________________
- જૈન સાહિત્યમંદિર પાલીતાણામાં લગભગ એકાદ અઠવાડિયા સુધી તેમનું વક્તવ્ય કે સાંભળવાનો પ્રસંગ પણ ગોઠવાયો હતો. ત્યારે અમો નિકટના પરિચયમાં આવ્યા હતા અને તેમની છે. સાથે ઘણી ઘણી વાતો પણ કરી અને મેં એમને પાલીતાણામાં પંદરેક દિવસનો તેમનો પોગ્રામ |
ગોઠવવા માટે ખાસ વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું. પણ ભવિતવ્યતા નહીં એટલે પોગ્રામ ગોઠવી ' શકાયો નહીં.
મારે બેધડક એટલું કહેવું જોઈએ કે આવા ક્ષયોપશમને વરેલી વ્યક્તિઓ બહુ ઓછી જન્મે છે. છે. સંસારી હોવા છતાં પણ મેળવેલી જ્ઞાનસિદ્ધિને શબ્દોથી મુલવી શકાય તેમ નથી.
તેઓ જે કહી ગયા છે તે ઓછું નથી તેનું પણ મનન કરવામાં આવે તો જ્ઞાનનો અવનવો કે પ્રકાશ પ્રાપ્ત કરી શકાય.
એમને પોતાનાં જ્ઞાનનાં પુસ્તકો છપાવવા માટે મને સંકેત કર્યો હતો. મારી ઇચ્છા પણ ઘણી છે જ હતી પરંતુ તે સંજોગ થવા ન પામ્યો તેનો રંજ થાય છે.
એસ. પી. એપાર્ટમેન્ટ માનવમંદિર રોડ
-યશોદેવસૂરિ વાલકેશ્વર-મુંબઇ-૬
કારતક વદ-૧૦ સોમવાર છે. શ્રી મહાવીરસ્વામી દીક્ષાદિવસ
જ આ જીવનનાં આપણાં પાપો ભલે ગમે તેટલાં નવાં અને નાનાં દેખાતાં હોય
આપણે આ વાત સતત યાદ રાખવા જેવી છે કે પાપ સેવનનો આપણો અભ્યાસ તો જનમજનમનો જ છે અને એટલે જ નાનકડું પણ પાપ નિમિત્ત આપણને ઘોર પાપી બનાવી દેવાની પૂરી તાકાત ધરાવે છે.
જ આજના યુગની એક જ વાક્યમાં વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે આ યુગ
ઈષ્ય, સ્પર્ધા અને નિંદાનો યુગ છે.