________________
છે. સમાજમાં આવી ઉત્તમ ગુણગ્રાહી દષ્ટિ રાખનારા મુનિવરો જવલ્લે જ જોવા મળશે, એમની કે » ઉદારતાને કયા શબ્દોમાં બિરદાવવી! એમને તો ધન્યવાદ જ આપવા રહ્યા!
આવી રીતનો પત્રવ્યવહાર ભૂતકાળમાં શ્રમણ સંઘના અન્ય ગુરુ-શિષ્યો વચ્ચે અંદરોઅંદર થવા , છે. પણ પામ્યો હશે, પરંતુ સાધુસંસ્થાના ત્યાગી અને આધ્યાત્મિક જીવનના કારણે પત્રો રાખવાની પ્રથા છે
નથી અને ૫૦ વર્ષ પહેલાંના સાહિત્ય જગતમાં તો આજના આધુનિક કેટલાક ખ્યાલો પણ ન . 5 હતા એમ છતાં કોઈ ગુરુ-શિષ્ય વચ્ચેના પત્રો જેમની પાસે સચવાયાં હોય અને પ્રગટ કરવા યોગ્ય છે એ હોય એવા પત્રો પ્રગટ થાય તો તે દ્વારા સમાજને શ્રમણજીવનની કેટલીક વિશેષતાઓ, અંતરજીવન દૂર છે અને અંગત જીવનવહેવારની રસપ્રદ વાતોથી વાચકોને કંઈક ને કંઈક જાણવા-શીખવાનું મળે ખરૂં! .
અમારા કોઈ મહદ્ સદ્ભાગ્યે છેલ્લે છેલ્લે મળી આવેલા અને પૃષ્ઠ નંબર ૧૩૨ થી ૧૩૬માં છાપેલા બે પત્રો અત્યન્ત મહત્ત્વના છે, તે ખરેખર! હૃદયંગમ અને અંતરના તારોને હલાવી નાંખે છે તેવા છે. સહુ ખાસ વાંચે, વિચાર અને શિષ્યના પત્રગત ભાવોને બીજાઓ અનુસરવા પ્રયત્નશીલ બને એ જ શુભકામના!
ખુલાસો – કોઈક કોઈક પત્ર માટે ક્યારેક એવું બનતું કે પૂ. ગુરુદેવે મારા ઉપર પત્ર લખીને મોકલ્યો હોય પણ એ મોકલવાની યાદ ભૂલી જતાં લગભગ એ જ જાતનો બીજો પત્ર બીજે દિવસે લખવાનું થતું. આ પત્રોમાં ૨૪માં પત્ર માટે એવું બન્યું છે. અમોએ એક પત્ર બ્લોક રૂપે અને તે એક પત્ર લખાણ રૂપે રજૂ કર્યો છે. જેથી બંને વચ્ચે થવા પામેલો તફાવત જોવા મળશે. /
પત્રો ઉપર આપેલી નોંધો તથા બીજી કોઈ સામગ્રીના પ્રકાશનમાં જાણે-અજાણે હકીકતદોષ થયો હોય, અજુગતું લખાયું હોય તો ક્ષમા. વાચકો ક્ષીર-નીર ન્યાયે પત્રો વાંચે. | સમગ્ર પત્રસંગ્રહની મનનીય ભૂમિકા અને આછી સુંદર સમીક્ષા
(નોંધ - આ ભૂમિકા અને મનનીય સમીક્ષા એક ગુણજ્ઞ વિદ્વાન મહાત્માની લખેલી છે.)
ગુરુને હૈયે વસાવવા એ પણ જયાં સહેલું નથી ત્યાં ગુના હૈયે વસવું એ તો સહેલું હોય જ ક્યાંથી? છતાં મુશ્કેલ ગણાતી આ બંને બાબતોને સહેલી બનાવતી ગુરુ-શિષ્યની જોડલીઓ પ્રભુના શાસનમાં અવારનવાર થતી જ આવી છે, તે રીતે આમાં યુગદિવાકર પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ તેમજ સાહિત્યકલામર્મજ્ઞ પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ આ ગુરુ-શિષ્યની જોડલી એક મોટું નામ કે મોટું ફોર્મ ગણાય એવી છે.
સમર્પણના યોગે ગુરુનાં હૈયે શિષ્ય કઈ રીતે વસ્યા હતા અને વાત્સલ્યના યોગે શિષ્યના હૈયામાં ગુરુનો કેવો વાસ હતો એની સુવાસ સૌ કોઈને આ પત્ર દ્વારા સુપેરે મળી શકશે એવો છે અમને વિશ્વાસ છે.