Book Title: Prastavana Sangraha
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 804
________________ છે જયપુરમાં જે પ્રતો ચીતરાવી એમાં મોટે ભાગે બોર્ડરો મારા બારસામાંના પ્રતની જ વાપરવામાં આવી છે, એમ અમને જાણવા મળ્યું છે. મહત્તા દર્શાવવા ખાતર નહિ પણ હકીકતની દૃષ્ટિએ જ છે એમ કહી શકાય ખરું કે મારા જેવી જ બારસાની પ્રતિ કલાકારના જણાવવા મુજબ બીજી થઈ છે શકી નથી. આ પ્રતિ ઓફસેટ પ્રીન્ટથી કરાવવાનો વિચાર ઘણા વખતથી હતો જે વિચાર આજે j અમલી બન્યો છે. મેં બારસા કરાવ્યા એની ભૂમિકા, એનું આયોજન અને એનો ફલાદેશ શું? છે એની બધી વિગત ઉપર આપી છે. જેથી બીજા કોઈને બારસા બનાવવા હોય તો ઉપરના લખેલા વિચારો કે વિગતો તેને સહાયક બની શકે. કલ્પસૂત્ર-બારસાનાં અજોડ ચિત્રો માટે મેં કેવું સ્વપ્ન સેવ્યું હતું, તે અંગેની ૪૦ વરસ પુરાણી એક કહાણી સં. ૨૦૦૦ની સાલમાં પ.પૂ. ગુરુદેવો સાથે અમદાવાદ જવાનું થયું, અને ત્યાં મારી તબિયત ' જરા વધુ લથડવાથી અમદાવાદમાં રહેવાનું નક્કી થયું. ત્રણેક વરસ પાલડી, મહાવીર સોસાયટી છે અને દશા પોરવાડ જૈન સોસાયટીમાં મારે રહેવું પડ્યું. દશા પોરવાડ જૈન સોસાયટીમાં ધર્માત્મા છે gl/ ચોકસી શેઠ ચીમનલાલ સકરચંદના બંગલે અમો ચોમાસું રહ્યા હતા. તે વખતે કલ્પસૂત્ર સુવર્ણાક્ષરે , લખાવવાના અને ભગવાન મહાવીર વગેરે તીર્થકરોના જીવન પ્રસંગોને લગતાં સોએક ચિત્રો , છે. ચીતરાવવાં એવો વિચાર આવ્યો. એ ૧૦૦ ચિત્રોની આઉટલાઈન ગુજરાતના જાણીતા વિખ્યાત 4 રાવલ જેઓ મારી નજીકમાં જ રહેતા હતા, અને દશ-પંદર દિવસે નીકળે છે ત્યારે મને મળી જતા હતા. મેં એમણે એક દિવસ વાત કરી કે કલાના ક્ષેત્રમાં અમારે ત્યાં ત્રણ છે પ્રસંગો subject વધુ જાણીતા છે, અને તેને અંગેનાં જાણીતાં ચિત્રો સેંકડો વરસોથી જૈનસંઘમાં છે ચીતરાતાં રહ્યાં છે. ૧. કલ્પસૂત્ર-બારસા ૨. મોટી સંગ્રહણી અને ૩. શ્રીપાલ રાજાનો રાસ. ૮ પ્રથમના બંને નંબરની સચિત્ર પ્રતિઓ ઘણા ખરા ભંડારોમાં હોય જ છે. મેં રવિશંકરભાઈને કહ્યું કે મારે કલ્પસૂત્ર-બારસા મૂલ અને બારસાના પ્રસંગોનાં સો કે સોથી બે * વધુ ચિત્રો બનાવવાં છે. તે ચિત્રોની આઉટલાઈન રેખાંકન આપની પાસે કરાવવું છે. આપની સાથે છેએક જૈન આર્ટીસ્ટ, એક બંગાલી આર્ટીસ્ટ અને જરૂર પડે તો પોતાની પસંદગીનો બીજા કોઈ , છે. આર્ટીસ્ટો રોકવા અને કલરકામ આપની પાસે બેસીને અથવા આપના માર્ગદર્શન પૂર્વક કરાવવું છે છે અને મને બતાવતા રહેવું. મને પણ કલાની એક દષ્ટિ સૂઝ છે તો હું સૂચન કરું તો માઠું ન ન લગાડવું. ખર્ચનો પ્રશ્ન નથી પણ આ એક એવી વસ્તુ બનાવવી છે અને તેને જાહેર પ્રસિદ્ધિ પણ એવી આપવી છે કે ભારતના કલારસિકો અને ભારતની બહારના કલારસિકો આ પ્રત જયાં હો રાખવામાં આવી હોય ત્યાં જોવા માટે અચૂક આવે, આવ્યા વિના રહે જ નહિ. ભારતરાષ્ટ્રના બંધારણની પ્રત જે રીતે બની છે. મારે પણ તેવી કે તેથી સવાઈ રીતે છે. જૈનસંઘમાં અજોડ, અદ્વિતીય અને અભૂતપૂર્વ પ્રતનું નિર્માણ થાય એવી મારી અત્યંત ખ્વાહેશ ઉમેદ હતી. એ પ્રતને કેવું સ્વરૂપ આપવું, એને કેવી રીતે શણગારવી એ માટે પણ મેં કેટલીક જ નોંધો કરવા માંડેલી અને મારો માનસિક ઉત્સાહ પણ ખૂબ જ હતો. પણ એક દિવસ .

Loading...

Page Navigation
1 ... 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850