________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
'
ભગવતી સૂત્રમાં પ્રવચનોની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૪૧
ઇ.સન્ ૧૯૮૫
( ચોથી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે મારું કિંચિત્ નિવેદન )
નોધ—પ્રસંગવશ સ્વ. પૂ. ગુરુદેવને સ્પર્શતી કેટલીક વાતો બહુ ટૂંકમાં જણાવવા-પૂર્વક થોડી પ્રસ્તુત પ્રસંગને લગતી વિગતો રજૂ કરું છું.
લેખક-યશોદેવસૂરિ પ. પૂ. પરમશાસન પ્રભાવક, ગીતાર્થ પ્રવર, શુદ્ધપ્રરૂપક, અનોખી પદ્ધતિના અજોડ વકતા, સ્વ. આચાર્યદેવ ૧૦૦૮ શ્રીમાનું વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર જ્ઞાનવૃદ્ધ, ઉંડા ચિંતક, વિશિષ્ટ વ્યાખ્યાનકાર પ. પૂ. પ્રાતઃસ્મરણીય ધર્મપ્રભાવક આચાર્યદેવ ૧૦૦૮ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક તત્ત્વજ્ઞાનના નિષ્ણાત, દ્રવ્યાનુયોગ વિષયના ઉંડા અભ્યાસી, પ. પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજય
ધર્મસૂરીશ્વરજી મહારાજના વિ. સં. ૨00૫ની સાલમાં વડોદરા શહેરમાં થયેલ ચાતુર્માસ જ. દરમિયાન અપાએલાં અનોખા પ્રકારનાં શ્રી ભગવતી સૂત્રની પ્રાથમિક પ્રસ્તાવનાવિષયક
ખાસ મનનીય વ્યાખ્યાનોનાં આ બહુમૂલ્ય ગ્રંથની ચોથી આવૃત્તિનું પ્રકાશન કરતાં અમોને અતિશય આનંદ થાય છે.
આ પ્રવચન ગ્રંથનું જ્યાં જ્યાં જે જે તત્ત્વરસિક મહાનુભાવોએ ચિંતન-મનનપૂર્વક વાંચન કરેલ છે તે તે દરેક મહાનુભાવોના હૈયામાં એક અમિટ છાપ ઉભી થયેલી છે કે, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ આ ચારેય અનુયોગ ગર્ભિત જૈન દર્શનના અભ્યાસ માટે તેમજ પરિશીલન માટે, આ પ્રવચનગ્રંથ, પૂર્વાચાર્ય વિરચિત સંસ્કૃત પ્રાકૃત ભાષાના આધ્યાત્મિક, તાત્ત્વિક, અનેક ગ્રંથોની જેમ ગુજરાતી ભાષાનો પણ આ ગ્રંથ-જૈનધર્મના સિદ્ધાંતો અને રહસ્યોને સમજવા માટે એક અપૂર્વ સાધન છે અને એથી આ ગ્રન્થ અતિ ઉત્તમ કક્ષાની કોટિનો છે.
આ ગ્રન્થની પહેલી આવૃત્તિ વિ. સં. ૨૦૧૨માં, બીજી સં. ૨૦૧૮માં, ત્રીજી