________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
ભક્તિગગા નવસ્મરણની પ્રસ્તાવના |
વિ. સં. ૨૦૪૪
ઇ.સત્ ૧૯૮૮
સંપાદકીય નિવેદન
–આ.શ્રી યશોદેવસૂરિ ' સાચા હૃદયથી ઉત્કટ ભાવથી કરેલી પરમાત્માની ભક્તિ ભક્તને ભગવાન બનાવી * શકે છે. આત્માને પરમાત્મા, જીવને શિવ અને નરને નરોત્તમ બનાવી દે છે, માટે
ભક્તિને મુક્તિની દૂતી કરી છે. તે પ્રચંડ આધ્યાત્મિક શક્તિ ધરાવે છે. - એક કવિએ લખ્યું છે કે ભગવાન આપ પારસમણિ જેવા છો. એટલે કે પારસમણિનો સ્પર્શ થાય અને જેમ લોઢું સોનું બની જાય છે તેમ પારસમણિ જેવી આપની ભક્તિનો સ્પર્શ થઇ જાય તો આત્મા સોના જેવો શુદ્ધ બની જાય.
પારસમણિની ઉપમા એ શ્રેષ્ઠ કક્ષાની ઉપમા હોવા છતાં એક જૈન કવિને આ વાત - જરા ખટકી, એમને લાગ્યું કે આ થોડું અધૂરું સત્ય છે. ભક્તિની શક્તિને અન્યાય કરનાર છે.
પારસમણિની ઉપમા સાપેક્ષદૃષ્ટિએ બરાબર છે પણ તે અપૂર્ણ અને અધૂરી છે. કેમકે ભગવાનની ભક્તિ કે એમની ઉપાસના જો ઉત્કટભાવે થાય તો ભક્ત પોતે જ ભગવાન બની શકે છે. જ્યારે પારસમણિ ભલે લોઢાને સોનું બનાવે, લોઢાના
પરમાણુઓને રૂપાંતર કરીને સુવર્ણરૂપે ભલે બનાવે પણ પારસમણિ લોઢાને પારસમણિ - તો બનાવી શકતું નથી એટલે એક ગીતમાં લખ્યું છે કે
પૂજા કરતાં પ્રાણીઓ પોતે પૂજનીક થાય”
“જિન ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” આ પંક્તિઓ પણ એ જ વાત સ્પષ્ટ કરે છે. પરમાત્મા તીર્થકરની નામસ્મરણ
34 આમ,