Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 841
________________ અધ્યાપક પંડિતજીને હંમેશનો રૂપૈયો અપાતો, શ્રેષ્ઠ બુદ્ધિશાલી શ્રીયશોવિજયજીને અધ્યયન કરવામાં મહારસ લાગ્યો હતો, તેઓશ્રીએ ત્રણ વર્ષ સુધી સતત ને ખૂબ પરિશ્રમ પૂર્વક અભ્યાસ કર્યો. એવામાં ત્યાં મોટા ઠાઠથી ધસી આવેલા એક સંન્યાસી સાથે, સર્વજનસમક્ષ શ્રીયશોવિજયજીએ વાદ (શાસ્ત્રાર્થ) શરૂ કર્યો. તે સંન્યાસી શ્રીયશોવિજયજીની પ્રચંડ ? વાદ-શક્તિ દેખતાં ઉન્માદ (ગર્વ) તજી પલાયન થઈ ગયો. પછી જેમની આગળ જિત છે નિશાન સૂચવતાં પંચશબ્દ પાંચ પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા છે એવા શ્રીયશોવિજયજી પોતાના - નિવાસે પધાર્યા, અર્થાત્ તેમને વાજતે-ગાજતે ભારે સત્કાર સાથે પોતાના સ્થાને લઈ જવામાં આવ્યા. (૬-૭) ત્યાં આવીને વારાણસી-શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરી અને તેઓની ‘ન્યાયવિશારદ' તરીકેની મહાકીર્તિ થઈ. આ પ્રમાણે ત્રણ વર્ષ સુધી કાશીમાં રહીને ‘તાર્કિક' નામ ધારણ કરીને ? પંડિતરાજ શ્રીયશોવિજયજી કાશીથી આગ્રા નગરે પધાર્યા. (૮) ત્યાં આગ્રા શહેરમાં પણ ચાર વર્ષ પર્યન્ત રહીને વિદ્વાન ન્યાયાચાર્ય પાસે આ પંડિત શ્રી , ( યશોવિજયજીએ વિશેષ આદરપૂર્વક એટલે અતિસૂક્ષ્મતાને ઉંડાણથી કઠિન-કર્કશ અને પ્રમાણોથી અતિ ભરપૂર તર્કના સિદ્ધાન્તોને અવગાહી લીધા. (૯) શ્રી યશોવિજયની વિદ્વત્તાથી આકર્ષાઈ આગ્રાના ભક્તિવંત શ્રીસંઘે તેમની આગળ આગ્રહપૂર્વક સાતસો રૂપૈયા ભેટ ધર્યા, તેનો ઉપયોગ ઉમંગથી પુસ્તકો લેવા-લખાવવામાં અને છે પાઠા (પાટલીઓ આદિ) બનાવવામાં કર્યો અને પછી તે વસ્તુઓ આનંદ અને ઉત્સાહથી - વિદ્યાભ્યાસીઓને સમર્પણ કરવામાં આવી. (૧૦) ત્યાંથી વિહાર કરીને સ્થળે સ્થળે દુર્દમવાદીઓની સાથે વાદ કરીને તેમને પરાજિત કરતા, વિઘાથી દીપતા શ્રી યશોવિજયજી અમદાવાદ નગરમાં (ગુજરાતમાં) પધાર્યા. (૧૧) આ પ્રમાણે આ સુયશની વેલીને જે સદા ભણશે, તે મહા આનંદના પૂરને પ્રાપ્ત કરશે ? એમ શ્રી કાંતિવિજયજી કહે છે. (૧૨) ઢાલ ત્રીજી નોંધ :–વિદ્યાધામ કાશી જેવા દૂરના પ્રદેશમાંથી વિજયી બની અમદાવાદ પધારતાં અમદાવાદે તેમનું ભાવભીનું જે સ્વાગત કર્યું તે વાતને કવિ આ ઢાળમાં વર્ણવે છે. અમદાવાદની નારીઓ આ પ્રમાણે વચનો ઉચ્ચારી રહી છે કે કાશીથી ગુરુદેવ યશોવિજયજી દશે દિશામાં વાદમાં વિજયો મેળવીને, “ન્યાય વિશારદ' જેવા મોટાં પદથી અલંકૃત છે થઈને, વળી જેમની આગળ વાજિંત્રો જોરથી વાગી રહ્યા છે તે અહીં (અર્થાત્ વાજતે-ગાજતે ધામધૂમથી) પધાર્યા છે માટે છે સાહેલીઓ! સદ્ગુરુદેવને વાંદવા ચાલો. આ શાસન દીપક પંડિતવર્ય છે, એને જોવાને માટે અમારાં નેત્રો તલસી રહ્યાં છે. (૧-૨) ww w [ ૮૧૨ ] - - -w

Loading...

Page Navigation
1 ... 839 840 841 842 843 844 845 846 847 848 849 850