Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 803
________________ છે. અક્ષરથી અક્ષરો લખાવ્યા અને પછી અકીકથી પોલીશ કરાવી એટલે ચમકી ઉઠ્યાં. અકીક પથ્થર ફેરવવામાં ન આવે તો સોનું જરાપણ ચમકે નહિ. પણ એક વાતની સ્પષ્ટતા કરું કે સુવર્ણઅક્ષરોને (. છે. બરાબર સમ્મુખ રાખીએ તો ચમકતા ન દેખાય પણ પાનાંને જરા ત્રાસું રાખીને જોઈએ તો જ ) છેચમક દેખાય. જયારે પ્રાચીન પ્રતિઓમાં એવું નથી. મારા અનુભવે કહ્યું કે સોનાના અક્ષરનું પાનું 5) ગમે તે રીતે સામે રાખ્યું હોય તો પણ તરત જ ચળકાટ અનુભવાય. બંને વચ્ચે આ ફરક કયા કારણે હશે તે શોધવું રહ્યું! મેં મારી બુદ્ધિથી એવું નક્કી કર્યું કે પ્રથમ કલ્પસૂત્ર આખું પીળી સ્યાહીથી લખાવવું અને છે તેના ઉપર જયપુરના અમારા કારીગર પાસે પીંછીથી સોનું ચઢાવી દેવું. પીળી સ્યાહીથી લખવાનું આ કારણ એ હતું કે પાનું સીધું રાખવાથી સોનું ચમકે અને બીજું કારણ એ હતું કે કદાચ સોનાની એ પતરી ઉપરથી ઉખડી જાય તો પીળો અક્ષર તો નીચે વિદ્યમાન હોય જ, પછી એની જવાબદારી : ની દેખરેખ રાખવાનું કામ જૈન સમાજમાં શિલ્પ-કલા ક્ષેત્રે ભગીરથ અને અજોડ સેવા આપનારા દ. ના જયપુરમાં જ રહેતા વાસ્તુ તથા શિલ્પાદિ વિધાના અભ્યાસી જ્યોતિર્વિદ્ સુશ્રાવક પંડિતજી શ્રી છે. ભગવાનદાસજીને સોપ્યું. દરેક પાનામાં મારે જુદી જુદી બોર્ડરો મૂકાવવી હતી. જયપુરના કારીગરો અમુક જ જાતની બોર્ડરો ચીતરતા હતા, નવું આપવામાં ઉદાસીન હતા. જો મારે મનગમતી બોર્ડરો મૂકાવવી હોય છે તો મારે વિવિધ પ્રકારની બોર્ડરો મોકલવી જોઈએ. મારો સંગ્રહ ફંફોળતા મારી પાસે છાપેલી છે બોર્ડરોનું જૂનું પુસ્તક મળી આવ્યું એટલે મને ખૂબ આનંદ થયો. એ પુસ્તકમાં સેંકડો બોર્ડરના , નમૂના હતા. પસંદગીની બોર્ડરો ઉપર સાઈન કરીને એ પુસ્તક જયપુર મોકલી આપ્યું. અને સાથે રે છે. સાથે સૂચનો પણ મોકલાવ્યાં. કારીગરે ઘણી હોંશથી મારા કલ્પસૂત્રનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં બં * ભગવાનદાસજીએ કામ પાસ કરવા બે-ત્રણ સુવર્ણાક્ષરી બોર્ડરવાળા પાનાં નમૂનારૂપે મોકલાવ્યાં. સ મેં જોઈ તપાસી સૂચનો સાથે પાછાં મોકલ્યાં. કામ ચાલું હતું તે દરમિયાન મારી ઈચ્છા બીજી સવર્ણાક્ષરી પ્રતિઓમાં જોએલી કંઈ કંઈ નવીનતાઓ તથા મારી પોતાની બુદ્ધિથી નક્કી કરેલી | નવીનતાઓ વચમાં વચમાં બતાવવી, જેથી થોડી થોડી નવીનતાઓ પણ જોવા મળે. જો કે આવાં કાર્યો મારી રૂબરૂમાં થાય ત્યારે તે કાર્ય અનેરૂં થાય પણ એ શક્યતા હતી જ નહિ એટલે દૂરથી છેતો જે રીતે શક્ય હોય તે રીતે કરાવી ચલાવી લેવાનું હતું. આ કલ્પસૂત્ર-બારસા અંગે જરૂરી ૧૦૦ ચિત્રો તો સં. ૨૦૧૦ માં મારાં જુદાં થઈ જ રહ્યાં હતાં, એટલે ચિત્રો કલ્પસૂત્રના ભેગાં કરવાનું રાખ્યું ન હતું, છતાં એમ થયું કે જરા જરા નમૂના પણ અપાય તો ઠીક લાગશે, એટલે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન નેમિનાથના ચરિત્ર તથા સ્થવિરાવલી વગેરેના લખાણના પ્રારંભમાં જ પહેલાં બીજાં પાનામાં ચિત્રો અને લખાણની વિવિધતાઓ દર્શાવી. એક જ પાનામાં છ પંક્તિ હોય તો દરેક પંક્તિની નીચેનો કલર જુદો જુદો એ હોય. આ રીતે થોડી થોડી વિવિધતાઓ બતાવી છે. આ જાતની વિવિધતાઓ વિદ્યમાન કોઈ સુવર્ણાક્ષરી પ્રતિમાં પ્રાયઃ નહીં હોય! છે મારી બારસાની પ્રત તૈયાર થયા પછી છેલ્લાં ૨૫ વરસમાં બીજા આચાર્ય ભગવંતોએ છે,

Loading...

Page Navigation
1 ... 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850