________________
80+
*+દ
નવી મૂર્તિઓ જોતાં આનંદ થયો અને આપને મહારાજ સાહેબે (પૂછ્યું) કહ્યું કે શું તમારી પ્રેરણા કારણરૂપ છે? તો કહેવાનું કે મોટા મહારાજ સાહેબની કલ્પના સાચી છે. ગયે વરસે તમારી પાસે ચેમ્બરમાં આવ્યો અને નવો જ પરિચય થયો. હંમેશા આપની પાસે બેસવાનો મોકો મળ્યો.
આપે જૈનમૂર્તિના શિલ્પ વિષે જે નવી નવી માહિતી આપી, માથા ઉપર વર્તુલાકારે ગુંચડીઆ વાળ બનાવવાં, હાથ પગની આંગળીઓ કલાત્મક બનાવવી, ગાદીમાં પરિકર બનાવવું, ફેણની વિવિધતા વગેરે બાબતમાં જે જે સુધારાઓ તમે કરાવ્યા તે બધા અમલમાં મૂક્યા છે. આ બધાથી મૂર્તિઓ ખૂબ જ સુંદર થવા પામી છે. તમે મૂર્તિ-શિલ્પમાં બીજી પણ નવી ડિઝાઇનો બનાવવાનું કહેતા હતા, તે બનાવી કે નહીં? અને શિલ્પસ્થાપત્યના ચિત્રો-ફોટાની ડિઝાઇનવાળો એક પ્રમાણભૂત ગ્રન્થ તૈયાર કરાવવા વિષે કહેતા હતા તો તે કામ શરૂ કર્યું હશે. જરૂર બનાવશો. સોમપુરા લોકો, શિલ્પીઓ અને મારા જેવાને ઘણું જાણવાનું મળશે. મંદિરોની મૂર્તિઓમાં નવીનતા અને વિવિધતા થશે અને જૈન સમાજની કલા-સમ્પત્તિ વધશે. મોટા ગુરુ મહારાજને કહેશો કે મૂર્તિના અંગ-ઉપાંગ કેવા સુંદર અને કલાત્મક હોવા જોઈએ તે અમે બરાબર બતાવ્યા છે, ફોટા-ચિત્રો દ્વારા પણ જે જ્ઞાન મને આપ્યું એવું જ્ઞાન કોઇ મહારાજ સાહેબે આજ સુધી નથી આપ્યું અને મારી સાથે ક્યારેય આ વિષય પરત્વે કોઇ ગુરુજીએ ચર્ચા પણ નથી કરી. તમે એક ઉત્સાહી અને નવો દૃષ્ટિકોણ ધરાવનાર કલાના મર્મજ્ઞ મુનિરાજ છો એટલે આપે સમય આપ્યો. મેં પણ અહીં આવીને વર્ષોથી ચાલી આવતી પરંપરા-ઢાંચો બદલી નાંખ્યો છે. તમે જે જે સૂચના, દિશાસૂચન-આપ્યાં તેને ધ્યાનમાં રાખીને ૪૦ વરસોથી ચાલી આવતી અમારા કારખાનાંની પદ્ધતિ બદલી નાંખી છે અને તેથી મૂર્તિના શિલ્પની સુન્દરતામાં વધારો થયો છે.
હાલ તો તમે મૂર્તિ શિલ્પમાં-જે નવી ખોજ, નવું સંશોધન શરૂ કર્યું છે તેને જોઈને બીજા જૈન ભાઈઓ જલદી તે જ પસંદ કરે છે. તમે મારા પર અને કારીગરો પર જે પ્રેમ, મમતા દેખાડ્યા તેવાં પ્રેમ, મમતા બીજે ક્યાંય જોવાં ન મળ્યાં. તમને મારા સહર્ષ ધન્યવાદ.
—લિ. નારાયણલાલ રામધન મૂર્તિવાલા લખાલેલ પત્ર પહેલો મહારાજ સાહેબ, મુંબઇ.
તા. ૩-૪-૧૯૬૮ના દિવસે શ્રી શ્રી ૧૦૦૮ શ્રી યશોવિજયજી
આપના તરફથી અમને મૂર્તિઓનો ઓર્ડર મળ્યો. અને અમે આપની સેવા કરી, એનાથી અમને જાણવા મળ્યું કે આપ કલા, શાસ્ત્રોક્ત-કલા વિદ્યાના પૂર્ણ, મહાન જ્ઞાની છો. તમે અમને કલા પ્રત્યે આકર્ષિત કર્યાં છે અને તેનાથી અમને (ઘણું) જ્ઞાન મળ્યું છે તે માટે અમે તમારા આભારી છીએ. અમે તમને નિવેદન કરીએ છીએ કે તમે અમને ઉચ્ચ કોટિની કલાકૃતિનું શિક્ષણ-જ્ઞાન આપતા રહેશો. તમને ભગવાન મહાન શક્તિ આપે!
*** [૬૫૬ ] *>>><