________________
છે. ઘણું મિશ્રણ હોય છે. અનુભવે જ ખબર પડે છે કે તે સરખો જવાબ આપે છે કે નહિ. આ અમોએ આ જાતના ઘણા અખતરા કર્યા છતાં અમારા લખેલા બારસાસૂત્રમાં ગુલાબી તથા પર લીલા કલરમાં અમો થાપ ખાઈ ગયા છીએ એટલે આવા કામમાં ખૂબ જ ધીરજ, ઉંડી તપાસ ( અને આ વિષયમાં નિષ્ણાત વ્યક્તિનો અભિપ્રાય લેવો ખૂબ જરૂરી બની જાય છે. જેને જેને આવું કામ કરાવવું હોય તેઓ મારી આ ચેતવણી કહો કે સલાહ કહો તે ધ્યાનમાં રાખશે તો ખેદ કરવાનો વખત ન આવે.
બીજું આ બારસાસૂત્રમાં વિશેષતા એ છે કે તેમાં તીર્થકરોના વર્ણ પ્રમાણે કાગળનો કલર જ રાખી અક્ષરો લખાવેલ છે. જેમકે પાર્શ્વનાથ ભગવાનના ચરિત્ર માટે લીલો, નેમનાથ ભગવાનના Sા ચરિત્ર માટે શ્યામ છાંયવાળો. જ્યારે મહાવીરસ્વામી ભગવાનનો વર્ણ સુવર્ણ એટલે કે પીળો અને તે
પીળા કલર ઉપર સુવર્ણ અક્ષર લખવા તે બરાબર ન લાગવાથી સુવર્ણ પાંચ વર્ણનું હોય છે, એમ કલ્પીને લાલ કલરનાં પાનાં ઉપર સુવર્ણ અક્ષરોમાં મહાવીર ચરિત્ર આલેખેલું લખેલું છે.
બીજી વિશેષતા એ છે કે એમાં અક્ષરો મોટા રાખ્યા છે, અને આખી પોથી વિવિધ કલરો યુકત બની છે અને વિવિધ પ્રકારની બોર્ડરો આખા ગ્રન્થમાં મૂકવામાં આવી છે.
ઘણી જહેમત બાદ તૈયાર થયેલ આ બહુમૂલ્ય સુવર્ણાક્ષરી કલ્પસૂત્રને ઘણાં વરસો બાદ પ્રોસેસ પદ્ધતિથી સોનેરી કામ કરવામાં થોડી સફળતા મલવા લાગી એટલે પ્રેસવાળાઓને આ કામ
કરવામાં રસ પડ્યો અને હિંમત આવી એટલે વિવિધ રીતે ખાત્રી કર્યા પછી છાપવાનું કાર્ય શરૂ છે. કર્યું. અમને લાગે છે કે જોનારાઓને આ પ્રતિ જરૂર પસંદ પડશે.
આવાં મોટાં અને મહેનત માગતાં, ખરચાળ કામ વારંવાર થતાં નથી. આવાં કામો કરવાનો આ પ્રસંગ ક્યારેક જ આવે છે એટલે આ કામ જેઓને પસંદ પડે તેઓએ પોતાના સંગ્રહ માટે, પોતાના છેસમુદાય માટે, સંઘ માટે, કોઇપણ શ્રાવક પોતે જ્ઞાનની ભક્તિ કરવા માટે જરૂર વસાવી લે તેવી છે » ખાસ ભલામણ છે. પોતાના કુટુંબીઓને આ કલ્યાણકારી અને કિંમતી પ્રત ભેટ આપી શકાય છે. છે. આ ગ્રંથ ગૃહસ્થોને વાંચવા માટે નથી, દર્શનાર્થે છે એટલે કોઈ પણ વ્યક્તિ ઘરે પણ રાખી છે છે શકે છે અને આ પોથીના પાનામાં લખ્યું છે તે રીતે તેનું પૂજન ભકિત વગેરે કરી શકે છે.
જૈનેતર ભાઈઓને મન થાય તો રાખવું હશે તો બહુમાન અને આદરપૂર્વક ઘરમાં રાખી શકે છે છે. ભારતની મહાનવિભૂતિના જીવનચરિત્રો આલેખાયેલા (લખાયેલા) હોવાથી આ પુસ્તક ખૂબ છે પૂજનીય અને વંદનીય છે, અને ઘરે બહુમાનપૂર્વક રાખવાથી ક્ષુદ્ર ઉપદ્રવો, નાની મોટી અસાત્તિઓ, વિક ઉપદ્રવો વગેરેની પણ શાન્તિ થવા પામે છે.
જીંદગીની ચાલી રહેલી આખરી સફરમાં શેષ રહેલાં થોડાં ઘણાં કામો યથાશકિત પાર પડે છે અને જનસંઘોને તેનો વધારેમાં વધારે લાભ મળે તેવી પ્રાર્થના... છે. સંપાદન કાર્યમાં જાણતા અજાણતાં જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તે બદલ મિચ્છામિ દુક્કડં. છેસંવત ૨૦૫૫, ઈ. સન ૧૯૯૮
વિજય યશોદેવસૂરિ by !' સાદ , તા. 11 – ૧ - - : :