણ્યનું ફળ છે. પણ ૯૯ પેટીઓ છોડી એ ધર્મનું ફળ છે. તમને પુણ્યના ફળમાં રસ છે કે ધર્મના ફળમાં? એક વાત સતત ખ્યાલ રાખજો... મળ્યા પછી જો છૂટે નહીં તો નરક ગતિ તૈયાર * ચક્રવર્તીને ઘણું મળ્યું પણ છોડ્યું નહિ તો સાતમી નારકીએ ચાલ્યા જાય છે. * મમ્મણને મળ્યું ઘણું પણ છોડ્યું નહિ પછી શું થાય ?
તમારી બાજુમાં ૧૦ મોટરવાળો બેઠો હોય તો રાજી કે ૧૦ સામાયિકવાળો બેઠો હોય તો રાજી ?
ઉત્તર : સાહેબ! અમે તો બંનેને બાજુમાં બેસાડીએ... દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની વૃત્તિ ફેરવી દો.
ખેડૂત બી વાવે અને ઘાસ ઉગી આવે તે મુખ્ય નથી પણ અનાજ મુખ્ય છે. તેમ શાલીભદ્રને ૯૯ પેટીઓ મુખ્ય નથી, ત્યાગ મુખ્ય છે.
આ જગતમાં તમામ ભોગોને ભોગવી શકનારો એક ભોગી પાક્યો નથી અને આ જગતમાં તમામ ભોગોને છોડી શકનારા ત્યાગીઓ ઘણા પાકી ગયા.
જંબુકમાર લગ્નની પ્રથમ રાત્રિએ જ ચારિત્રની વાત કરી રહ્યા છે. આ જ મોટું પરાક્રમ છે. પુણ્યનું કામ સામગ્રી આપવાનું છે, જ્યારે ધર્મનું કામ અનાસક્ત ભાવ આપવાનું છે.
-
- ૨૦ -
--