________________
{ તેવી સ્થિતિ નથી, તેનો કશો ઇતિહાસ આપણી પાસે નથી; પણ છેલ્લાં હજારેક વર્ષથી વીસમી છે સદી સુધી એટલે ૮૦૦ વર્ષ દરમિયાનમાં ભગવતી શ્રી પદ્માવતીજીનાં શિલ્પોનો થોડો થોડો છે ઇતિહાસ જાણવા મળે છે. પદ્માવતીજીની ૩૧થી ૪૧ ઈચ સુધીની મોટી મૂર્તિઓ પધરાવવાની ! છે પ્રથા છેલ્લાં એકાદ હજાર વર્ષના ઇતિહાસમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. પાટણ, અમદાવાદ $ (નરોડા)માં આજે પણ પદ્માવતીજીની મોટી મૂર્તિઓ જોવા મળે છે. બાકી તો શ્રી પાર્શ્વનાથજીના
મંદિરમાં યક્ષ-યક્ષિણી તરીકે જે મૂર્તિઓ બિરાજમાન કરવાની સેકડો વરસથી ચાલી આવતી પ્રથા
હતી. તે ફક્ત નાના ગોખલાઓમાં સ્થાપન કરવાની હતી, તેમાં પ્રાયઃ ૧૫ ઈંચથી લઈને ૨૧ શું ઈચ સુધીની મૂર્તિઓ રહેતી. તે પછી છેલ્લાં ૩૦ વર્ષમાં પદ્માવતીજીની મૂર્તિઓના ઇતિહાસમાં ૧ કલ્પનામાં જલદી ન આવે તેવી નોંધપાત્ર ઘટના બની. નવી જ કલ્પના સાથે નવી જ પદ્ધતિએ તે તૈયાર થયેલી પરિકર સાથેની પદ્માવતીજીની ૫૧ ઈચની મૂર્તિ મુંબઇ, વાલકેશ્વર-રીજરોડ ઉપરના
મંદિરમાં પહેલા મજલે પ્રતિષ્ઠિત કરવામાં આવી. તે પછીથી પદ્માવતીજીનો મહિમા એટલો બધો પ્રભાવશાળી અને ચમત્કારી બની ગયો કે ફક્ત ૨૫ વરસના સાવ ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં છે ભારે આશ્ચર્ય ઉપજે તેમ ઠેર ઠેર નાની-મોટી વાલકેશ્વર જેવી જ અનેક મૂર્તિઓ બિરાજમાન થવા લાગી, સાથે સાથે ૪૧ ઈચથી લઈને ૬૧ ઈચ સુધીની પણ અનેક મૂર્તિઓ મંદિરોમાં બિરાજમાન થઈ. દિલ્હી વગેરે સ્થળે તો પદ્માવતીજીનાં સ્વતંત્ર મંદિરો જેવી દેરીઓ થવા પામી. આ દેશમાં પ્રાચીન-અર્વાચીન બંને ગણીએ તો અંદાજે પદ્માવતીજીની ત્રણેક હજાર મૂર્તિઓ હશે. જયપુર તથા
ગુજરાતમાં અમદાવાદ, પાલીતાણા વગેરે અનેક સ્થળના શિલ્પીઓએ પદ્માવતીજીની અનેક મૂર્તિઓ છે ઘડી છે. એ જોતાં શિલ્પકારોના કથન મુજબ ૨૫ વરસમાં હજારથી વધુ મૂર્તિઓ પ્રતિષ્ઠિત થઇ
ગઇ હશે.
મારી પ્રેરણાથી ભરાયેલી મૂર્તિઓની નોંધ :
મારા માટે કેટલીક પરિસ્થિતિ એવી બની કે મારું કાર્યક્ષેત્ર અનિવાર્યપણે સંશોધન, સંપાદન છે અને પુસ્તક પ્રકાશન તરફ વળી ગયું, એટલે અવનવી મૂર્તિઓ કરાવવા તરફ મારું લક્ષ્ય ઓછું શું રહ્યું. કોઈ મારા ઉપર ખાસ ફરજ નાંખે ત્યારે જરૂર પદ્માવતીજીની મૂર્તિ ભરાવવાની વ્યવસ્થા
કરાવી આપતો. તેમાં મારી પ્રેરણાથી પદ્માવતીજીની મૂર્તિઓ નિમ્ન સ્થળે પધરાવવામાં આવી છે. શું તેમાં સૌથી પ્રથમ સર્વોત્તમકક્ષાની પરિકર સાથેની પદ્માવતીજીની મૂર્તિ પધરાવવાના શ્રીગણેશ- ! $ મંગલાચરણ મુંબઈ-વાલકેશ્વર, ૪૧ રીજરોડ ઉપર આવેલા બાબુના શ્રી આદીશ્વર જિનમંદિરમાં શું ૧ થયા. ત્યાં પધરાવ્યા. બાદ દેશ-પરદેશમાં જૈન-અર્જનોમાં ભારે આકર્ષણ બની ગઈ.
૧. મુંબઈ-વાલકેશ્વર, ૨. મુંબઈ-ગોવાલીયાટેક, ૩. મુંબઇ-મલબારહીલ, નેપીયન્સી રોડ, રે એન્ટરપ્રાઇઝ ૪. મુંબઇ-લોનાવાલા, વલવનના મંદિરમાં, ૫. મધ્યપ્રદેશ–નાગેશ્વર તીર્થ, હું ૬. ગુજરાત-ડભોઇ ૭. ગુજરાત-કપડવંજ ૮. ગુજરાત-માંજલપુર (વડોદરા), ૯. ગુજરાત- 3 બોડેલી, ૧૦. પાલીતાણા-જૈનસાહિત્યમંદિર*.
મારા હસ્તકના બીજા સ્થાનો યાદ રહ્યા નથી. '-- - ----- ----- ---- ૬ [ ૭૫૨ | --- ------ ઉલ્ટર -- -- --*