________________
SZ
IT IS
$ =T -TT TTT T
આગળ-પાછળના સંદર્ભો તેમજ પત્રલેખનના સમયનું વાતાવરણ આદિનો ખ્યાલ રાખવાપૂર્વક વાંચવા-વિચારવા સૌ કોઈને અમારો નમ્ર અનુરોધ છે.
એક ખુલાસો- અહીં રજૂ થએલા પત્રો માત્ર પૂ. ગુરુદેવના જ જવાબ રૂપે રજૂ થયા છે. પણ જે પત્ર ઉપરથી જવાબો લખાયા તે (મુનિશ્રી યશોવિજયજી કે આચાર્યશ્રી યશોદેવસૂરિજીએ લખેલા) રજૂ થયા નથી. જેમ ગુરુજીના પત્રોથી ગુરુજીની સરલતા, નમ્રતા, નિરહંકારી, નિરાગ્રહીપણું, શિષ્ય પરત્વે અકલ્પનીય આદર, શ્રદ્ધા, પ્રેમ અને સ્નેહ જે જોવા મળ્યા, તેઓશ્રીના નિર્મલ હ્રદયનું દર્શન થયું એમ મુનિજીના સદ્ગુણોનું પણ દર્શન થાત, પણ એ પત્રો પ્રાયઃ ઉપલબ્ધ નથી. જૈનસંધમાં ગુરુ-શિષ્યની આવી જોડલીઓ વધુ ને વધુ જોવા મળે એ જ શુભકામના!
વિરલ પત્રોની વિરલ વાતો
સામાન્ય મર્યાદા એ છે કે ગુરુની ઈચ્છા એ જ શિષ્યની ઈચ્છા, ગુરુની હા, માં જ શિષ્યની હા, ગુરુને અનુકૂળ થઈને રહેવું એ જ શિષ્યનો ધર્મ, શિષ્ય ગૌરવ ગુરુનું જ કરતો હોય, શિષ્ય ગુરુને સમર્પિત હોય.' આપણી સંસ્કૃતિની–જૈન આચારસંહિતાની આ એક સનાતન વ્યવસ્થા છે-નિયમો છે. ગુરુ-શિષ્ય વચ્ચેની એક મર્યાદા છે, બંધારણ છે. છતાં સનાતન નિયમો પણ ક્યારે અને કેવા અપવાદ રૂપ બનતા હોય છે એનું દર્શન, કોઈપણ વાચકને પૂજ્ય યુગદિવાકર ગુરુ અને સાહિત્યકલારત્ન શિષ્ય વચ્ચેનાં અહીં રજૂ થતાં વિરલ પત્રો નિ:સંદેહ કરાવશે.
આ પત્રો તમને શિષ્યની ઈચ્છા, (પ્રધાનપણે) એ જ ગુરુની ઈચ્છા. શિષ્યની હા માં જ ગુરુની હા, જ્યાં શિષ્યની સંમતિ ત્યાં ગુરુની સંમતિ, શિષ્યના ગૌરવમાં જ પોતાનું ગૌરવ, બહુ ઓછા સ્થાનોમાં જોવા મળતી. આ એક સામાન્ય નહીં પણ અસામાન્ય, ભવ્ય, પ્રેરણાપ્રદ બાબત છે. આ જોઈ ગુણગ્રાહી, હળુકર્મી, સજ્જન, ધર્માત્માઓનું હૈયું આનંદથી ઉછાળા મારે અને તેથી વિપરીત ગુણવાળા તેજોદ્વેષી આત્માઓને બળતરા થાય તેવું છે. આ કાળમાં ઓછી જગ્યાએ જોવા મળે એવું, ઈર્ષ્યા જન્માવે તેવું, ગુરુ-શિષ્ય વચ્ચેનું જ્વલંત ઉદાહરણ છે.
પ્રશ્ન-શું ગુરુ નબળા, નમાલા કે ઓછી સમજણવાળા હતા તેથી શિષ્યને મોટા બનાવવા પડતા હતા? જવાબ છે-હરગીજ નહિ.
પ્રશ્ન-તો શું શિષ્ય જબરા હતા? શું માથાભારી, રૂવાબદાર કે અતડા હતા? હરગીજ નહિ, તે તો ઘણા વિનમ્ર, વિવેક અને વિનયાદિ ગુણસંપન્ન હતા.
મુનિજીના ત્રણય ગુરુદેવોની મુનિજી પ્રત્યે, દીક્ષા લેતા પહેલાંથી જ અસાધારણ સ્નેહ, પ્રેમ
<<<<< [ ૭૩૩] s