________________
પણ પાછળથી વિહાર થતાં અને બીજાં પણ કારણોસર આ એક ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ યોજના ખોરંભે પડી ગઈ.
આજે લગભગ ૪૫ વરસ પહેલાંની ડિઝાઈનો અમારી પાસે પડી છે. જો આ શક્ય ને બન્યું હોત તો અભૂતપૂર્વ શક્યવર્તી કાર્ય થાત અને હજારો વર્ષમાં એક અજોડ કામ બન્યું લેખાત અને મુનિજીની જ્ઞાન અને કલા શક્તિનો લાભ હજારો લોકોને વરસો સુધી મળતો રહેત.
ઉપરની વાત વચમાં પ્રાસંગિક કરી
ત્યારપછી આગમમંદિરમાં ચૌમુખજી પધરાવાનું નક્કી થયું પણ મુનિજીને આ વાત $ જરાપણ ગમતી ન હતી છતાં મુનિજીએ પ્રભાશંકર મિસ્ત્રી અને પૂજ્ય સાગરજી મહારાજ, શેઠ બૂથ જે પોપટલાલ ધારશી અને પૂજયશ્રીના ધર્મમિત્ર મુનિવર મહેન્દ્રસાગરજી વગેરે સાધુઓની હાજરીમાં જ છે એક સૂચના કરી કે ચૌમુખજી પધરાવા જ છે તો-અને ભીંતમાં શિલાઓ ચોટાડવાની છે તો શું
ભીત અને ચૌમુખજીની બેઠક વચ્ચે ઓછામાં ઓછું ત્રણ ચાર ફૂટનું અંતર રાખો તો સારું વું જેથી શિલાઓનાં દર્શન થાય, આગમોનું અસ્તિત્વ દેખાય અને હકીકતમાં આગમમંદિર નામ સાર્થક બની રહે. જો એમ નહીં થાય તો આગમમંદિર ગૌણ થઈ જશે, અને આવનારની નજરમાં મુખ્ય જિનમંદિર જ દેખાશે. પણ આર્થિક અને અન્ય કારણોસર તેમ થવા ન પામ્યું. હું અને ચૌમુખજી નજીકમાં રાખવાથી શિલાલેખો સાવ ગૌણ બની ગયા. ભાવિભાવ.
પછી આગમો શિલોત્કીર્ણ કેમ કરવા એમાં પણ મુનિજીએ પૂરેપૂરો રસ લીધેલો. દરેક શું શિલા ફરતી બોર્ડરો હેતુલક્ષી ચીતરાવવી પછી કોતરાવવી અને પછી રંગ પૂરણી પણ કરવી. “ ત્યારે શિલા કોતરવાનું મશીન જાપાનમાં હતું એટલે ત્યાંથી એક નમૂનો આરસ પર કરાવી તે મંગાવરાવ્યો, સહુને ગમ્યો પણ વધુ થનારો ખર્ચ તથા બીજા કારણોસર બોધક, સાર્થક અને હૃ કલાત્મક શિલાઓ થવા પામત અને અનેરો પ્રભાવ પાડી શકત પણ તે ન બન્યું.
કોણ જાણે પૂ. સાગરાનંદસૂરિજીને ત્યાં સાંજે ચાર વાગે ન ગયા હોય તો તેડું કરે એટલી જે લાગણી પ્રેમ અમો-ગુરુ-શિષ્ય ઉપર હતાં અને ગુરુજી ઉપર તો દ્રવ્યાનુયોગના સમર્થ વિદ્વાન અને એક અતિ વિનયશીલ આત્મા તરીકે ઘણું જ માન હતું.
પૂજ્ય શિરછત્ર ગુરુદેવો સાથે રહીને જ તેમને જાણ કરીને જ ઉપરનાં કાર્યો મુનિજી સ્વયં કરતા હતા.