________________
સિદ્ધાન્ત કૌમુદીનું અધ્યયન જાણીતા વિદ્વાન શાસ્ત્રીય છોટાલાલજી પાસે કર્યું હતું. જેઓ એક ?
વ્યુત્પન અને પ્રખર વિદ્વાન હતા. જેઓ અજૈન હોવા છતાં રોજ ભક્તામર સ્તોત્રની રચના છે. પ્રત્યે અપારશ્રદ્ધા એટલે રોજ પાઠ કરતા હતા. આ પંડિતજી પાસે ૧૯૯૫ માં ઉણાદિનું જયારે હું
અધ્યયન કર્યું ત્યારે ઠીક ઠીક વ્યુત્પત્તિમાં શબ્દો વાક્યો પૂરવાની પદ્ધતિ આત્મસાત્ થઈ ગઈ. પછી પંડિતજી રોજ ૧૦-૧૨ શબ્દો આપતા અને મને સ્વયં વ્યુત્પત્તિ કરવાનું કહેતા. આના 8 પરિણામે વ્યુત્પત્તિ કેમ કરી શકાય તેની પદ્ધતિ આવડી ગઈ. તે પછી એકાદ વરસ બાદ બધી વ્યુત્પત્તિઓ લખાઈ ગઈ.
ત્યારપછી ત્રણ વર્ષ બીમારીમાં ગયા. બ્રેનની તકલીફ હોવાથી ભણવાની બિલકુલ મનાઈ છે હતી, એટલે કમનસીબે જ્ઞાનમાં નવી કમાણી થઈ ન શકી. તબિયત થોડીક ઠીક થઈ એટલે જ જાણીતા વિદ્વાનો પંડિત સત્યદેવમિશ્રજી તથા પં. દીનાનાથ ઝા તથા બીજા એક બે પંડિતોએ 8 ડીગ્રી કોર્સ કરવાનો ખૂબ આગ્રહ કર્યો. છેવટે એ શરૂ કરવો પડ્યો. એમાં સિદ્ધાન્ત કૌમુદીની રે ટીકા, પરિભાષ શેખર, બાલમનોરમા ટીકા, વૈયાકરણભૂષણસાર વગેરે ગ્રન્થોના જરૂરી ભાગોનું દે અધ્યયન કર્યું. વ્યુત્પત્તિવાદ તથા મંજૂષા અને પાણિનીય સૂત્ર ઉપરના મહાભાષ્યના જરૂરી ! ભાગનું પણ અધ્યયન કર્યું. હૈમકોશ (રોજના ૪૦ શ્લોક કંઠસ્થ કરવાના હિસાબે) કંઠસ્થ કર્યો. $ સઘન સમાસોથી ભરચક કાદમ્બરી વગેરેનું પણ વાંચન કર્યું. બે ત્રણ વર્ષ સુધી આ બધું કર્યા છે પછી વ્યાકરણાદિકની પરીક્ષા પણ આપી. મંજૂષા અને વ્યુત્પત્તિવાદ સુતા સુતાં ભણ્યો ત્યારે જ પંદર મિનિટ પાઠનું શ્રવણ અને પંદર મિનિટ આંખ મીંચીને આરામ, એ રીતે કોર્સ પૂરો કર્યો છે
હતો. આ પ્રમાણે સાર્વજનીક ગ્રન્થોના ગુરુકૃપાથી થએલા અધ્યયનની ટૂંકી વાત જણાવી. છે હવે પ્રસ્તુત ઉણાદિની વાત જોઈએ.
વ્યાકરણમાં એક પ્રકરણ ઉણાદિનું હોય છે. આ પ્રકરણ એટલા માટે રાખવામાં આવે છે કે જે શબ્દની સિદ્ધિ સ્વાભાવિક નિયમ અનુસાર તેમજ પ્રચલિત ધાતુ સૂત્રો વગેરેથી ન કે થતી હોય તો શું કરવું? એના ઉપાય તરીકે ભાષાવિદોને ઉણાદિની રચના ઊભી કરવી પડી છે છે. મોટા વ્યાકરણમાં પ્રાયઃ ઉણાદિનો વિભાગ જરૂર હોય છે. અને એ વિભાગ પાંચ પાદથી હૈ લઇને દશપાદ સુધીનો પણ હોય છે. ઉણાદિને ઉણાદિકોશ પણ કહેવામાં આવે છે. ઉણાદિ 8 ઉપર લગભગ ૨૦ થી વધુ ટીકાઓ મળે છે. વ્યાકરણ શાસ્ત્રમાં ઉણાદિનું સ્થાન ઘણું મહત્ત્વનું છે છે. એ બધાયમાં પાણિનીના ઉણાદિને સર્વોપરિ કહી શકાય.
જ્યારે મેં પાણિનીનું ઉણાદિ પ્રકરણ ભણવું શરૂ કર્યું ત્યારે શબ્દોની વ્યુત્પત્તિઓ કેમ છે કરવી તેનું જ્ઞાન પંડિતજી દ્વારા થવા પામ્યું હતું. બે વર્ષ વીતી ગયા પછી મને થયું કે છે વ્યુત્પત્તિઓનું જ્ઞાન સંસ્કૃતના ઉગતા વિદ્યાર્થીઓને માટે અને મારા વ્યાકરણરસિક સાધુ સાધ્વીજીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. એટલે જૂની નવી વ્યુત્પત્તિઓ બનાવીને મેં મારા હાથે લખવાનું શરૂ કર્યું અને સં. ૧૯૯૫-૯૬ માં ઉણાદિના બધાય શબ્દોની વ્યુત્પત્તિઓ છે લખીને કે પૂરી કરી. wwwwwww [ ૬૫૮ ] - wwww