________________
છે
ખાન. :
છે. ચાંપસી :- બંબ, હજૂરને “શાહ” તરફથી નજરાણું ભેટ કરો. બંબ. :– જી હા. (નજરાણું ભરેલ, જવાહર વસ્ત્રોનો થાળ લઈ) નામદાર બાદશાહ
સલામત! ચાંપાનેરના મહાજન તરફથી નહીં, પણ માત્ર એક જ “શાહ” તરફથી આપના ચરણોમાં આ ભેટ...વળી.
સબૂર, શું તે વાણિયો અહીં હાજર છે? બંબ. :– જી હા! સમસ્ત ગુજરાતને ૩૬૦-ત્રણસો સાઈઠ દિવસ તો શું? પણ, ૭૨૦
સાતસો વીસ દિવસ પર્યન્ત મફત અનાજ પૂરું પાડનાર “શાહ” અત્રે
હાજર છે. ચાંપસી :- ખીમચંદ શાહ' આવો, આગળ આવો નામદારોને મળો. ખીમચંદ :- અરે બાપલા ! આપણે અહીં શું ખોટા છીએ? બેગડો. :– (હસીને) શેઠજી! આવો. પધારો! કહો જોઈએ આપને કેટલાં ગામ છે?
કેટલા શહેર છે? અને કેટલો ગરાસ છે? ખીમચંદ – અરે મારા હજૂર શાબ? એ શું બોલ્યા એ? મારે તે વળી શહેર કેવાં ને
ગરાસ કેવો? મારા નામદાર! મારે તો બે જ ગામ હાચા છે. મહમદ બે. – પણ તે......કયા (ખીમચંદ, બગલમાંથી પોટકી કાઢી, છોડી) ખીમચંદ :– એક આ પાલી' અને બીજી આ પેલી' કે જેનાથી ઘી, તેલ, મરચું, મીઠું વેચું
છું. અને આ પાલીથી, હું અનાજ ખરીદું છું. મારા નામદાર! તમારા ગરીબ
સેવકના આ જ બે ખરેખરા ગામો છે, અને તેથી જ રળી રોટલો, હું ખાઉં છું. ખાન :-- વારૂ, શેઠ ગુજરાતને આ રીતે સહાયતા કરવામાં, તમારી તમામ મિલકત
લગભગ ખલાસ થશે, એનો કંઈ વિચાર કર્યો! ખીમચંદ :– એ શું બોલ્યા તમે, મિલકત અને તે પણ મારી? (હસી) અરે જ્યાં એક |
દિવસ એવો આવશે, કે જે પુરા-લાડપાડથી જેને પોતે પોતાનું માન્યું છે એવું જ આ શરીર પણ પોતાનું નથી જ રહેવાનું, ત્યાં આ તો લક્ષ્મી, કે જે શરીરથી , જુદી જ છે. મરકટના મન જેવી ચંચળ, વિજળીના ચમકારા જેવી ચપળ અને / પરિણામે નાશ થવું એ જ જેનો ધર્મ, એક ઠેકાણે કદી તે ટકતી જ નથી, આ હા પુણ્યની સાંકળથી બાંધીએ તો જ એક ઠેકાણે જંપીને બેસે છે, જગતમાં છે જન્મી સહુ ખાલી છતાં મુટ્ટીવાળી હાથે જ આવે છે, અને મરે છે ત્યારે કેવળ ખાલી હાથે જ વિદાય લે છે. છતાં માનવ જાત, મિથ્યા મોહાંધ બનીને, “અહ” અને “મમ”નો મંત્ર ભજ્યા જ કરે છે, “હું આવો ને તેવો, આ મારૂં ને આ તારૂં” આવા મિથ્યા ભેદભાવ રાખે છે, એ કેવળ ભ્રમણા છે, એ અજ્ઞાન દશા છે તે મોટી ભૂલ છે.