________________
ગયું. એક બિંદુના સ્વાદ પછી બીજું ટીપું પડે એની ઈચ્છામાં ભરમાઈ ગયો. આવો સ્વાદ તો પહેલા ક્યારેય માણ્યો નથી, ચાખ્યો નથી. આ સંસારમાં જેટલા ભોગસુખો ભોગવો છો, એમાં કાંઈ નવું તો નથી જ. ભોગસુખોનું પુનરાવર્તન છે. હે જીવ! પાપની વાસનાથી તું વિરામ પામ.
હાથી પૂરજોશમાં ઝાંડ હલાવે છે. ફરી પાછું મધનું એક ટીપું મોઢામાં પડ્યું. માખીઓના ડંખને અવગણે છે. વૃક્ષ હવે ઢળવાની તૈયારીમાં છે. જે વડવાઈઓ પકડી છે એને પણ સફેદ-કાળા ઊંદર કાપી રહ્યા છે. બધા જ ભયોને એક જ મધુબિંદુના સ્વાદમાં ભૂલી ગયો છે. એ સમયે ત્યાંથી પસાર થતા વિદ્યાધર આ માણસને જુએ છે. કરૂણતાથી પ્રેરાઈને વિમાન નીચે ઉતાર્યું. “ભલા ભાઈ! તમે મારા વિમાનમાં આવી જાઓ. હું તમને દૂર લઈ જાઉં.” ત્યારે પેલો માણસ જવાબ આપે છે કે બસ, આવ્યો જ. એક ટીપું પડે એટલે આવું. ટીપું પડે એટલે દુઃખ ભૂલાઈ જાય. ઈચ્છાથી તૃપ્તિ શક્ય નથી. ઈચ્છા આકાશ સમાન છે. આકાશનો કદાચ છેડો મળશે પણ ઈચ્છાનો છેડો નથી. ઈચ્છા પોતે છૂટતી નથી, છોડવી પડે છે. વિદ્યાધર કહે છે કે ભાઈ, હું તારા પગ પાસે વિમાન લઈ આવ્યો છું. તું વિમાનમાં પગ મૂક, વડવાઈઓ છોડ.
દીનતા એ માણસનો મોટામાં મોટો અભિશાપ છે. તૃષ્ણા છે ત્યાં તૃમિ નથી.
દુકાનોમાં લખેલું હોય છે – આજ રોકડા, કાલ ઉધાર. પણ કાલ તો ક્યારેય આવતી નથી, તેમ છેલ્લું ટીપું ક્યારે આવશે તેની ખબર નથી.
વિદ્યાધર કહે છે જલ્દી કર નહીં તો મરી જઈશ. પણ પેલો માણસ તો ટીપું પડે તેની વાટ જોવા લાગ્યો. આખરે વિદ્યાધર કંટાળી ગયો. આસક્તિ ગુલામ બનાવે છે.
એ જીવ એટલે આપણો આત્મા. મોહમાયા રૂપી માખીઓ, હાથી રૂપી યમ, આયુષ્ય રૂપી વડવાઈઓ, રાતદિવસ રૂપી ઊદર, ચાર કષાયો રૂપી અજગરો અને વિદ્યાધરો એટલે અમે સાધુસંતો. અમે તમને અમારા વિમાનમાં બેસાડવા તૈયાર છીએ પણ તમે આવતા નથી. જે સમય અને જે ક્ષેત્રમાં આસક્તિ પ્રગટે તે પાપ સમય અને પાપક્ષેત્ર કહેવાય.
આઠ રૂપવતી પત્નીઓને તત્ત્વનું ભાન કરાવી રહ્યા છે જંબુકુમાર... એક ભવની આસક્તિ... એક ભવની વિરક્તિ... કેવી છે ઘટમાળ.... અશક્તિ હજી ચાલે પણ આસક્તિ કદાપિ નહિ... તે ન ભૂલીએ.
=
• ૨૮ •