________________
મને લાગે છે કે આપણે ત્યાં આસોપાલવ એ જ અશોક છે એવી જે ગેરસમજભરી હવા વરસોથી ચાલતી હતી એ હવાની અસર તળે કોશકારોએ આ શબ્દનોંધ કરી હશે.
* અશોક ઉપર ચૈત્યવૃક્ષ હોવું જ જોઈએ *
ભગવાન શ્રી મહાવીરનું ચિત્રસંપુટ પ્રગટ થયું ત્યારપછી કેટલાક સાધુ અને શ્રાવકોના પત્રો આવેલા. અવરનવર રૂબરૂ પણ પ્રશ્ન પૂછતા હતા.
એમનો પ્રશ્ન એ હતો કે છેલ્લાં સોએક વરસથી સમવસરણની અંદર તીર્થંકરના મસ્તક ઉપર એક અશોકવૃક્ષ જ હોય છે, બીજા કોઇ વૃક્ષની વાત અમોએ જાણી કે સાંભળી નથી. સમવસરણનાં કોઇક કોઇક ચિત્રો દહેરાસરમાં તથા સ્થાનકવાસી સંપ્રદાયનાં જોવાં મળ્યાં, તેમાં પણ સમવસરણમાં એક અશોકવૃક્ષ જ ચીતરેલું હતું. આપે ભગવાન મહાવીરના ચિત્રસંપુટમાં સમોસરણના ચિત્રમાં અશોકવૃક્ષ ઉપર પાછું બીજું વૃક્ષ બતાવ્યું છે, અને આપે તેને ચૈત્યવૃક્ષ તરીકે ઓળખાવ્યું છે. ચિત્રના પરિચયમાં પણ આપે બે વૃક્ષોનો ઉલ્લેખ કર્યો છે. ભગવાનના માથા ઉપર બે વૃક્ષ હોય એ વાત પહેલી જ વાર જાણવા મળી. જો કે શાસ્ત્રાધાર વિના આપે લખી ન જ હોય છતાં અમારી જિજ્ઞાસાને તથા બીજાઓને પણ સંતોષ આપી શકાય એ માટે આપ શાસ્ત્રાધાર જણાવશો ખરા?
સાથે સાથે સહુ એમ પણ માનતા હતા કે અશોક એ જ ચૈત્યવૃક્ષ છે. ચૈત્યવૃક્ષ જેવું કોઇ જુદું વૃક્ષ છે જ નહિ તો તે અંગે પણ આપ પ્રકાશ પાડો તો સારૂં!
તેઓને મેં શાસ્ત્રાધારો બતાવ્યા હતા. ત્યારપછી તે લોકોએ સુઘોષા અને કલ્યાણ માસિકમાં અશોક અને આસોપાલવનો લેખ વાંચ્યો, એટલે તેમને પૂર્ણ સંતોષ થયો હતો. ત્યારપછી મને સૂચન થયું કે શાસ્ત્રાધારો સાથે લેખ માસિકમાં આવે તે બહુ જરૂરી છે. કેમકે આ એક મહત્ત્વની પહેલી જ વાર પ્રકાશિત થતી બાબત છે, એટલે અનેકના મનમાં સંશય રહેતો હોય તો તે નીકળી જવા પામે અને કોઇ આડું અવળું ખોટું પ્રચારતા હોય તો તેનો ભોગ ન બને. પણ અત્યારે તો આ પ્રગટ થતી પુસ્તિકામાં જ તેના શાસ્ત્રપાઠો આપું છું.
–શાસ્રપાઠો–
एएसिणं चउवीसाए तित्थयराणं चउवीस चेतियरुक्खा होत्था । तं जहाणग्गोह सत्तिवण्णे...
बत्तीसंति धणूई चेतियरुक्खो उ णिच्चोउगो असोगो ओच्छन्नो
वद्धमाणस्स । સાતવવેળું।૧૧૦||
तिण्णेव गाउयाइं चेतियरुक्खो जिणस्स उसभस्स ।
सेसाणं पुण रुक्खा सरीरतोवारसगुणा उ।। १११|| (सम० सूत्र १५७ )
न्यग्रोधाद्या अमी ज्ञानोत्पत्तिवृक्षा यथायथं !
સર્વપામરતાં માત્રા શોઝોતિનઃ ૫૧૩૫ ( ૦))
સોહાતીર્થંકરના ચોવીશ ચૈત્યવૃક્ષો હોય છે. તેમનાં નામ અનુક્રમે પહેલા તીધ
=== [ ૭૧૨]
૧૦