Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 829
________________ છે. સોભાગ : ખીમ :– હિંઅ, એટલે જ તો આપ, મરચાં, મીઠાની દુકાન રેઢી મૂકી અમને ભાગોળે જ મળવા આવી પહોંચ્યા કેમ? (હસીને) હાસ્તોજગતમાં મળતું બધું, સેવાના અવસર ના મળે, કુદરત તણાં નિયમો જુવો, જ્યાં, પવન જળ સહુમાં ભળે. (મનથી) ભગવાનનો અપાર ઉપકાર છે, બુદ્ધિ અને મને પ્રેરણા કરી રહ્યું છે. અંતર આત્મા પોકારી પોકારીને કહે છે. નિજત્વાર્થ ત્યાગી થા, તને જગમાં બધે દેખાય છે. ક્રિયા વિનાનું જ્ઞાન, કેવળ ભારરૂપ મનાય છે, તો હવે આ વિલંબ શા માટે? મહાજનો લાવો.(ટીપમાં લખી) લ્યો, સ્વીકારો, આ રંકની સેવા બાપલા | (ટીપમાં-૩૬૦-દિવસ વાંચી બધાં જ) વિચાર કરે છે. શેઠ! જરા ધ્યાનપૂર્વક વિચારીને ટીપ ભરો તો ઠીક. અરે હા હા....થોડું લખ્યું છે શેઠજી, લાવો કૃપા કરી એ ટીપ મને પાછી આપો (ટીપ લઈ લખી, પાછી આપતાં..) લ્યો તેમાં બીજા, ૩૬૦-ત્રણસો સાઈઠ દિવસ ઉમેરી આપું છું, બાપલા, મારા જેવા હળદર-મરચું વેચતા ગરીબ વાણિયાનું નામ, તમારી જગ કલ્યાણની દયાધર્મની ટીપમાં તે વળી ક્યાંથી! (બધા વિસ્મય પામે છે, તે જોઇ) આવો, મહાજનો, મારી સાથે ચાંપસી :– ખીમચંદ :– આવો, ... ••• સોભાગ :– ખીમચંદ :– ચાંપસી :– (મશાલ સળગાવી, ભોંયરું ઉઘાડી ધન સંપત્તિ બતાવતાં) જુઓ...એકલી અટવાઈ ને, અહીં ભૂલી પડી છે. (જોઈ) અહાહાહા? સાક્ષાત્ કુબેર ધન ભંડાર, લક્ષ્મી નૃત્ય કરી રહી છે. જીવન જગતમાં વૃથા છે. નિસ્તેજ શાહી “શાહ”ની સત્તા. વાપરો સત્કાર્ય પંથે, એજ એની મહત્તા ખીમચંદશાહ, ધન્ય છે તમારી ઉજ્વલ કમાણીને, શેઠ! ચાંપાનેરનું મહાજન અને સમસ્ત વણિક કોમ જીવનભર તમારી આભારી રહેશે. | (ચાંપસી પગમાં પડે છે; ઊભો કરી) | મારા શેઠ! એ શું બોલ્યા તમે? અમે ને તમે કંઈ જુદા નથી, વળી હું " પણ જૈન વાણિયો જ છું, મારા ધર્મે મને હંમેશા બીજાનું ભલું કરવાનું છે ગળથૂથીમાંથી જ શીખવાડ્યું છે. સર્વે જીવોની રક્ષા એ તો અમારા જીવન મંત્ર છે ખીમચંદ –

Loading...

Page Navigation
1 ... 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850