________________
છે તે લખવામાં આવતી હતી. કેટલીક પ્રતિઓ સાદી હતી, કેટલીક ચિત્રોવાળી હતી. પણ ત્યારપછીના 5 વરસોમાં અવરનવર આ પ્રતિઓ જોવાના મને ચાન્સ મળતા હતા. સોનાની સ્યાહીથી લખેલા છે છે. અક્ષરોવાળી સુવર્ણાક્ષરી પ્રતિ અમારા પૂ. ગુરુદેવની હાજરીમાં તેઓશ્રીની સંમતિ લઈને વેચાતી પણ એ
લીધી. ૪૦ વરસ ઉપર સ્યાહીથી લખેલ કલ્પસૂત્રના પાનાનાં અડધા ભાગમાં ચીતરેલાં ચિત્રોવાળી
કાગળની પ્રતિઓ વેચાવા આવતી હતી. કલ્પસૂત્રમાં બે પ્રકારે ચિત્રો ચીતરાતાં. એક તો સોનેરી છે. સ્યાહી કે સોનેરી વરખનો બીલકુલ ઉપયોગ ન કર્યો હોય તેવાં અને બીજાં અંદર સુવર્ણની સ્યાહી
કે વરખનો ઉપયોગ કર્યો હોય તેવાં. બંને જાતનાં ઘણાં ચિત્રો મને જોવા મળ્યાં હતાં. તે વેચવા આવતી પ્રતિની કિંમત પાનાંની સંખ્યા ઉપર નહિ પણ ચિત્રની સંખ્યા ઉપર આધારિત રહેતી હતી. તે દિવસે ૪૦ વરસ ઉપર અડધા પાનાંનાં એક ચિત્રની કિંમત માત્ર પાંચ રૂપિયા હતી. કલ્પસૂત્રની બે પ્રતિઓમાં લગભગ ૨૫ થી માંડીને ૪૦ સુધીનાં ચિત્રો આવતાં હતાં. ૩૦ ચિત્રોની પ્રતિ હોય તો તે માત્ર ૧૫૦ રૂપિયામાં મળતી. ૪૦ ચિત્રોની પ્રતિ હોય તો તે ૨૦૦ રૂપિયામાં મળતી. ભારત , આઝાદ થયા પછી અનેક કારણોસર પુરાતત્ત્વની વસ્તુઓનાં અને પ્રાચીન ચિત્રોનાં મૂલ્ય એકદમ | વધતાં ચાલ્યાં. પરદેશમાં કલ્પસૂત્રના સુવર્ણમય રંગીન ચિત્રોનું મહત્ત્વ ખૂબ વધી ગયું. એ વધવા પાછળ કારણ જુદાં જુદાં હતાં, પણ મુખ્ય કારણ તેની પ્રાચીનતા હતી. આજે ભારતના લોકો કલાના ,
ક્ષેત્રથી અજ્ઞાત, રસ વિનાના, તેથી પ્રાચીન અર્વાચીન બધું સરખું સમજે, પણ કલાની કદર કરનારા / » કલા પારખું કલાને માથે ચઢાવનારા તો ખરા પરદેશીઓ છે. જો ચિત્ર પ્રાચીન હોય, મનગમતું હોય આ તો ગમે તે કિંમતે ખરીદી લે.) બીજું કારણ થોડામાં ઝાઝું બતાવવાની આ ચિત્રોની વિશિષ્ટતા, છે. એની આકૃતિ બતાવવાની અમુક પદ્ધતિ હતી. સોનાનું કામ પણ કારણ હતું. આ ચિત્રોની કળાને 3] જૈનપ્રધાન કલા અથવા જેનાશ્રિત કલા તરીકે કલાના ક્ષેત્રમાં ઓળખાવા લાગી.
કલ્પસૂત્રના રંગીન ચિત્રોમાં આકર્ષણનું એક કારણ એ હતું કે એ ચિત્રો ઓછી જગ્યામાં . થતાં અને થોડામાં ઝાઝું દર્શન કરાવતાં હતાં. બીજું કારણ રોજે રોજ અમુક પ્રકારનાં ચિત્રો જોઈને
માણસનું મન અને આંખ તૃપ્ત થઈ ગયા હતાં. તે કંઈ નવું જોવા-જાણવા માગતા હતા. આ ચિત્રની એક ખાસિયત એ હતી કે નાક લાંબું, આંખ લાંબી અને પગ જરા ટૂંકા, મર્યાદિત વસ્ત્ર છે. પરિધાન, આ બીજું આકર્ષણ હતું. આ કલા મોગલ બાદશાહો સાથે આવેલા ઈરાની ચિત્રકારોના
સાથે સહકારના કારણે આ દેશમાં શરૂ થઈ હતી. છે કોઇને જિજ્ઞાસા થાય કે આવી પ્રતિઓ જૈન ભંડારો તથા વ્યક્તિગત સંગ્રહ થઈને કેટલી હશે? છે. ચોક્કસ આંકડો જણાવવાનું મુશ્કેલ છે પણ અનુમાનથી ૧૫00 થી વધુ હોવી જોઈએ. આ પ્રતિમા છે. પ્રત્યેક ચિત્રની કિંમત વધીને વિ.સં. ૨૦૨૦ ની સાલ સુધીમાં 300 થી ૫00 સુધી પહોંચી ગઈ $ હતી. સુવર્ણાક્ષરી ૨૫ થી ૩૫ રંગીન ચિત્રો સાથેની પ્રતિની કિંમત આજથી ૪૦ વરસ પહેલાં વિ.સં. \ ૧. યુરોપ, અમેરિકાના દેશો એક વખતે એકદમ જૂનવાણી હતા. નવા સર્જનના સંજોગો બહુ ઓછા હતા એટલ
આ દેશોમાં પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યનો લગભગ અભાવ હતો એટલે વરસો બાદ એ દેશો ઉંચે આવ્યા ત્યારે પ્રાચીન ચીજો વસાવવાની તીવ્ર ભૂખ લાગી અને ભારત વગેરે દેશોમાંથી કલાત્મક ચિત્રાવાળી પ્રતા કે વસ્ત્રાદિ ચિત્રો વગેરે ગમે તે ભાવે કે મોઘામાં મોઘા દામ આપી ખરીદવા માંડ્યા અને સંગ્રહ કરવા કંઈ માંડ્યા. આના કારણે અમેરિકા વગેરે દેશોમાં પૂર્વના દેશોની ધરતી ઉપરનો ઘણો સંગ્રહ ત્યાં પહોચી ગયો. ''