________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
ઋષિમંડલસ્તોત્ર એક સ્વાધ્યાય તથા ઋષિમંડલ મૂલમંત્ર એક ચિંતતતી પ્રસ્તાવતા
વિ. સં. ૨૦૪૩
વિ. સં. ૨૦૪૬
ઇ.સન્ ૧૯૮૭ ઇ.સન્ ૧૯૯૦
લ Go
આ પુસ્તિકા અંગે કંઇક નિવેદન
બીજીવાર પુસ્તકરૂપે પ્રગટ થતો આ લેખ સ્તોત્ર, મંત્ર કે યંત્રને લગતો છે. બુદ્ધિભેદે અને પરંપરાદિભેદે આ વિષયમાં વિવિધ મતાંતરો પ્રવર્તતા હોય છે. મૂલભૂત બાબતો અને રહસ્યોનું સચોટ અને તલÆ રીતે જ્ઞાન આપતા ગ્રન્થો આજે ઉપલબ્ધ નથી. આ વિષયના જાણકારો પણ અતિ અલ્પ હશે એટલે, અનેક વિષયરસિક મન અને અનેક ગ્રન્થો વાંચવાની ઝંખના છતાં તન-મનના સંજોગો, સંયમની મર્યાદા વગેરે કારણે મારૂં વાંચન મર્યાદિત રહ્યું છે. જેવો જોઇએ તેવો પરિશ્રમ સતત રહેતી કાયાની અસ્વસ્થતાના કારણે પહેલેથી લઇ શકાયો નથી. આના કારણે અત્યારે ઉપલબ્ધ સાધનો, તર્ક અને ઉપલબ્ધ બુદ્ધિથી નિર્ણયો કરવા પડે છે. અલબત્ત આ નિર્ણયો બહુ જ વિચારીને લઉં છું, એટલે વિષયને યોગ્ય ન્યાય આપી શકાય, છતાંય ઉપરોક્ત પરિસ્થિતિના કારણો માટે મંત્ર, તંત્ર અને યંત્ર શાસ્ત્ર, પરંપરા અને આમ્નાય વિરૂદ્ધ અથવા કોઇને પણ અન્યાય થાય એવું જે કંઇ લખાઇ ગયું હોય તો બધાની પ્રથમથી ક્ષમા માંગી લઉં છું.
અભ્યાસી વાચકો જેઓ હોય તેઓ મારા નિર્ણયોને પણ કસીને વિચારે. મને સુધારવા જેવું હોય તો જરૂર જણાવે.
—લેખક
*