Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 831
________________ ખીમચંદ – ભલે, જેવી આપની મરજી, હું તો તમારો તાબેદાર છું, પણ હાલ તુરત તો બે દિવસ તો મારા મોઘેરા મહેમાન છો. પ્રવેશ-૯) [બેગડો હોકો પીતો બેઠેલ છે. આજુબાજુ સભાજનો વગેરે વગેરે બેઠેલા છે.] . મહમદ-બે. – તમને કાસદ મોકલી અચાનક બોલાવવાનું કારણ માત્ર એટલું જ કે, આજે ચાંપાનેરના મહાજનોનું પંચ, કોઈક શાહ સાથે બહુ જ ધામધૂમથી દરબારમાં હાજર થનાર છે, વાંચો આ રૂક્કો | (લીફાફામાંથી કાગળ કાઢી...ગુસ્સાપૂર્વક) ૨ સાદુલ :– “વિ. સં. (લગભગ) ૧૫૩૯ની મિતિ વૈશાખ શુદિ ત્રીજ ને શુક્રવાર નામવર, બાદશાહ સલામત મહમદશાની સેવામાં નમ્રતાપૂર્વક અરજ છે જે ચાંપાનેરનું મહાજન તથા “શાહ” અને બંબ બારોટ, અમો બધા આવતી મિતિ, વૈશાખ છે. શુદ-૯-ને ગુરૂવારે સવારે ધામધૂમથી આપની સેવામાં દરબારમાં હાજર થશું છે એ જ તસ્દી માફ લી. શાહ મહાજન, દ :–બંબ બારોટ ” (ગર્વથી) બુઝાતો ચિરાગ હંમેશા વધારે સળગી ખતમ થાય છે, ચારે તરફથી | સૂર્યને ઢાંકતાં વાદળો, માત્ર ગર્જના કરી, પવનના એક જ સપાટે વિખેરાઈ જાય છે, છતાં મૂર્ખ લોકો એને વધુ વજૂદ આપે છે જ્યારે હું મારા અનુભવ અને માન્યતા મુજબ આમાં કંઈ જ સાર જોતો નથી. (કાગદ ફેંકી દે છે, બીજી તરફ ઢોલ, ત્રાંસા અને શરણાઈનો અવાજ) છે બબ :- (અંદરથી) ઘણી ખમ્મા (૨) નગરશેઠ, રાજરત્ન, લક્ષ્મીના લાડકવાયા! ) શાહ” મહાજનોને ઘણી ખમ્મા...(પ્રવેશ) પધારો...(૨) શાહ-બાદશાહ દરબારમાં ભલે પધાર્યા, બાપુ ઘણી ખમ્મા....(૨) (ગુસ્સાથી) બારોટ, આ શું? આ કઈ જાતનું વર્તન છે, કયા પ્રકારની સભ્યતા છે, કંઈ ભાન છે? આ કયું સ્થાન છે? અરે હા! સભ્યતાનો મહાસાગર તરી, કાંઠે ઉભેલા મહાપુરૂષ એ અવિવેક થયો, નહીં? કાર્ય સિદ્ધિના ઉમળકા, હોય છે કંઈ અવનવા, શોખ સત્તાના અને. યૌવન અનુભવ અવનવા, મળતા ઘણા સહુ લોક ને વળી વિખૂટા પણ થાય છે, યાદી જગે સન્મ જનોની, સંતમુખ રહી જાય છે.

Loading...

Page Navigation
1 ... 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850