Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 818
________________ બંબ : ખાંન :-- બેગડો --- બંબ :– ગંભીર હાસ્યથી સામાન્ય ચર્ચાને, ગંભીર રીતે મોટાઓ આગળ રજૂ કરવાની, નનારા જેવા અમલદારોની ચાલબાજીને મલે મોટા લો કો ન સમજી રકતા હોય, સારાસારનો વિચાર મહત્વાકાંક્ષીઓ ન કરી શકતા હોય ત્યાં 'રિણાને ભયાનક જ હોય છે. આ રીતે, સમજવા છતાં, આટલી હદ સુધી વાતને વધારી રાજસત્તાનું અપમાન કરતાં તને કંઈ પણ ડર નથી ? સત્યને સાચું કહેવામાં ડરી જાય, તો એ મનુષ્ય માનવ તરીકે જીવવાને પણ લાયક નથી. મુલકના માલિક ! જગતમાં મોત કરતાં વધુ ભયાનક બીજી કોઈપણ વસ્તુ નથી, જ્યારે આ છ ચીજ તો ખરેખર ભાગ્યાધીન જ રહેલી છે, લાભ હાનિ-જીવન-મરણ જશ-અપજશ. (ગુસ્સાથી) જહાંપનાને એ જણાવવાની કંઈ જ જરૂર નથી. કારણ તમે જાણી જોઈને સરકાર બાદશાહનું અપમાન કર્યું છે એટલે એ ગુસ્તાખીનો દંડ પણ તમારે શિરે કાયમ છે. જરૂર.......જરૂર. દંડ? દંડ ગુન્હેગારનો હોય, ફાંસી ખૂની માટે છે. સજા ચોરને હોય, ધિક્કાર વ્યભિચારી માટે છે. તે છતાં, તમોને માફ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે સાદુલખાનની પાસે માફી માંગો. માફી માગું? કયા અપરાધની? કઈ ભૂલની? ભર દરબારમાં નિષ્કપટ ભાવે જાણી જોઈને બોલેલા શબ્દો એ કંઈ મારી ભૂલ નથી. તેમજ ઇરાદાપૂર્વક રાજસત્તાનું અપમાન કરવાની પણ મને કંઈ જ જરૂરત, અગર દ્રષબુદ્ધિ ન હતી. [ ગુસ્સે થઈ ] તો પછી એ બોલેલા શબ્દો, તમારે ભવિષ્યમાં સાબિત કરી આપવા પડશે, ત્યારે જ હું માનીશ કે તમે સાચા છો, અને એને માટે તમને મોઢે માંગ્યો સમય આપવામાં આવે છે. કહો, કહો, કેટલો સમય જોઈએ? [મંદ હસતાં હસતાં] સમય? ૧ દિવસ, માસ, વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, બસબસ, દેશકાળને અનુકૂળ છે. [બંબનું શાન્ત ચિત્તે ઊભા જ રહેવું, સાદુલખાનનું પભરી નજરે જોવું,]. શાહનું આશ્ચર્ય... –ટેબ્લો - નોધ :–હવે પછીનો પ્રસંગ બે વર્ષ પછીનો આલેખવામાં આવ્યો છે. બેગડો – બારોટ – બેગડો :– ખાન :– બંબ : –

Loading...

Page Navigation
1 ... 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850