________________
પ્રભુના શાસન માટે લાખ રૂપિયા છોડવા સહેલા છે.
અન્નદાન આપી શકાય. વસ્ત્રદાન આપી શકાય. કન્યાદાન પણ આપી શકાય. પણ... પુત્રદાન કઠીન છે. જગતને સમજણનું દાન આપો.
સુમતિ શ્રાવિકા પતિને તત્ત્વબોધ આપી જીવન જીવવાનું બળ આપે છે. “સ્વામિ! કેમ ભૂલી ગયા? આપણું ન હોય અને કોઈ લઈ જાય તો લડાય - ઝઘડાય નહીં. આપણા ન હતા તો આપણી પાસે શી રીતે રહે? કર્મસત્તાએ આપણને રમવા માટે રમકડા આપ્યા હતા. મુદત પૂરી થતાં એણે પાછા લઈ લીધા. આમાં શોક-સંતાપ કરાય નહિ.” દુઃખના સમયમાં પણ સમજણથી ભરેલ તત્ત્વજ્ઞાને હામ અને હિંમત આપી. કર્મના ગણિતને સમજી જાઓ.
એક રાજમાન્ય પુરુષે દીક્ષા લીધી. વ્યક્તિત્વાળી હોવાથી રાજા એને રત્નકંબલ વહોરાવે છે. આ સાધુ ઉત્કૃષ્ટ ચરિત્ર પાળે છે. રોજ પડિલેહણ કરી રત્નકંબલ મૂકી દે છે. એ રત્નકંબલ ઉપર સાધુને રાગ જાગ્યો. આમ, આખો હાથી નીકળી ગયો ને પૂછડું અટકી ગયું.
ગુરૂએ વાચના | હિતશિક્ષાદિ રૂપે સમજાવે છે. ગુરૂ તરફથી વાચના વાત્સલ્ય મળે તો શિષ્ય નિઃશલ્ય બને છે. મારો શિષ્ય રાગમાં ડૂબી જશે એની વેદના ગુરૂને છે. શિષ્ય જ્યારે બહાર ગયા છે ત્યારે ગુરૂએ કાંબળીના ટુકડા કરી બધા શિષ્યોને આપી દીધા..
મન-વચન-કાયાના યોગ વિનાનું સમર્પણ, સુગંધ વિનાના આકર્ષક ફૂલ જેવું છે. જ્યાં શુદ્ધિ ત્યાં પ્રભાવ.
શુભ અનુષ્ઠાન પણ શુદ્ધ બને ત્યારે પ્રભાવ કલ્પનાતીત બને.
શિષ્ય આવીને જુએ છે કે પોતાની કંબલ દેખાતી નથી. ગુરૂદેવે કહ્યું, બધાને આપી દીધી... તમને લાભ મળ્યો.” ગુરૂ પાસે બોલી તો ન શકાયું પણ મનમાં ગાંઠ વાળી. ગુરૂએ ન લીધી હોત તો પણ ૫-૭ વર્ષમાં એ કાંબળી સડી જ જવાની હતી. પરંતુ આવી સમજણ મોહનીય કર્મને સમજવા ન દે. શિષ્યના અંતરમાં અભિમાન સાથે ઝંઝાવાત જાગ્યો. ગુરૂની સામે પડવાનું કઠીન હતું. તેથી પોતાનો અલગ સંપ્રદાય કરી બેસી ગયા.
ભરતી ઉતરતા કાંઠો નિર્જન થવાનો જ છે. ઘર આવતા રીક્ષા છોડવી જ પડે છે. સ્ટેશન આવતા ટ્રેન મૂકવી જ પડે છે. બસ, આટલી સહજ સમજ પદાર્થ અને વ્યક્તિઓ સાથે થવી જરૂરી નહિ અનિવાર્ય છે.