Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 845
________________ *********--**--**--**--**--*TAT TALA anananananananananananana AAAAAAAAAAAAAAAAAAA ઉપાધ્યાયજીએ એ વાત જાણી એટલે એમને થયું કે જૈન મુનિઓ કે તેના સાહિત્ય સામેની આ ટકોરને પણ ભુલાવી દેવી જોઈએ અને બોલનારને નિરુત્તર કરવા જ જોઈએ. એના ફલસ્વરૂપે જ આ ‘દ્રવ્યગુણપર્યાય રાસ'નું નિર્માણ થયું. વિરોધીઓને પડકાર કર્યો કે “આવો, અને આ ફાસડાને સમજાવો!” છે તો ગુજરાતી જ ભાષાની એક માત્ર કવિતા, પણ ગહન વિષયથી પૂર્ણ, શબ્દાલ્પ અને વિપુલાર્થથી પરિપૂર્ણ અતિ કઠિન કૃતિ. કયો માડીજાયો સમજાવવા આવે અને આનો ભાવાર્થ-રહસ્ય ખોલી શકે? વિરોધીઓ નિરુત્તર બની ગયા. આ તો પ્રાસંગિક વાત કહી. પુણ્યનામધેય જંબૂસ્વામીજી એ શ્રમણ ભગવાન મહાવીરના શાસનમાં અંતિમ કેવળજ્ઞાની (સર્વજ્ઞ) થયા. આ જંબૂસ્વામીજીનું એવું કોઈ વિરલ પુણ્ય હતું કે તેઓશ્રીની યાદ ચિરંતન કાળ સુધી શ્રીસંઘના હૈયામાં જળવાઈ રહેશે. એમનું જીવન અદ્ભુત છે, અતિ રમ્ય છે, આકર્ષક અને રસિક છે, દરેક કક્ષાના માનવીને રસ પડે તેવી સામગ્રીથી અલંકૃત છે. વળી આ કૃતિ કવિશ્રીના જીવનના અન્તિમ વર્ષોમાં સર્જાઈ છે, એટલે વયના પરિપાકથી ઉત્પન્ન થતી પારિણામિકી બુદ્ધિનો લાભ પણ આ કૃતિને સાંપડ્યો છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી એ ચાર ભાષાના ફલક ઉપર જંબુસ્વામીનું જીવનચિત્ર આલેખાયું છે. એ પરથી એમની જીવનગાથાનું આકર્ષણ જનતામાં કેટલું ઊંડું હતું, તે સમજી શકાય છે. અહીં મુદ્રિત થઈને પ્રસિદ્ધ થતો રાસ, કાવ્યના અનેક અંગોથી ઝળકતો અને અનેક રસોથી છલકાતો છે. મહાવિ ઉપાધ્યાયજીએ આ રાસમાં શૃંગાર અને શાન્ત રસ વચ્ચે, ભોગ અને ત્યાગ વચ્ચે, વિલાસ અને વૈરાગ્ય વચ્ચે સંગ્રામ જગાવીને છેવટે નવરસમાં સર્વોપરિ સ્થાન ભોગવતા એ શાન્તરસને, ત્યાગને અને વૈરાગ્યને વિજય અપાવ્યો છે અને જૈન શ્રમણોને હાથે સર્જાતા કથા-સાહિત્યનો અન્ત આ રીતે જ આવે એ સ્વાભાવિક જ છે એટલે આ રાસ શુષ્ક અને રસિક બંને પ્રકારના માનવીને ગમી જાય તેવો છે. આ રાસને અંગે જે કંઈ કયિતવ્ય હતું તે સંપાદક શ્રી રમણલાલ શાહે પ્રસ્તાવના અને ટિપ્પણમાં રજૂ કર્યું છે. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડના મુખ્ય કાર્યવાહક શ્રી ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી શ્રીસંઘની અનેકવિધ સેવા બજાવનાર અને જૈન સાહિત્ય પ્રત્યે પ્રશંસનીય અભિરુચિ ધરાવનાર છે. તેઓ ગુજરાતી ભાષામાં લખાયેલા જૈન સાહિત્યને પ્રકાશમાં લાવવાનું જે સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે તે એક આનંદનો વિષય છે. આવા અનેક સગૃહસ્થો જો શ્રુતજ્ઞાનના પ્રચારમાં આગળ આવે તો જૈન સાહિત્યમાં સુંદર વેગ આવે. અન્તમાં આ કૃતિ વાચકવૃંદમાં પ્રશાન્ત રસની અભિવૃદ્ધિ કરે અને ગુજરાતના કવિઓમાં સમાદર મેળવે એ જ શુભેચ્છા! શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ શ્રાવણ સુદ ૧, સંવત ૨૦૧૭ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરાત્ત્તવાસી મુનિશ્રી યશોવિજયજી [ ૮૧૬ ] ***PAYMENTSENYAPAYA

Loading...

Page Navigation
1 ... 843 844 845 846 847 848 849 850