________________
SSSSSSS
જુદી વિધિઓ, સિદ્ધાચલના ૨૧ ખમાસમણાના દુહા, પર્યુષણપર્વનું સ્તવન, હાલરડું, વૈરાગ્યની સજ્ઝાયો, સ્નાત્રપૂજા, આરતી, મંગળદીવો, સુતકવિચાર વગેરે વગેરે સંગ્રહ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત પરમાત્મા પાસે બોલવાના સરળ ભાવવાહી સંસ્કૃત શ્લોકો અર્થ સાથે આપ્યા છે. કોઇ ચીજ ગુમ થઇ હોય તો તે મેળવવા શું કરવું જોઇએ અને રિદ્રતા આવી ગઇ હોય તો શું ગણવું જોઇએ વગેરે વિગતો આ પુસ્તકની શરૂઆતમાં સ્વતંત્ર પાનામાં જણાવી છે. આ પુસ્તક ઘરમાં હશે તો ગમે ત્યારે ઉપયોગી બનશે.
શ્રી ગૌતમસ્વામીજીનો મોટો રાસ પ્રાયઃ દરેક સ્થળે બેસતા વરસે સંઘને સંભળાવવામાં આવે છે. આ રાસના બનાવનાર પૂજ્ય મુનિવર શ્રી વિનયપ્રભવિજયજી છે. જેઓ ખરતરગચ્છના સાધુ હતા. એમને પોતે દરિદ્રતા માટે જે વાત જણાવી છે તે આ ગ્રંથમાં શ્લોકમાં આપવામાં આવી છે તે જોવી.
થોડી સમજ વધુ પડે તે માટે જુદાં જુદાં સ્તોત્રો અને વિષયો ઉપર ટૂંકમાં પરિચય પણ આપ્યો છે.
પાંચમી આવૃત્તિથી આ પુસ્તકનું નામ ફેરફાર કરીને મુખ્ય નામ તરીકે ‘ભક્તિગંગા’ રાખ્યું
આ વખતે આ આવૃત્તિ લેસર ટાઇપ સેટીંગમાં છપાવી છે તેથી કાગળ અને ટાઇપની દૃષ્ટિએ સૌને ગમી જશે.
મતિમંદતાથી, પ્રેસદોષથી કે જાણતાં અજાણતાં જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઇ લખાયું હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડં.
સૌ કોઈ આ પુસ્તકનો સદુપયોગ કરી આત્મકલ્યાણ સાધે એ જ શુભેચ્છા.
સંસ્કૃતિ કલાકેન્દ્ર પાર્શ્વપદ્માવતી ટ્રસ્ટ એસ. પી. એપાર્ટમેન્ટ
માનવમંદિર રોડ, રીજરોડ, વાલકેશ્વર, મુંબઇ
===== [2$] ddddd
વિજય યશોદેવસૂરિ
સં. ૨૦૫૩
\'