________________
જંબુસ્વામી લગ્ન કરીને પ્રથમ રાતે આઠ-આઠ પત્નીઓ સાથે બેઠા છે. પ્રથમ રાતે સંપૂર્ણ એકાંત છે. ચડતી રાતની અંદર જંબુકુમાર પત્નીઓ સાથે શું શું વાતો કરે છે. એ પ્રથમ રાત્રીની વાતો આચાર્ય ભગવંતોએ શાસ્ત્રમાં / ચરિત્રોમાં નોંધી છે.
પૂજય આચાર્યોએ નોંધ લીધી એ આશ્ચર્ય નથી પણ નોંધ કરવા જેવી વાતો કરી એ આશ્ચર્ય છે.
એક બાજુ અપ્સરા જેવી આઠ પત્નીઓ એટલે રાગને જગાડનારી મોહ મદિરાના પાત્ર ધરીને ઊભી છે.
જંબુકુમાર પોતે વૈરાગી છે.
રાગના દર્શન સામે આ આત્માએ વૈરાગ્ય ટકાવેલ છે.
ઘી સામે હતું... અગ્નિ હાજર... છતાંય જ્વાળા ભભૂકી નહીં, તે પીગળ્યા નહીં.
એ જ જંબુનો ભૂતકાળ કેવો?
દીક્ષા લીધા પછી ૧૨ વર્ષ સુધી પોતાની પત્નીને ભૂલી નહોતા શક્યા. શ્રાવક કોને કહેવાય
ચારિત્રના અભાવમાં શ્રાવકપણાના વ્રતને સારી રીતે પાળે તે શ્રાવક. કુમારપાળ... વસ્તુપાળ... તેજપાળ... સંયમ નહોતા સ્વીકારી શક્યા પણ અંતરમાં એક જ ઝંખના ચારિત્રની....
માગવા છતાં દીક્ષા નહોતી મળી એવા કુમારપાળ પણ રડતી આંખે પરમાત્માને શું કહેતા હતા?
तव शासनस्य भिक्षुत्वं देहि मे परमेश्वरं
આવી ભાવના તો રાખો. પરમાત્મા પાસે માંગવું જ હોય તો ખરેખર એ જ માંગવા જેવું છે.
વસ્તુપાળ-તેજપાળ પણ ગદ્ગદ્ થઈ અંતરમાંથી ઉચ્ચારતા હતા કે “પાવિયો હા હારિયો જિણધમ્મો’તારા શાસનને પામી હું તારા માર્ગે ચાલી ન શક્યો તેથી હું હારી ગયો. આદર્શ ઉન્નત રાખો. ખાનદાન, ગુણવાન માણસના લક્ષસ્થાન ઊંચા હોય. ગુજરાતના મશહૂર કવિએ લખ્યું છે “નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.'' માટે જ લક્ષ હંમેશા ઊંચા રાખો.
૧૮ .