________________
- માસિકોમાં આ પ્રશ્ન રજૂ કર્યો હતો, ત્યારે સ્પષ્ટ લખ્યું હતું કે આ લેખમાં મારી જે ભૂલો અને
ગેરસમજ દેખાતી હોય તે વિના સંકોચે પુરાવા સાથે સ્પષ્ટ જણાવશો તો બંને બાજુનો વિચાર કરીને છત્રની બાબતમાં સાચો નિર્ણય કરવામાં સહાયક બની શકશો. વળી આ તો એક જાહેર છે ટેસ્ટ કરવો હતો. કેમકે શાસ્ત્રો આપણી પૂરી મદદે આવતાં નહોતાં. કોઇ વિશિષ્ટ પ્રકારના સાચા મક અર્થમાં જ્ઞાની, અનુભવી નજર સામે ન હોય ત્યારે ઝાઝા હાથ રળિયામણાની જેમ સુજ્ઞોનો સાથ
સહકાર સારો. સમાજમાં ઘણા બુદ્ધિશાળી, તેજસ્વી વિદ્વાનો છે. તેઓને જો પ્રામાણિક અને સાચી સલાહ આપવી હોય તો આપી શકે પરંતુ બહુ જ ઓછાએ સલાહ-સૂચના આપી, અને મેં મારા પુન:ચિંતનને જોડીને નવી જ રીતે લેખનું કલેવર તૈયાર કર્યું અને પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજીના બ્લોકને, તેની ટીકા-આગમાદિ શાસ્ત્રોને અનુસરે તો બધી રીતે સુયોગ્ય થાય, એ ખ્યાલ રાખીને
શ્લોક-ટીકાનું અર્થઘટન કરવા પ્રયાસ સેવ્યો છે. તેમાં હું કેટલો સફળ થયો છું તે તો સુજ્ઞ વાચકો આ નક્કી કરી શકશે.
છત્ર અવળાં છે કે સવળાં અથવા કોઈ વળી ત્રીજા પ્રકારનાં કરવાનું પણ કહે તો તેની સામે મારે કશું કહેવાનું નથી, જેને જેમ નિર્ણય કરવો હોય તેમ કરે પણ હજારો વરસથી ચાલી આવતી સવળાં છત્રની અક્ષુણ પરંપરા અખંડ ટકી રહે, એને ટેકો આપતા અર્થ અને પુરાવાઓ મળના
હોય તો પ્રયત્ન કરવો તેમ કર્તવ્ય સમજી ત્રણ છત્ર ઉપર વિસ્તારથી લેખ રજૂ કર્યો છે, અને છે એ લેખ દ્વારા ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર સવળાં જ છે. અવળાંનો કોઈ પ્રકાર જ નથી તે વાત સિદ્ધ કરી બતાવી છે.
અહીંયા ત્રણ છત્રનો પ્રશ્ન શા માટે ચર્ચવો પડ્યો? તો અષ્ટમહાપ્રાતિહાર્યમાં નંબર ચારનું પ્રાતિહાર્ય ત્રણ છત્રનું છે. એ ત્રણ છત્રી સવળાં કે અવળાં સમજવાં?
આ ત્રણ છત્ર દેશભરમાં આરસ કે ધાતુની મૂર્તિઓમાં મૂર્તિ ઘડતી વખતે જે અંદર છે બનાવવામાં આવ્યાં છે તે બધાં સવળ વિદ્યમાન છે, પરંતુ વીતરાગસ્તોત્ર, તેની ટીકા અને લખાણ છે એવાં પ્રકારનું છે કે ભલભલા વિદ્વાનો એકવાર વાંચીને ભગવાન ઉપર અવળાં જ છત્રો લગાડવાં ? જોઇએ એવો અર્થ કરી બેસે. ચતુર્વિધ સંઘમાં આજે કોણ ઊંડું વિચારે છે? અપેક્ષાએ જોઇએ તો આ નાની બાબત લાગે, એટલે એ દિશા જ લગભગ સહુની શૂન્ય હોય એટલે વીતરાગસ્તો છે
લોક વાંચીને આગળ પડતી વિદ્વાન વ્યક્તિઓ જે અર્થ કરે, નીચેનાં સહુ કોઈ તેને અનુસરે. ખાતા છે કારણે કોઈ કોઈ સ્થળે અવળાં છત્રનું સર્જન કરી નાખે તે સ્વાભાવિક છે, પરંતુ મને મારા આખ્યાન છે વ્યાપક સંશોધન અને મંથનને અને મારી દૃષ્ટિએ સમજાયું છે કે અવળાં છત્રની માન્યતાને છે કોઇ સ્થાન જ નથી. મેં ઉપર કહ્યું તેમ શ્લોક અને માત્ર તેની ટીકા જો ઉપર ઉપરથી વાર છે
લે તો પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી અવળાં છત્રની જ વાત કરે છે એમ જ તેઓ સમજી લે, પણ હું એ લોકો તટસ્થ છે, સત્યના સાચા ખપી છે. તેઓને સાચી સમજ બરાબર આપવામાં આવે તો માં છે થએલી ગેરસમજ જરૂર દૂર થાય.