________________
–શિષ્યમાં પણ શિષ્યત્વની સાથે સાથે ગંભીરતા ભાવિનો તાગ મેળવવાની દીર્ઘદ્રષ્ટિ, તેમજ S. કોઈપણ ચીજનો નિર્ણય લેવા માટે જરૂરી કોઠાસૂઝ હોવાથી, પોતે ગુરુ સ્થાને બિરાજમાન હોવા છે છતાં, અનેક બાબતોમાં પૂ. શ્રી યશોદેવસૂરિજીનું મન જાણ્યા વિના પગલુંય એઓશ્રી આગળ ( વધતા ન હતા. જે અહીં રજૂ થતા પત્રો પોતે જ સ્પષ્ટ બોલશે–કહેશે.
–ઢગલાબંધ માન-પાન મળતા હોવા છતાં, સાધુ જીવનની મર્યાદાને જાળવવાનો તેમનો ની દૃષ્ટિકોણ કેટલો દઢ હતો, તેમજ શહેરમાં લાંબા કાળ સુધી લોકોપકારની દૃષ્ટિથી રહેવાના છે. સંજોગો-સંઘોએ ફરજ પાડી હોવા છતાં એઓશ્રીનું આંતરિક-વલણ કેવું અને કેટલા બધા
પ્રમાણમાં સાધુતાલક્ષી હતું એ પત્રોમાંથી સારી રીતે છતું થાય છે.
–સન્માન દાનના કેટલાંય પ્રસંગો ઉપસ્થિત થવા છતાં એ માન દાનના અવસરોમાં પૂજ્યશ્રીની આંતચિ કેટલી બધી આત્મલક્ષી હતી એનો પણ પ્રેરક પરિચય આ પત્રો કરાવી જાય છે.
પત્રોમાં અહંભાવ, આગ્રહી સ્વભાવ, માન-પાન કે ખોટી મહત્ત્વાકાંક્ષાના ક્યાંય દર્શન થતાં Sઈ નથી, આ એમનો આત્મા કેવો ઉત્તમ, કેવો ગુણવાન હતો, તેઓ કેટલા બધા સરલ હતા એની છે. આ પારાશીશી (થર્મોમીટર) છે.
–ટૂંકમાં ગુરુ-શિષ્યની જોડીનો પ્રભાવ અગત્યનાં જે પાયાના ગુણોના કારણે સંઘ-સમાજ પર વિરાટ વડલાની જેમ છવાઈ ગયો એનું ખૂબ જ આફ્લાદક પ્રેરક દર્શન આ પત્રો કરાવી
જાય છે. એથી જીવન-કવનના આ ગ્રન્થમાં પ્રગટ થનારા લેખો કરતાંય પણ એક અપેક્ષાએ આ છે. પત્રધારાનું પ્રકાશન વધુ મહત્ત્વનું બની જાય છે. આ પત્રો સંઘાડાની મિલકત સમા છે, પૂ. | સૂરિજીની એક અંતર સંપત્તિ સમા છે, ભાવિ પેઢી માટેની મૂડી-મિલકત જેવાં છે. જાણવા, માણવા.
સંઘરવા જેવો આ પત્ર સંગ્રહ છે.
–આજે પૂ. યુગદિવાકર આચાર્યદેવ સદેહે વિદ્યમાન નથી, છતાં આ ગુરુદેવને હવે એ વસાવીને, એઓશ્રીના હૈયામાં વાસ મેળવનાર પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ ‘એ ખોટને S! સાલવા દેતા નથી. એથી એઓશ્રીના હૈયામાં વસવા તેમજ તેઓશ્રીને હૈયે વસાવવા માટેનું કર્તવ્ય , ન કર્યું હોઈ શકે? એનું પણ પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડવા સમર્થ, આ પત્ર-ધારાને શાંતચિત્ત, એક ડકટ ડ ડ ડ ડ =[ ૭૩૨ ] કડકડકડકડકડક રી"