________________
++
અને અજોડ મૂર્તિનું આયોજન કરનાર અને પૂજ્ય ગુરુદેવો સાથે રહીને મૂર્તિની સ્થાપના કરાવનારા પૂજ્યશ્રી જ છે! એટલું જ નહીં જૈનસંઘમાં છેલ્લાં ૨૫ વરસમાં સર્વત્ર પદ્માવતીજીનું જે ભારે મોજું ફરી વળ્યું છે તેમાં પ્રધાન કારણ પૂજ્યશ્રી જ છે!
જિનશાસનમાં શાસ્ત્રોક્ત રીતે દેવ-દેવીઓની સાધના-આરાધના પણ છે જ અને તેને ધર્માચાર્યો પણ જપ, સાધના અને અનુષ્ઠાન દ્વારા ઉપયોગમાં લે છે. પ્રતિક્રમણમાં દેવવંદન વગેરેની ક્રિયાઓમાં પણ દેવ-દેવીઓની સ્તુતિ-પ્રાર્થના કરે છે. એમાં અહીંયા વર્તમાનમાં વધુ પ્રભાવ બતાવી રહેલાં ભગવતી શ્રી પદ્માવતીજીનો સંક્ષિપ્ત પરિચય પદ્માવતીજીના પરમ ઉપાસક અને પરમ કૃપાપાત્ર પૂજ્યશ્રી અહીં કરાવે છે.
ભગવતીજીનાં અનેક રહસ્યોનો ભંડાર આ સૂરિદેવ પાસે હોવાનું કહેવાય છે. -સંપાદક
જૈન સંઘમાં ભગવતી શ્રી પદ્માવતીજીની નિયુક્તિ ક્યારે થઈ?
આજથી ૨૮૬૨ વરસો ઉપર જન્મેલા અને કલિકાલમાં કલ્પવૃક્ષ જેવા ત્રિકાલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવરચિત પ્રવચનગૃહ-સમવસરણમાં દેશના આપી. તે પછી તરત જ પોતાના સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. તે પછી એ પ્રસંગે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં શાસનના તથા તેઓશ્રીના સંઘના યોગક્ષેમ માટે એટલે કે પ્રજાના બાહ્ય-આત્યંતર, ધાર્મિક, આધ્યાત્મિક ઉપરાંત ભૌતિક ઉત્કર્ષમાં સહાયક બને એ માટે સમગ્ર સભા વચ્ચે જાહેર રીતે કોઈપણ એક દેવ અને એક દેવીની નિયુક્તિ થાય છે. આ વ્યવસ્થા પુરાતનકાળથી ચાલી આવે છે. તેને અનુસરીને પોતાના (શ્રી પાર્શ્વનાથજીના) શાસનના અધિષ્ઠાયક-સંરક્ષક યક્ષ તરીકે (પુરુષ) પાર્શ્વ અને યક્ષિણી તરીકે પદ્માવતીદેવીની નિયુક્તિ કરી હતી. લોકોત્તર શાસનમાં પણ દેવ-દેવીની સહાયની અગત્ય અનિવાર્યપણે સ્વીકારવામાં આવી છે. આ રીતે પદ્માવતીજીની સંરક્ષક તરીકેની સ્થાપનાની વાત જણાવી.
દેવ-દેવીઓ ક્યાં વસે છે તે જોઈએ :
અન્ય કોઈપણ ધર્મના ગ્રંથમાં દેવલોકની સૃષ્ટિ અને તેમાં વસતા દેવ-દેવીઓના વસવાટ અંગેનું વર્ણન સામાન્યકક્ષાનું, અવ્યવસ્થિત, છૂટું છવાયું અને બહુ જ થોડું મળે છે. જ્યારે સર્વજ્ઞકથિત જૈનગ્રંથોમાં તેનું વર્ણન વ્યવસ્થિત, વિશાળ પ્રમાણમાં અને વ્યાપક સ્વરૂપે મળે છે. એ એક સહુ માટે આનંદ અને સંતોષની બાબત છે.
પ્રથમ વસવાટ અંગે જોઇએ :
દેવ-દેવીઓનો વસવાટ બે જગ્યાએ છે : આકાશમાં અને સ્વર્ગમાં. આપણે જે ધરતી ઉપર રહીએ છીએ તે ધરતીની નીચે હજારો ગાઉ-માઈલો નીચે પાતાલમાં વિરાટ ધરતી ઉપર અસંખ્ય દેવ ભવનો છે. આમ તો દેવ-દેવીઓ એક પ્રકારના સંસારી જ જીવો છે. પરંતુ મનુષ્યજાતિના શરીરની દૃષ્ટિએ દિવ્ય-ભવ્ય હોય છે. વળી જેઓ તેમની ઉપાસના કરે છે ત્યારે ઉપાસનાથી 3893+>g s[ ૭૪૪ |
→