________________
છત્રની બાબતમાં એક વાત ફરી જણાવી દઉં કે-શાસ્ત્રનાં પાઠો અંગે ગમે તેમ તર્ક કરો, ગમે તે દલીલો કરો, એકબીજાની વાતોને ખોટી કે ખામીવાળી કહો, ગમે તે રીતે પાઠ લગાડો. એ બધું કરી શકાય છે પણ એક વાત નિશ્ચિત છે કે સવળાં છત્રની માન્યતામાં કશો ફેરફાર કરી શકાય તેમ નથી, એ શાસ્ત્રકારોનું નિર્વિવાદ અંતિમ સત્ય છે. પરિકરની અંદરના પ્રત્યક્ષપ્રમાણને એટલે સવળાં છત્રને સ્વીકાર્યા સિવાય કોઇનેય ચાલે તેમ નથી.
જે વ્યક્તિ વીતરાગસ્તોત્રની ટીકાના આધારે અવળાં છત્રનો મત ધરાવે છે તેઓ આ લેખને ખૂબ ધ્યાનપૂર્વક, તટસ્થભાવે, તમામ પૂર્વગ્રહો છોડીને વાંચે.
અન્તમાં વાચકોને વિનંતી કે કોઇપણ સાધુ કે શ્રાવક અવળાં છત્રનો વિકલ્પ છે એમ પ્રબળ પુરાવા સાથે, ખોટાં તર્કો, ખોટા પાઠો તેના જ ખોટા અર્થો, ખોટી દલીલો, જુટ્ટી રજૂઆતો અને ફેકોલોજી સ્વભાવ વગેરેનો સહારો લીધા વિના સભ્ય ભાષામાં જણાવીને અમારૂં ધ્યાન ખેંચે. ૨. તીર્થંકરદેવની કેશમીમાંસા
તીર્થંકર લોકોત્તર વ્યક્તિ છે એટલે તેમની કાયાની કેટલીક વિશેષતાઓ છે. તે કરતાંય હવે તેઓ દેવાથી વંદનીય, પૂજનીય બન્યા હોવાથી પોતાની જવાબદારી અદા કરવા અને પોતાના આત્મકલ્યાણ માટે ભગવાનની ભક્તિમાં અનન્યભાવે તલ્લીન રહે છે. તીર્થંકરનો આચારસંહિતા સ્વતંત્ર સંહિતા છે. તેની સરખામણી કોઇની સાથે કરવાની હોતી નથી. કારણ કે તીર્થંકર નામકર્મ એમણે જે બાંધ્યું છે તે એવું બાંધ્યું છે કે તેનાં કારણે અનેક વિશેષતાઓ તીર્થંકરોના જીવનમાં ઊભી થવા પામે છે. આ બીજા લેખમાં તીર્થંકરદેવના વાળ અંગે વિચારણા કરવામાં આવી છે. નીર્થંકરો માટે એ વાત છે કે તીર્થંકરો દીક્ષા લેતી વખતે સ્વહસ્તે માથાના વાળ કાઢી નાંખે છે. તે પછી જેટલા વાળ માથા ઉપર જે કંઇ અવશેષ રહ્યા હોય તેમાં જીવનપર્યન્ત ઓછાવત્તા થતા જ નથી, એવું વીતરાગસ્તોત્રના ટીકાકાર કહે છે એમ ઘણા સાધુઓ--શિક્ષકો યથાર્થ સમજના અભાવ સમજે છે, પણ એ સમજ ખોટી છે. કેમકે કેટલાક દાખલા અને આગમના ઉલ્લેખો અત્યન્ત સ્પષ્ટ રીતે એમ જણાવે છે કે તીર્થંકરદેવને દીક્ષા લીધા પછી પણ વાળ વધતા હતા અને દેવળજ્ઞાન થયા પછી જ્યારે ભગવાન સમવસરણમાં પહેલીવાર બિરાજે ત્યારે મસ્તકની શોભા વાળથી છે તેથી જોનારાને ભગવાન સુંદર લાગે માટે ઇન્દ્ર મહારાજા ભગવાનના મસ્તક ઉપરના અને દાઢી--મૂછના વાળને પણ પોતાની દૈવિક પ્રભાવક શક્તિથી સુંદર બનાવી દે છે અને એ વાળ કંઠ નિર્વાણ થતાં સુધી વિદ્યમાન રહે છે.
મેં મારા લેખમાં દીક્ષા લીધા પછી કેવલજ્ઞાન થાય ત્યાં સુધી ભગવાન વાળ વિનાના અને વાળવાળા બંને પ્રકારે હોય છે એવું સાબિત કર્યું છે. લોચની બાબતમાં કેટલાકે પ્રશ્નો કર્યા કે લોંચ કોની પાસે કરાવતા હશે? કેટલા વખતે કરાવતા હશે? વગેરે...પરંતુ આવી બધી બાબતમાં ખુલાસા શાસ્ત્રમાં મળતા નથી, અને પ્રાયઃ આવી વાતોમાં તેઓ વિશેષ લખતા પણ નથી એટલે [ ૭૦૯ ]
-
ROCKIN