________________
श्री शत्रुंजयगिरिवराय नमः ।
વાચકોને—
નોંધ :—પાલીતાણાથી નીકળતા ‘સુઘોષા માસિક' ના વર્ષ ૧૯, અંક-૬ સં. ૨૦૩૭ સ ૧૯૮૧-૧ના અંકમાં, ઋષિમંડલનો મૂલમંત્ર કયો તેની ચર્ચા કરતો ૧૨ પાનાંનો લેખ પ્રગટ થયેલો. તે પછી ચાર મહિના બાદ એ અંગેની લેખમાળા જ શરૂ કરી, જે વર્ષ ૧૯, અંક– ૧૧-૧૨, સ ૧૯૮૧માં, પછી વર્ષ-૨૦, અંક-૧-૨-૩ પછી ૬-૭ માં, ૧૯૮૨ ૧-૨ માં પૂરી થઇ હતી. તે પછીના પેજમાં બીજી બાબતો પ્રગટ કરી હતી.
તે જ વખતે આ લેખનમાળાના અંકોની માંગણીઓ પણી થઇ હતી, એ જ વખતે આ લેખન માળા આ વિષયના ખાસ રસિકોને માટે પ્રસિદ્ધ કરવી જોઇતી હતી, પરંતુ કમનસીબે તે બની શક્યું નહિ. હવે આજે પાંચ વરસના લાંબા સમય બાદ સં. ૨૦૪૩ ના માગસરમાં ( સન ૧૯૮૬-૧૨) માં પ્રગટ થાય છે.
આ બુકલેટનું અંતિમ પાનાનું લખાણ આગળ બીજું લખવાનું હતું પણ વાચકોને પૂર્ણાહુતિ અધૂરી લાગશે.
બન્યું નથી તેથી
આ લેખનમાળાના મારા વિધાનો કે વાતો સંપૂર્ણ સાચાં જ છે એવું રખે કોઈ માને! દુઃખની વાત એ છે કે અસાધારણ પ્રચલિત પ્રસિદ્ધ સ્તોત્ર છતાં આના પર કોઇ ટીકા-ટબ્બા પ્રાયઃ જોવા નથી મલ્યા. વચલા સાત શ્લોકોના અર્થ થોડા ગહન છે. એ શ્લોકોનું ઊંડું ચિંતન થઈ શક્યું નથી, એટલે અર્થ લખવાનું સાહસ કર્યું નથી. આ લેખ માળામાં મારી સ્વલ્પઅલ્પ સૂઝ પ્રમાણે રજૂઆત કરી છે. કર્તાના કે શાસ્ત્રના આશય વિરૂદ્ધ લખાયું હોય તો ક્ષમાર્થી છું, અને વાચકોને સૂચના કરવા અનુરોધ કરું છું.
વિશેષ વાત—
પચીસેક વરસ ઉપર, ઋષિમંડલની પ્રારંભની બે ગાથાઓનો અર્થ લગભગ માનું છું કે પંચાણુ ટકાના વાચકો પૂરો સમજતા નથી એટલે વાચકોને એનું યથાર્થ-સ્પષ્ટ જ્ઞાન આપવા તે બે ગાથાઓ લખાવરાવી હતી. અહીં આ તેનો ટાઈટલ પેજ ઉપર બ્લોક છાપ્યો છે.
મન્ત્રની સાંકેતિક ભાષાનું જ્ઞાન લગભગ ૯૫ ટકાને નથી હોતું, પછી ક્યાંથી અર્થ કરી
શકે?
મોટાભાગે અક્ષરના માથા ઉપર એક રેફવાળુ ગ બીજ તો સેંકડો વરસોથી સહુ કોઈ જાણે છે, પણ ર્દ બીજ બે રેફવાળુ લખાય કે બોલાય છે એવું બીજાને કહીએ તો વિચારમાં પડી જાય છે, પણ ગર્દ બીજને વધારે શક્તિશાલી બતાવવા બે રેફવાળા ગર્દ ની જ વાત બે ગાથા કરે છે.
આ બે ગાથામાં બે વાર નિમ્નાનાસમં૦ અને અનિન્દ્રાનાસમાાનં, આમ બે સરખા પાઠ **** [ ૬૭૮ ] ******e