________________
છે થનારા કીર્તિસ્થંભનું ભૂમિપૂજન તથા ભવ્ય હેવાલ, આખા દેશમાં ઉજવાયેલા ભગવાન શ્રી રે
મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ પ્રસંગની ઉજવણી પ્રસંગે પૂજ્ય ગુરુદેવે પૂરું પાડેલું નેતૃત્વ, મુંબઇથી નીકળેલા શત્રુંજય તીર્થની પદયાત્રા સંઘનો અજોડ, યાદગાર અને ઐતિહાસિક હેવાલ વગેરે વિવિધ ઘટના-પ્રસંગોને સમાવેશ કરવામાં આવ્યો છે.
પાંચમો વિભાગ નેચરશેડ કાગળ ઉપર છાપવામાં આવ્યો છે, તેથી તે વિભાગ બધા વિભાગની દૃષ્ટિએ સુવ્યવસ્થિત અને સુંદર બન્યો છે. ચાર વિભાગ છપાયા પછી શ્રદ્ધાંજલિ અંકના વિભાગ સાથે સળંગ નંબર આપવાનું અનુકૂળ ન હોવાથી પાંચમો વિભાગ પૃષ્ઠ નંબર ૧ થી જ શરૂ કરેલ છે અને તે ૨૦૮ પાને પૂર્ણ થાય છે. આ વિભાગમાં સ્વ. યુગદિવાકરશ્રી અને મુનિશ્રી યશોવિજયજી વચ્ચે થયેલા અનેરા, અભૂતપૂર્વ, યાદગાર ૩૫ તથા પાછળથી બે વધતા ૩૭ પત્રોની શૃંખલા, જેમાં પરમપૂજ્ય આ.શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ, પ. પૂ. યુગદિવાકર આ.શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ અને મુનિશ્રી યશોવિજય સાથે થયેલા પરસ્પર પત્રવ્યવહારના લાંબા-ટૂંકા ઉલ્લેખો, તે અંગેના જરૂરી બ્લોકો, ઐતિહાસિક નોંધો તેમજ ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધો–પ્રસંગોની અત્યંત રસપ્રદ, પ્રેરણાપ્રદ અને રોમાંચક અનેક વિગતો-ઘટનાઓથી સભર છે. - આ પાંચમા વિભાગમાં પ્રથમ ૩૫ પત્રો છાપવામાં આવ્યા છે. તેમાં યશોવિજયજી સારસ્વત સત્રની ઉજવણીનો પ્રસંગ, ઉપધાન અંગે મુનિશ્રી યશોવિજયજીનો અભિપ્રાય, મુંબઈના કીર્તિસ્થંભની કથા અને તેની વ્યથા, રાષ્ટ્રને અર્પણ કરાવેલ ૧૭ લાખના સુવર્ણ બોન્ડનો પ્રસંગ, ભગવાન મહાવીરના ચિત્રસંપુટના ઉદ્ઘાટનનો તથા પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં ઉજવાયેલો ભગવાન મહાવીરનો
૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ, તે પછી મુંબઇથી પાલીતાણા પધાર્યા બાદ સૌથી શિરમોર જેવો કે ગણાતો અભૂતપૂર્વ, ઐતિહાસિક મુનિશ્રી યશોવિજયજીની આચાર્યપદવીનો જે પ્રસંગ ઉજવાયો તેની
ઘટના, પૂજ્ય યુગદિવાકરશ્રીજીના ઉપદેશથી શત્રુંજય હોસ્પિટલ શ્રમણીવિહાર, ધર્મવિહાર વગેરે છે અનેક ઉપયોગી સંસ્થાઓ-સ્થાનકો નિર્માણ થયાં તે, વઢવાણમાં ઉજવાયેલ અમૃત મહોત્સવની આ ઉજવણી, તિથિ-સંવચ્છરી પ્રકરણ અંગેની તથા પટ્ટક અંગેની વિગતો, તે પછી વશ: પરિઝ:-પૂજ્ય આ યુગદિવાકરશ્રીજીએ સ્વયંભૂ ઇચ્છાથી પોતાના શિષ્ય મુનિશ્રી યશોવિજયજીના ચરણના રજની
ભરેલી શીશીની ૬૦ વર્ષ પુરાણી રોમાંચક, આશ્ચર્યકારી, ઐતિહાસિક ઘટના અને તેનો બ્લોક, છે. પોતાના શિષ્ય એક જ દિવસમાં ૧૦૦ ગાથા-શ્લોકો કંઠસ્થ કરી શકે છે તેની ખાતરી આપતા પૂજય ગુરુદેવશ્રીના હસ્તાક્ષરનો છાપેલો બ્લોક વગેરે વિગતો રજૂ કરી છે.
બ્લોક વિભાગ–પૃષ્ઠ નંબર ૧૨૦ થી ૧૫૦ સુધી ૩૫ પત્રોમાંથી અતિ જરૂરી એવા લગભગ ૨૨ પત્રોના બ્લોકો પૂજય યુગદિવાકરશ્રીએ લખેલા સુંદર હસ્તાક્ષરોનું દર્શન કરાવા. છાપ્યા છે. જો કે તે જોઇએ તેવા ઉઠાવદાર નથી. તેનું કારણ ઘણાં કાગળો શ્યામ અને જીર્ણ થઈ ગયા હતા. અક્ષરોની શાહી ઘણી ઝાંખી થઇ ગઈ હતી.
ત્યારપછી 10 વર્ષ પહેલાં અનેક નવીનતાઓથી સભર એવી છપાએલ કલ્પસૂત્રની મુદ્રિત પ્રતિની પ્રસ્તાવનામાં પૂજય આ.શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે પોતાના શિષ્ય મુનિશ્રી યશોવિજયજીને અણમોલરત્ન જેવા અતિશ્રેષ્ઠ વિશેષણથી બિરદાવ્યા છે તેનો બ્લોક, બંને વડીલ