Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 810
________________ નથી. એનો અર્થ એમ થયો કે જૈનકુલમાં જન્મેલી વ્યક્તિએ વહેલું મોડું પણ પરમાત્માની કક્ષાએ sy પહોંચવું પડશે તો જ સંસારચક્રના પરિભ્રમણનો અંત આવશે એટલે છેલ્લામાં છેલ્લી પરમાત્મદશા | છે. પ્રાપ્ત થઈ જાય પછી શેષ કાંઈ રહેતું નથી. એવી જ વાત આત્મા શબ્દ માટે સમજવાની છે. આપણે અંદરોઅંદર વાત કરીએ છીએ કે આ આત્મા ધર્મસૂરિ મ.સા. નો છે. આ આત્મા 5પ્રતાપસૂરિ મ.સા.નો છે પણ પરમાત્મદશા પ્રાપ્ત કર્યા પછી કોઇના આત્મા તરીકે ઓળખાવાની છે કશી જરૂર રહેતી નથી. જૈન ધર્મનો આદેશ છે કે સૌ કોઈ પરમાત્મા સ્વરૂપ ચૈતન્યસ્વરૂપ બની જાવ. હવે બીજી મહત્વની વાત - આત્મા આત્મા બોલવામાં આવે છે. આ ધરતી ઉપર કોઈ S પણ દર્શનમાં આત્મા એટલે શું તેનું સ્પષ્ટીકરણ તમને કોઈ જગ્યાએ સ્પષ્ટ વાંચવા નહી મળે. છે. સામાન્ય દૃષ્ટિવાળો કહેશે કે આપની સામે જ જે દેખાય છે તે શરીર છે અને તેની અંદર આત્મા રહેલો છે. શરીરધારી-દેહધારી હોવાથી આપણે આત્મા તરીકે બોલીએ પણ તે હકીકતમાં વાત સત્ય નથી. તો આત્મા કોણે કહેવાય? -આત્માને કોઈ જાનનું રૂપ છે. -તે લાંબો, ગોળ, ચોરસ છે તેમ પણ કહી શકાય તેમ નથી કારણ કે તેને કોઈ આકાર છે નથી. તેને વર્ણ નથી, ગંધ નથી, સ્પર્શ નથી એટલે વહેવારમાં નિરંજન નિરાકાર બોલીએ તે અર્થમાં છેઆત્માને સમજવાનો છે. જો આત્મા કાયમને માટે શરીર છોડી દે પછી તેને કોઈ વળગણ રહેતું નથી એટલે મોક્ષે ગયા પછી સીધી રીતે આત્માને કોઈ આકાર કે દેખાવ હોતો નથી. જ્ઞાન સ્વરૂપ છે અવશ્ય છે અને જ્ઞાનસ્વરૂપ ચૈતન્યમય કહીએ છીએ એટલે કહેવાનો ભાવ એ છે કે આત્મા જડ છે. એ નથી પણ અનંતજ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનથી વિશ્વના ત્રણેય કાળના પદાર્થોને તે જાણે છે અને જુએ છે. આપણે સૌએ બહિરાત્મદશાને તજીને અંતરાત્મદશાને પ્રાપ્ત કરી પરમાત્મદશાએ પહોંચવાનું $ છે. મોક્ષમાં આત્મા જ્યોતિમાં જ્યોતિરૂપે ભળી જાય છે, અને જેમ એક પ્રકાશમાં અનંતો પ્રકાશ - ભળે તે રીતે. તો આપણે સૌ આવી અંતરદશા-પરમાત્મદશાને પ્રાપ્ત કરી સંસારના જન્મ-મરણના ફેરાનો, ki 5) દુઃખ, અશાંતિ, રોગ, ઉપદ્રવોથી મુક્ત થઈને અનંતસુખના ભોક્તા બનીને ફરી ફરી સંસારમાં ( જન્મ ન લેવો પડે તેવા મુક્તિસ્થાનને પ્રાપ્ત કરીએ. એ રીતે જીવન જીવીએ તો આત્મા ચૌદમાં ગુણસ્થાનકને સ્પર્શીને સીધો મોશે પહોંચી જાય. ઉપરની વાતનો ટૂંકો સાર એ કે એકથી ત્રણ ગુણસ્થાનક બહિરાત્મદશાના, ચારથી બાર ગુણસ્થાનક અંતરાત્મદશાના અને તેર અને ચૌદ બે ગુણસ્થાનક પરમાત્માદશાના છે. ગુણસ્થાનકોનું વધુ સ્વરૂપ પ્રગટ થતાં પ્રસ્તુત પુસ્તકમાંથી જાણવા મળશે. હું તો ગ્રન્થના છે વિદ્વાન લેખક, જેઓને શબ્દોથી ઓળખાવી ન શકીએ તેવા ભાઈ શ્રી પનાભાઈ મારી સાથે ખૂબ પરિચયમાં આવેલા હતા. 外界分別。

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850