________________
આગમ ભક્તો ઘણાં ઘણાં લાભ લેવા આગળ આવશે. છેવટે એમ જ થયું કે યોજના બહાર પડતાંની સાથે જ લોકોએ ઝડપથી આગમો નોંધાવી દીધા. પૂ. સાગરજી મહારાજ કહે કે સહુથી પ્રથમ મંગલાચરણ તમોએ કોઈ એવી શુભ પળે કર્યું, કે કાર્ય જલદી થઈ ગયું ત્યારે અમોએ કહ્યું કે આપની પુણ્યાઈ અને પ્રભાવ જ એવાં છે.
પછી માંગણીઓ વધી પણ આગમ એકેય બાકી ન હતું તો શું કરવું? ત્યારે પૂજય મુનિશ્રી યશોવિજયજી મહારાજે વિચાર કર્યો કે કાગળ ઉપર આગમ લખાવવા માટે કાર્ય કરવું અને તે સામાને સંતોષ આપવો. ખરચ અંદાજે ૧૦ લાખ રૂા. ગણ્યા હતા પછી મારો ભણવાનો છે અભ્યાસકાળ એટલે હું આ કામ ઉપાડું તો અભ્યાસને ક્ષતિ પહોંચશે એમ થતું પણ છેવટે પોતાના ત્રણેય ગુરુદેવોએ અનિચ્છાએ પણ સંમતિ આપી.
મારી યોજના નીચે મુજબ હતી. ૧. તમામ આગમોના ખર્ચ માટે દરેક આગમ લખવાના ઘરાકો કરી લેવાના. ૨. શક્ય હોય તો તે આગમોને સચિત્ર બનાવવા, મેં ૪૫ આગમમાં સાતેક હજાર ચિત્રો
થાય તેવો અંદાજ મૂક્યો. ૩. ચિત્રોનું કામ કરાવવું એમાં મારા એકલાનું કામ નથી. જુદા જુદા સંઘાડાના વિદ્વાન
સાધુઓ થોડા સમય માટે સાથે રહે તો જ આ કાર્ય થાય પણ “વો દિન કહાંસે' જેવી
વાત એટલે શક્યતા ઓછી. ૪. આગમના કાગળની સાઈઝ ૧૬/૨૦ ઇચ આસપાસની રાખવી. જાડા, રૂવાળા, નવા ઉંચી
કોલીટીના બનાવવા ૨૦૦ વરસ ચાલે તેવા. ૫. અક્ષરો વા કે વા ઇચ જેવડા મોટા રાખવા. ૬. વોટર પ્રુફ સ્યાહી રાખવી. ૭. વિવિધ રંગમાં અક્ષરો લખાવવા.
ભારત રાષ્ટ્રના બંધારણની જેવી મોટી પ્રતિ છે તેના જેવી આ બનાવવી. કોઈને પણ જોવાનું મન થાય. એ પ્રત મૂકવાનું નાનકડું મંદિર બનાવવું. ભગવાન શ્રી મહાવીરની ઉપદેશ છે દેતી-મૂર્તિ એ મંદિરમાં વિશિષ્ટ પ્રકારે પધરાવવી. ચિત્રો અને બોધવાક્યો વગેરેથી તેને અલંકૃત “ કરાવવું.
આ મંદિરનું આયોજન અનેક રીતે કરી શકાય.
આ માટે જ પ્રથમ પૂજ્યશ્રીજીએ ડભોઈવાળા રંગોલી આર્ટીસ્ટથી જાણીતા પેન્ટર રમણિક શાહ પાસે ત્રણ બોર્ડરો સાઈઝની ચીતરાવરાવી.
ભગવાનની આગમવાણી, સમોસરણમાં પ્રગટી, તે વાણીનું પ્રથન પણ સમોસરણમાં જ છે ગણધરોએ કર્યું એટલે સમોસરણના ત્રણગઢની બ્લેક એન્ડ વ્હાઈટમાં ત્રણ ડીઝાઈન અને ચોથી હું ભારતીય વિવિધ વાજિંત્રો દ્વારા બનાવી જેમાં વાધો દ્વારા થઈ રહેલા આગમ સંકીર્તનની હતી. જે