________________
આવે છે. આ બાબતનો અનુભવ ન હોવાથી વાચક મુંઝાય. તો સમજવાનું એ છે કે પ્રથમના અગ્નિજ્વાલાસમ વિશેષણ શબ્દથી ઉપરનો રેફ, અને બીજા અગ્નિજ્વાલા વિશેષણથી નીચેનો રેફ સમજવાનો છે. ‘અગ્નિજ્વાલા' મન્ત્રના આ પારિભાષિક શબ્દથી र् વ્યંજન લેવાનો છે. કેમકે ` અક્ષર એ અગ્નિનું વાચક બીજ છે.
એની વધુ ખાત્રી માટે જણાવું કે સિદ્ધચક્રયન્ત્ર-પૂજનમાં પૂજનના અન્તે કરવામાં આવતા ચૈત્યવંદનમાં સ્તવનની જગ્યાએ સંસ્કૃત સ્તોત્રો બોલીએ છીએ, ત્યાં સ્તોત્રના પહેલા જ શ્લોકના પ્રારંભમાં ર્ષ્યાધોયુત્સવિત્તુ॰ આ વાક્ય છે, તેનો અર્થ ઊર્ધ્વ અને અધો એટલે ઉપર અને નીચે બંને સ્થળે રૂ થી યુક્ત એવું....
બે રેફથી સંપુટ પણ બને, પ્રભાવ પણ વધે છે.
ઋષિમંડલની જેમ સિદ્ધચક્ર મન્ત્ર-યન્ત્ર ઉપર પણ લેખમાળા મારે લખવી બાકી છે. જો કે આ અંગે બીજી રીતે સિદ્ધચક્ર યન્ત્ર-મન્ત્ર પૂજન એક સર્વેક્ષણ અને સમીક્ષા' નામની બુક સાતેક વરસ ઉપર બહાર પડેલી છે. જેમાં ઘણી ઘણી અવનવી હકીકતો આપી છે. પૂજ્ય આચાર્યાદિ મુનિવરો વિધિવાળાઓ વગેરેને મોકલી આપી હતી. આજે તે અપ્રાપ્ય છે.
યશોદેવસૂરિ —
બાબત બહુ જ નાની, સામાન્ય, પણ ખ્યાલ રાખવા જેવી—
અત્યન્ત પ્રચલિત ચારેય જૈન ફિરકાઓમાં સર્વમાન્ય એવા ચતુર્વિધ શ્રીસંઘની હજારો વ્યક્તિઓ જેનો નિત્યપાઠ જ્યારે કરતી હોય એવા સ્તોત્રો શીખવા કે પાઠ કરવા માટે જાતજાતની પ્રતિઓ લખતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સંપ્રદાયભેદ, અનુભવભેદે કે વિદ્વત્તાભેદે, વિવિધ પ્રકારના પાઠભેદો સર્જાયા કરે તે આ એક સમયની સ્વાભાવિક પ્રક્રિયા છે.
છેલ્લાં ૩૦૦ વરસોમાં લખાએલી લગભગ એકસોથી વધુ પ્રતિઓ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના કેટલાક ભંડારોમાંથી મે મંગાવીને જોઈ, તે પછી ઢગલાબંધ૨ પાઠભેદો પાઠાંતરોની નોંધો તારવી, તેના ઉપર તન્ત્ર, મન્ત્ર, ભાષા, વ્યાકરણ, ગાથાક્રમ, સંકલન યોગ્યતા આ બધી બાબતોની દૃષ્ટિએ વ્યાપક રીતે ઊંડો વિચાર કર્યો, ત્યારબાદ મારા ક્ષયોપશમ પ્રમાણે યથાર્થ પાઠ સુવ્યવસ્થિત કરી તેની પ્રેસકોપી કરી અને તે ઉપરથી હું આ ૠષિમંડલ મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કરાવી રહ્યો છું. આટલી ભૂમિકા કરી હવે મૂલ વાત જણાવું.
અર્થની દૃષ્ટિને ખ્યાલમાં રાખી સ્તોત્રપાઠ મેળવતાં મને સંશોધકો, રસ ધરાવતા અભ્યાસીઓ માટે ઉપયોગી બને તેવી જરા આશ્ચર્ય પણ ઉપજાવે તેવી એક બે બાબત જોવા મળી તેની ચર્ચા-વિચારણા અહીં રજૂ કરૂં છું.
આ સ્તોત્રને ભણનાર વર્ગમાં સામાન્યવર્ગ નથી પણ આચાર્યો, પદસ્થો, વિદ્વાનો હોય છે.
૧.
બે રેફવાળા બીજના, અન્ય ઉલ્લેખો અન્ય ગ્રન્થોમાં મળે છે.
[ ૬૭૯ ]