________________
નં. ૧૧ ભાવનગરના સામાજિક કાર્યકર શ્રી નાનચંદ તારાચંદે પૂ. ધર્મવિજયજીની ગણિ પદવી પ્રસંગે પાલીતાણા મોટી ટોળી ઉપર લખેલો મનનીય પત્ર, આ વખતે બાલમુનિ યશોવિજયજીની દીક્ષાનું છઠ્ઠું વરસ હતું, અને ઉંમર લગભગ ૨૨ વર્ષની હતી, ત્યારે નાનચંદભાઇએ મુનિજી માટે જે અભિપ્રાય લખ્યો છે તેથી તે વખતે સાધુની શક્તિનું માપ કાઢનારા શ્રાવકો હતા તેનો ખ્યાલ મળી રહે છે. બારમો પત્ર સં. ૧૯૮૮માં બાલમુનિ શ્રી યશોવિજયજીએ દાદાગુરુ ઉપર પત્ર લખેલો તે. તે પછી બાલમુનિ શ્રી યશોવિજયજીની મહુવામાં થયેલ વડીદીક્ષાના મહોત્સવનો મનનીય હેવાલ, તેરમો પત્ર ૪૫ વર્ષની ઉંમર છતાં વિનયશીલતા અને ગુરુભક્તિની પરાકાષ્ઠાનું દર્શન કરાવતો પૂ.આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજે પોતાના ગુરુદેવ ઉપર લખેલો પ્રેરણાપ્રદ પત્ર. ચૌદમો પત્ર ગુરુશ્રીએ શિષ્યના (આ.શ્રી પ્રતાપસૂરિજીના) પત્રના જવાબરૂપે લખેલો ખાસ મનનીય પત્ર છે. આ બંને પત્રો પૃષ્ઠ નં. ૧૯૦ થી ૧૯૪ ઉપર છે. આ પત્રો વર્તમાનના ગુરુ-શિષ્યો, સાધુસાધ્વીજીઓએ ખાસ ધ્યાનપૂર્વક અને મનનપૂર્વક વાંચવા જેવા છે. ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ તેનું દર્શન કરાવતા આ બે પત્રો છે. પંદરમો ક્ષમાપનાપત્ર પણ પૂ. આ. શ્રી વિજયમોહનસૂરિજી મહારાજે સુવિનીત શિષ્ય આ.શ્રી વિજયપ્રતાપસૂરિજી ઉપર લખેલો છે.
બીજા પત્રોમાંથી જાણવા જેવી ત્રણ નોધો આપી છે. તે પછી પૂ.આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સાથે પૂનામાં બનેલી એક ઘટના, બાલમુનિશ્રી યશોવિજયજી માટે પૂજ્ય ગુરુદેવોએ વાપરેલાં લાડભર્યા વિશેષણોનો બ્લોક છાપ્યો છે.
પુસ્તક પૂર્ણ થવા આવ્યું અને અગત્યની બાબતો અને પત્ર ઉમેરવાનું પાછળથી નક્કી થતાં તે ઉમેરી પ્રગટ કરેલ છે. તેમાં પૃષ્ઠ નંબર ૨૦૧, ૨૦૨, ઉપ૨ સં. ૧૯૯૦માં એટલે આજથી ૫૮ વર્ષ પહેલાં પૂ.આ. શ્રી યશોદેવસૂરિજી બાલમુનિ હતા અને ઉંમર તેમની ૧૯ વર્ષની હતી ત્યારે પૂ. ગુરુદેવોએ મુનિજીને ક્ષેત્રસમાસ ગ્રંથ સમર્પણ કર્યો હતો તેની નોંધ અને બ્લોક, ભાવનગરના કાર્યકર શ્રી નાનચંદ તારાચંદ શાહનો બીજો પત્ર, સં. ૨૦૦૧માં પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ ડભોઇમાં વધુ પડતી બિમારીમાં સપડાયા હતા ત્યારે પોતાના ચારેય શિષ્યોને બોલાવીને આપેલી હિતશિક્ષા અને કરેલી ભલામણો પ્રગટ કરી છે જે ખાસ જાણવા જેવી છે.
આ ગ્રન્થનો વિષય એવો છે કે સર્વસામાન્ય વ્યક્તિને વાંચવા માટે આકર્ષક બની રહે તેવી શક્યતા ઓછી છે. લોકો પાસે આજે વાંચવાનો સમય નથી એટલે અમોએ પૂજ્ય યુગદિવાકરશ્રીજીના પત્રોમાંથી તથા તેના ઉપરની નોંધોમાંથી જાણવા જેવી મહત્ત્વની ઘટનાઓ આ બંનેની તારવણી કરીને અમોએ મૂકી છે. કદાચ એટલું વાંચી શકે અને એ દ્વારા પણ વાચક ગ્રન્થ વાંચવા પ્રેરાય!
અામાં પૃષ્ઠ નં. ૨૦૬ થી ૨૦૮ ઉપર આ ગ્રન્થ પૂર્ણ કરવાનો બાકી હતો તેથી બીજી વિગતો ઉમેરવાનો અવકાશ હતો અને યશોધર્મપત્રપરિમલ’ ની પુસ્તિકાનું વિમોચન વિ. સં. ૨૦૪૮, તા. ૪-૫-૯૨, વૈશાખ સુદિ બીજના દિવસે પ્રો. શ્રી રમણભાઈ ચી. શાહના વરદ હસ્તે થયું ત્યારે વિમોચન સમારોહની જે યાદગાર ઉજવણી થઈ તેનો હેવાલ ‘સુઘોષા’ માસિકમાં પ્રગટ થયેલો તેમાંથી ઉદ્ધૃત કરીને પ્રસંગવશ તેને પણ અહીં પ્રસિદ્ધિ આપી છે.
***** [ ૬૯૭ ]
܀܀܀܀܀܀