________________
A : :
: : Messes. s >જગs : s es છે ૨૦ ચિત્રો તૈયાર કરાવરાવ્યાં અને એ રીતે કુલ ૩૫ ચિત્રોની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી
ભાષામાં પરિચય સાથેની પહેલી આવૃત્તિ બહાર પાડવામાં આવી અને તેનો અતિભવ્ય ઉદ્ઘાટન 8 સમારોહ બીરલા માતૃશ્રી સભાગારમાં વિશાળ હાજરી વચ્ચે રાખવામાં આવ્યો.
આ પુસ્તકનું ઉદ્દઘાટન તત્કાલીન માનનીય રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગીરીનાં હસ્તે થવાનું હતું કે પરંતુ અમુક કારણોસર તે મુલતવી રહ્યું અને તે પુસ્તકનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર સરકારના માનનીય હું શિક્ષણપ્રધાન શ્રી નામજોષીજીનાં શુભહસ્તે થયું. આ પુસ્તકનાં ઉદ્દઘાટન પ્રસંગે અને ત્યારબાદ ૧૬ વિવિધ સ્થળેથી આવેલા મનનીય સંદેશાઓ, અભિનંદનો તથા ગ્રન્થની વિવિધ રીતે અજોડ સમીક્ષા ? કરતાં વર્તમાન પત્રો તથા બીજા પત્રોમાં આવેલી સમીક્ષાઓ આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવી છે છે. તે સાથે તે પ્રસંગની થોડીક વિવિધ તસ્વીરો પણ આપવામાં આવી છે.
આ ચિત્રસંપુટની પ્રથમ આવૃત્તિને એવો પ્રતિસાદ મળ્યો કે તેની બીજી આવૃત્તિ બે જ છે મહિનામાં પ્રગટ કરવી જરૂરી બની ગઈ હતી અને એ રીતે પ્રથમ આવૃત્તિની બે હજાર નકલ ૬ તથા બીજી આવૃત્તિની બે હજાર નકલ એમ કુલ ચાર હજાર નકલ તૈયાર થઈ પછી તેની સતત 8 માંગ રહ્યા કરતી હતી. તેથી તરત પ્રગટ કરવાનું જરૂરી હતું.
પરંતુ અમુક શારીરિક આદિ કારણોસર તે કામ લંબાતું ગયું અને તેની ત્રીજી આવૃત્તિ વિ. સં. ૨૦૫૧ (ઈ. સ. ૧૯૯૫)માં પ્રગટ કરવામાં આવી. | પહેલી-બીજી આવૃત્તિમાં ૩૫ ચિત્રો હતાં. જયારે ત્રીજી આવૃત્તિમાં નવાં ૧૩ ચિત્રો ઉમેરીને ૪૮ ચિત્રોનું સંપુટ તૈયાર કરવામાં આવ્યું હતું, અને તેની કિંમત લોકો અને બુકસેલરોની ઇચ્છા ઘણાં કારણોસર ૬૦૦-૭૦૦ રૂ. રાખવાની હતી, પણ મારી ઈચ્છા ઘણા કારણોસર વધતી ન છે હતી, તેથી કિમત રૂા. ૫૦૦ રાખવામાં આવી.
આમ ટૂંક સમયમાં પહેલી આવૃત્તિની ૨000 નકલ, બીજી આવૃત્તિની ૨000 નકલ તથા હૈ ત્રીજી આવૃત્તિની ૬૦૦૦ નકલ આમ ૧૦ હજાર નકલ પ્રગટ થઈ.
આ પુસ્તકની દેશ-વિદેશમાં સતત માંગ રહ્યા કરતી હતી એટલે ધર્મશ્રદ્ધાળુ ભકિતવંત, કે ભાઈશ્રી કુમાર પોદાર અને તેમનાં ધર્મશ્રદ્ધાળુ ધર્મપત્ની શ્રી મયુરિકાબેનને આ પુસ્તક પ્રત્યે ખૂબ છે લાગણી હતી. બન્ને પતિ-પત્નીએ આ પુસ્તક અમેરિકામાં જૈનોનાં ઘરમાં હોવું જ જોઈએ એવી છે તીવ્ર ભાવનાને કારણે તેમણે ઘણો પુરુષાર્થ કર્યો. અમેરિકામાં જૈન સેન્ટરોને એ માટે વિનંતી કરી છે અને તેઓએ સારો સહકાર આપ્યો. જૈનોનાં ઘરોમાં પહોચ્યા તથા પુસ્તક પ્રકાશન માટે સારો ફાળો પણ મેળવ્યો. તે બદલ તેમને અને તેમના ધર્મપત્ની શ્રી મયુરિકાબેનને ખૂબ ધન્યવાદ ઘટે છે. ?
આ પુસ્તક પ્રીન્ટીંગ કરનાર અમદાવાદનાં નીટ પ્રિન્ટ ઓફસેટ પ્રેસનાં માલિક, ધર્માત્મા, કે ભકિતવંત, ધર્મશ્રદ્ધાળુ, મારા પ્રત્યે હાર્દિક ભક્તિભાવ ધરાવનાર સૌજન્ય સ્વભાવી શ્રી રાજેશભાઈ કે શાસ્ત્રીએ ખૂબ કાળજીપૂર્વક અને ઘણા પ્રેમથી આ પુસ્તકમાં પ્રકાશનની સંપૂર્ણ જવાબદારી માથે 8 લઈને આ કાર્ય સરસ રીતે પાર પાડ્યું છે તેથી તેમને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
-વિજય યશોદેવસૂરિ છે જ
જ [ ૭૬૭] SMSMSMSMSMS