________________
ગતિમાન રહે છે તેમાં કારણ કોઈપણ હોય તો ધર્માસ્તિકાય નામનું અદશ્ય દ્રવ્ય-પદાર્થ છે. આ કે
દ્રવ્ય માત્ર લોકમાં જ છે. અલોકમાં છ દ્રવ્યમાંથી આકાશ સિવાય એક પણ દ્રવ્યું નથી. આ 2: ધર્માસ્તિકાયના સ્પર્શની સહાય વિના કોઇપણ પદાર્થ અલોકમાં એક તસુ માત્ર જઇ શકતો નથી. આ જ્યાં છે ત્યાં જ ગતિ વહેવાર થઈ શકે છે.
એ પ્રમાણે ધર્માસ્તિકાયથી વિપરીત અધર્માસ્તિકાયનું છે. એ પણ સમગ્ર લોકવ્યાપી દ્રવ્ય પદાર્થ છે. જો અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ન જ હોય અને માત્ર ધર્માસ્તિકાય નામનું જ દ્રવ્ય છે તે હોય તો પરિણામ એ આવે કે જગત સતત દોડતું જ રહ્યા કરે. જડ કે ચેતન કોઇપણ પદાર્થ
કોઇ ઠેકાણે સ્થિર જ ન રહી શકે, પરિણામે મહાન અનર્થ અને અવ્યવસ્થા સર્જાઇ જાય. ત્યારે ? R. ગતિમાન થએલા પદાર્થોને સ્થિર રહેવું હોય, ઊભા રહેવું હોય, બેસવું હોય કે ગમે તે રીતે તે
રહેવું હોય, તે માટે અધર્માસ્તિકાયના દ્રવ્યની અવશ્ય જરૂર પડે છે. તાત્પર્ય એ કે ધર્માસ્તિકાય કે 2 ગતિસહાયક દ્રવ્ય છે અને અધર્માસ્તિકાય સ્થિતિસહાયક દ્રવ્ય છે. જો એકલો અધર્માસ્તિકાય દ હોય તો જગતના પદાર્થો સ્થિર ન રહી શકે. વિરાટ વિશ્વની ગતિ સ્થિતિ ક્રિયા માટે ધર્મ, અધર્મ છે આ બંને અસ્તિકાયોની અનિવાર્ય જરૂર છે. આ બંને મહાન શક્તિઓ સર્વત્ર અનાદિકાળથી જ
રહેલી છે. આ બંને દ્રવ્યો-શક્તિઓ અલોકમાં નથી તેથી પાણીની સહાય વિના જેમ માદ 2 ના શકે તે પ્રમાણે અલોકમાં તે દ્રવ્યોની સહાય ન હોવાથી ત્યાં આકાશ સિવાય જડ ચેતન કોઇપણ પદાર્થોનું અસ્તિત્વ નથી, ખાલી આકાશ આકાશ જ છે.
આઇન્સ્ટાઇન નામના મહાન વૈજ્ઞાનિકના પરિચયમાં આવેલા શ્રીમંત અને વિદ્વાન એક બંગાળી શ્રાવક, જેઓ મુંબઈમાં રહેતા હતા તેઓ મને મળેલા અને કહેતા હતા કે હું : અમેરિકામાં આઈન્સ્ટાઈનને મળેલો અને તેઓએ મને કહ્યું કે આ જગતની ગતિ-સ્થિતિ પાછળ કે કોઈ શક્તિઓ કામ કરી રહી છે, અને હું તેની શોધ કરું છું. ત્યારે તે શ્રાવકે કહેલું કે અમારા શાસ્ત્રમાં એનું નામ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે.
અલોક લોકને ફરતો રહેલો છે. સમુદ્રની આગળ જેવું (વહેવારે) બિન્દુ-ટીપુંનું સ્થાન છે. તે આ વિરાટ અલોકમાં ચૌદરાજનું સ્થાન પણ એવા બિન્દુ જેવું જ છે. લોક અને અલોક - અનાદિકાળથી આકાશમાં જ રહેલા છે. સર્વજ્ઞ તીર્થકરોએ પ્રતિપાદન કરેલી લોકાલોકની ના આ બધી વાતો દુનિયા ઉપરના ઇતર ધર્મોના કે બીજા કોઇ વૈજ્ઞાનિક ગ્રન્થોમાં કદી નઈ મળે
હવે આપણી વર્તમાન દુનિયા તો બિન્દુના બિન્દુ જેટલી છે. વર્તમાન દુનિયાની ચારે દિશામાં ઘુમી રહેલા વૈજ્ઞાનિક કૃત્રિમ ઉપગ્રહો અને વિમાનો તેને અનુકૂળ હવામાન હોય છે. નવાં કે સુધી જ તેઓ જઈ શકે છે, તેથી આગળ જઈ શકતા નથી, એવું વેજ્ઞાનિકો કહે છે એટલે વિજ્ઞાનિકો કદાચ એમ માનતા હોય કે દુનિયા દેખાય છે આટલી જ છે પણ એવું નથી. જો કે તે
આજે તો કેટલાક વૈજ્ઞાનિકો ઉત્તર તરફ ઉત્તર ધ્રુવથી આગળ જીવન છે એટલે ધરતી છે એવું તે વિચારી રહ્યા છે ખરા!
ચૌદરાજલોકમાં કઈ વસ્તુ કયાં છે તે ચિત્રથી સમજાશે. જેમાં ગ્રન્થો અપરાવર્તિત શાકાત પદાર્થોની વિગતો રજૂ કરે છે પણ પરાવર્તિત કે અશાશ્વતા પદાર્થોની નથી કરતા. જેથી આજનું ================== [ ૬૦]=====================