________________
e- 36+86--**-
be-ન-ક-9%86+- $$6 .3%-- €----®$ - વાત એ છે કે, એમને જંબુદ્વીપ, પુષ્કરાઈ વગેરેને દેખાતી દુનિયામાં શમાવવાનો વિચાર રજૂ કર્યો પણ તે સર્વથા અસંગત છે. કેમકે શાસ્ત્રીય દૃષ્ટિએ જંબૂદ્વીપને એક લાખ યોજન લાદવી ? વિમારું એ પાઠના આધારે પૃથ્વીને પ્રમાણાંગુલથી માપવાની જણાવી છે, એટલે એક લાખની છે જગ્યાએ ૪૦૦ લાખ મોટો એટલે ૪00 લાખ યોજનાનો જંબૂદ્વીપ છે એટલે એ દૃષ્ટિએ અહીં ! કોઈ જ મેળ નહીં ખાય. અઢી દ્વીપ, જંબુદ્વીપ, અસંખ્ય દીપ-સમુદ્રો, મેરુપર્વત, મહાવિદેહક્ષેત્ર છે જંબૂદ્વીપનો કિલ્લો આ બધાં સ્થાનો જૈન ભૂગોળમાં દર્શાવ્યાં છે એટલે તેનું અસ્તિત્વ નથી એમ | કોઈ પણ રીતે કહી શકાય એમ નથી. કેમકે આ વાત એક ગ્રંથમાં નહીં પણ અનેક ગ્રંથમાં લખી છે. આ બધી બાબતોનો કોઈ નિર્ણય આપી શકાય એવી પરિસ્થિતિ નથી. યોજનની પરિભાષા સંશોધન માગે છે.
આશ્ચર્ય સાથે દુઃખની વાત એ છે કે આવા ગંભીર પ્રશ્નો સામે પણ આકાશમાંથી કોઈ છે દેવો દેવવાણી કેમ કરતા નથી? બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનને ગોપીઓ લગ્ન છે માટેની હા પડાવવા માટે જળક્રીડામાં મૂંઝવી રહી હતી ત્યારે આકાશમાંથી દેવવાણી થઇ, એવી બૂ નોંધ કલ્પસૂત્રમાં વાંચવા મળે છે. તો મને મારી સ્કૂલ બુદ્ધિથી એમ થાય કે આટલા મોટા ગંભીર છે પ્રશ્નો સામે દેવોને દેવવાણી કરતા શું હરકત નડતી હશે? એ સમજાતું નથી. સાચું આ છે ને છે ખોટું આ છે, એટલી દેવવાણી થાય તો સમગ્ર વિશ્વના વિચારોની કાયાપલટ થઈ જાય. આખા વિશ્વનું તંત્ર ઘડીભર થંભી જાય અને નવો વિચાર કરી શકે, આટલી વાત અહીં જ રાખીએ.
બીજી બાજુ આજના વિજ્ઞાને જૈન તીર્થંકરદેવે કહેલા કેટલાંક સત્યોને યથાર્થ ઠેરવવામાં ઘણો છું મોટો ફાળો આપ્યો છે. અંગુલનો અસંખ્યાતમો ભાગ સાબિત કરવામાં સમય જેવો સૂક્ષ્મકાળ હોઈ શકે છે એમ સાચું ઠેરવવામાં આજનું વિજ્ઞાન આપણી વહારે ધાયું છે. તીર્થકરોએ જ્ઞાનચક્ષુથી જોયું અને વૈજ્ઞાનિકોએ યાંત્રિક ચક્ષુથી જોયું. યાંત્રિક ચક્ષુમાં મર્યાદા છે છતાં તેમના જ્ઞાનમાં જે દેખાયું શું તે પણ જૈનધર્મની માન્યતાને સાચી ઠેરવવામાં પૂરતો ફાળો આપ્યો છે. - હવે જૈનો બરાબર યાદ રાખે કે પૃથ્વી ગોળ છે, ફરતી છે આ શોધ તથા ગુરુત્વાકર્ષણની શોધ સહુથી પ્રથમ પશ્ચિમના યુરોપિયન વિદ્વાનોએ કરી તે ભૂલી જાય. કેમકે આ શોધ તો વરસો પહેલાંના ભારતીય વૈજ્ઞાનિકોની છે.
આ માટે વિશેષ જાણકારી માટે મારી ગુજરાતી બૃહતુસંગ્રહણીની પ્રસ્તાવના, ભૂમિકા અને વિજ્ઞાનનો ૫૬ પાનાંનો લેખ જોઈ જવા વિનંતી. પ્રસ્તાવનામાં ઘણી ઘણી ચર્ચા કરી છે. જૈન સાહિત્યમંદિર, પાલીતાણા
– યશોદેવસૂરિ તા. ૧૬-૬-૯૪