________________
24
TTT
શિરોમણી પાર્શ્વનાથના સ્થાપક પુણ્યવંતા આત્માને રાતના કેટલાક સંદેશા આપ્યા તેની ટૂંકી નોંધ ” અહીં નીચે આપું છું. આ નોંધ શેઠશ્રીએ મારા ઉપર મોકલાવી હતી તે ઉપરથી આપી છે.
(૧) આચાર્યપદવીની તમોએ હા પાડી તેનો અપાર આનંદ સ્વર્ગસ્થ ગુરુદેવે વ્યક્ત કર્યો છે.
(૨) જે દિવસે તમોએ પદવીની હા પાડી, તેના બીજા દિવસથી જ તેઓશ્રી બીજા સૂક્ષ્મદેહે સાહિત્યમંદિરમાં તમારી પાસે આચાર્યપદવી આપવાના દિવસ સુધી તમારા સાંનિધ્યમાં વાસ કરવાના છે, અને તમને આધ્યાત્મિક તથા માનસિક નિર્મળતા વધારવા અને તેનું બળ આપવાના છે. સુદિ પાંચમ સુધી રહેશે. છટ્ટના વિદાય લેશે અને પાંચમની રાતે મને સંદેશો આપશે જે મારે તમને જ કહેવાનો છે. આ પ્રમાણે મારી જોડે વાત કરી છે.
(૩) “પાલીતાણામાં જૈનશાસનની જે મહાન પ્રભાવના થશે તે તમારા માત્ર પુરુષાર્થનું પરિણામ નહીં હોય પણ કરનારી બીજી શક્તિઓ કામે લાગશે. એક દેવી પદ્માવતીજી અને બીજો હું. અમો જૈનધર્મનો જયજયકાર કરાવશું.” એમ જણાવવાપૂર્વક ભગવતી શ્રી પદ્માવતીજી સાથે રહીને સહીયારો પ્રયત્ન કરવા દ્વારા, હજારો વર્ષમાં ન થયો હોય તેવો ઐતિહાસિક પ્રસંગ નિર્માણ કરીને જૈનધર્મની મહાન પ્રભાવના કરવામાં અકલ્પનીય ફાળો આપ્યો અને પદવી પ્રસંગે પણ અદૃશ્ય રહીને આશીર્વાદ આપ્યા હતા.
(૪) છેલ્લા નવ દિવસ પાલીતાણાનું વાતાવરણ દિવ્ય, ભવ્ય અને અનેરું સર્જવા માટે શ્રી ધરણેન્દ્ર અને પદ્માવતી માનો સાહિત્યમંદિરમાં વસવાટ રહ્યો.
(૫) માગસર સુદિ ૧-૨-૪ મુંબઈવાળા સુશ્રાવકે રાતના સ્વપ્નમાં પાલીતાણા ઉપર દેવદેવીઓને સુગંધી જલ-પુષ્પની વૃષ્ટિ કરતા જોયા અને પ્રશ્ન કર્યો કે આપ બધા કેમ આ બધું કરી રહ્યા છો ત્યારે આચાર્યપદવીનો અભિષેક હોવાથી અમો વાતાવરણને અને સ્થળને શુદ્ધ, પવિત્ર અને દિવ્ય બનાવવા ભક્તિ કરી રહ્યા છીએ વગેરે કહ્યું. તે વખતે પૂજ્ય સ્વ. ગુરુદેવ તથા મુનિશ્રી જયાનંદવિજયજીને પણ સ્વપ્નમાં આવ્યા અને વાર્તાલાપ થયો હતો. ચોથની રાતના સ્વપ્નમાં પદવી પ્રસંગે બે દિવ્ય વ્યક્તિઓ સૂરિમંત્રપ્રદાન પ્રસંગે આવી હતી. વ્યક્તિ ક્યાંથી આવી? કોણ હતી? કોણે મોકલી હતી? તે અધ્યાહાર રાખું છું.
આ બધા પ્રસંગો સ્વપ્નામાં બનેલાં છે.
* સ્વર્ગસ્થ મારા ગુરુદેવની ઘણી અસ્વસ્થ તબિયત છતાં આ બધા પ્રસંગોમાં સ્વસ્થતા જળવાય તે માટે તેઓશ્રીએ જ સંભાળ રાખી. સમારંભ પ્રસંગે અદૃશ્ય રીતે ધ્યાન રાખી એમના સ્વાસ્થ્યની સુરક્ષા કરી હતી. અને એથી જ પાંચ--છ કલાક સુધી બેસવા છતાં તે વખતે કે પાછળથી પૂજ્યશ્રીને જરા પણ તકલીફ ઊભી થવા પામી ન હતી. ડોકટરને ન બોલાવવા પડયા કે ન દવા લેવી પડી.
* પદવીને દિવસે ચાંદીનો વરસાદ વરસાવવાની વાત પદવી પહેલા દોઢ મહિના અગાઉ તેઓશ્રીએ જણાવેલી અને જાહેરાત મુજબ એવાં ચક્રો ગતિમાન કર્યા અને એવા ચોકઠા ગોઠવી દીધા કે આચાર્યપદવી પ્રસંગે સૂરિમંત્ર પટ અપર્ણ, કામળી ઓઢાડવાની અને ગુરુપૂજનની બોલીનો
$T T > ? [623 | 2 = 2 2` ૯૨