________________
માથાના બામ જેવું એટલે તે કામ કરવા કોઈ પ્રેસવાળા અત્યારના સમયમાં જલદી તૈયાર થતા ન હતા. અને તૈયાર થાય તો નજરમાં ન બેસે એવો ભાવ માંગતા હતા. મારી પાસે પ્રુફો જોવાનો સમય હતો નહિ. એ જોવા બેસું તો બીજા કામોને હાનિ પહોંચે, એટલે મારા અત્યંત આત્મીયજન જેવા જાણીતા શ્રેષ્ઠ વિદ્વાન ડો. પં. શ્રી રુદ્રદેવ ત્રિપાઠીને આ કામ સોંપ્યું. ત્રણચાર વર્ષ સુધી તો એ કામ એમની પાસે પડી રહ્યું. તેઓ પણ આ કામને ગતિમાં ન મૂકી શકયા. હું હતાશ થયો. પંડિતજીને લખ્યું કે મારી ઉમ્મર વધતી જાય છે. કાંઠે પહોંચી રહ્યો છું. નાના મોટા કોઇ રોગની પરાધીનતા થઈ જતાં મારૂં એક અંતિમ અતિપ્રિય કાર્ય જો બાકી રહી જશે તો તેનો રંજ રહી જશે. માટે આપ ગમે તેમ કરીને થોડો સમય કાઢીને કોઇ પ્રેસને શોધીને
આ કામ શરૂ કરાવો. છેવટે એમણે કામ શરૂ કરાવ્યું, પણ પંડિતજી પણ અનેક કાર્યોમાં વ્યસ્ત રહેતા હોવાથી એ કાર્ય આગળ વધ્યું નહિ. છેવટે ફરી પાછું લાગણીથી પંડિતજીને પણ લખી ઉત્સાહિત કર્યા. અને અમારૂં કામ થોડું ચાલ્યું. શરૂઆતમાં પ્રુફો ટેસ્ટીંગ ખાતર મંગાવ્યા. મારી કલ્પના મુજબનું મુદ્રણ લગભગ ગોઠવાઈ ગયું. એટલે કાર્ય આગળ ચાલ્યું અને ધીમી ગતિએ કામ થતાં થતાં તે કામ ૨૦૪૩માં પૂર્ણ થયું.
લગભગ ૪૮ વરસ પહેલાં બાલ્યકાળમાં લખાએલી આ કૃતિ સંજોગોના અનેક આરોહ અવરોહને પાર કરતી જનતાની સમક્ષ આજ પ્રત્યક્ષરૂપે રજૂ થઈ રહી છે તો પણ મારા માટે પરમતોષ અને આનંદનો વિષય એટલા માટે છે કે જેની આશા નહીંવત્ હતી એ વસ્તુ પૂર્ણતાને પામી.
પ્રસિદ્ધિ થતી કૃતિનો અભ્યન્તર પરિચય
પ્રસ્તુત ‘ઉણાદિ પ્રયોગ યશસ્વિની મંજૂષા'નો પરિચય નીચે મુજબ છે.
પ્રથમ ક્રમાંક, પછી ઉણાદિથી નિષ્પન્ન શબ્દ, પછી કયા ધાતુ ઉપરથી તે શબ્દ બન્યો, તે પછી તે ધાતુ કયા ગણનો, તે પછી વ્યુત્પત્તિ, ઉણાદિના કયા સૂત્રથી સિદ્ધિ થઇ તે સૂત્ર, પછી પ્રત્યક્ષ કયો લાગ્યો તે, તે તે શબ્દોનું લિંગ શું છે? એ પછી ઉણાદિના શબ્દનો ગુજરાતી અર્થ, હિન્દી અર્થ, આ રીતે દરેક શબ્દ માટે આયોજન કરેલું છે. ફક્ત ૧૧મું ખાનું ખાલી રહ્યું છે કેમકે અંગ્રેજી શબ્દવાળી પ્રથમની અતિશ્રેષ્ઠ ઉણાદિની પ્રેસકોપી ગુમ થઇ ગઇ. તેની યાદમાં અથવા ક્યારેક એ કાર્ય કરવાનું કોઈને મન થાય તો જગ્યા ઉપયોગી બને માટે ખાનું ખાલી રાખ્યું છે.
ટાઇપ નાના વાપર્યા સિવાય છુટકો ન હતો. જો કે આનો ઉપયોગ અને એ વાપરનારા મર્યાદિત છે એટલે વાંધો પણ નથી.
આ માટે શાસનદેવનો, પૂ. ગુરુદેવનો, ભગવતી મા પદ્માવતીજીનો, મારી સાથે રહેતા ભક્તિવંત શિષ્યોનો તથા કંટાળો લાવ્યા વિના પૂરા ઉત્સાહથી સુંદર અક્ષરોમાં લેખન કાર્ય કરનાર વિનીત સાધ્વીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું.
૪ [ ૬૬૦]