________________
સમગ્ર વિશ્વ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બનેલું છે. આ પાંચ તત્ત્વો વડે વિશ્વનું વ્યવસ્થિત-અવિરત સંચાલન ચાલી રહ્યું છે. આ તત્ત્વોનાં નામો અનુક્રમે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ (-પોલાણ) છે. જેમ વિશ્વના સંચાલનમાં પાંચ તત્ત્વો ભાગ ભજવી રહ્યાં છે તેમ આપણું શરીર પણ એ જ પાંચ તત્ત્વોથી ચાલી રહ્યું છે. જે પિંડે તે બ્રહ્માંડે જે બ્રહ્માંડે તે પિંડે' એટલે જે પિંડ કહેતા શરીરમાં જે છે તે જ અખિલ વિશ્વમાં– બ્રહ્માંડમાં છે અને જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં-દેહમાં છે. કેવો બંધબેસતો સમન્વય?
આ પાંચે તત્ત્વો સમ એટલે સરખા પ્રમાણોપેત રહે તો તો વ્યક્તિને, સમષ્ટિને, કે વિશ્વને કશી આંચ ન આવે. કશી ઉથલપાથલ ન થાય પણ જો તત્ત્વો વિષમ થઈ જાય, મર્યાદા તજી દે, તો સહુને માટે ચિંતા, દુઃખ અને તકલીફનો વિષય બની જાય છે. જેમ પૃથ્વી માટે ધરતીકંપ, પાણી માટે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને નદી સમુદ્રના પ્રકોપ, અગ્નિ માટે અતિ ઉગ્રતાપ, વિદ્યુત શક્તિ અને વધીને બોમ્બ વગેરે. વાયુ માટે વાવાઝોડું, ઝંઝાવાત વગેરે તત્ત્વોની આ બધી વિષમાવસ્થાઓ છે, અને એ પાંચે તત્ત્વો જ્યારે વિફરે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તે પુસ્તકો, પત્રો વગેરે દ્વારા સહુ જાણીએ છીએ. માટે જ વૈજ્ઞાનિકોએ પણ આ પાંચ તત્ત્વોની સામે વધારે પડતા ચેડાં-ચાળા ન કરવા જોઈએ. નહીંતર એનું પરિણામ છેવટે વિનાશમાં આવે છે.
આપણા શરીરમાં પણ પૃથ્વી તત્ત્વનાં સ્થાને હાડકાં, જળતત્ત્વનાં સ્થાને લોહી, પાણી વગેરે, અગ્નિતત્ત્વના સ્થાને જઠરાગ્નિ (તૈજસશરીર) અને વાયુતત્ત્વના સ્થાને શરીરમાં રહેલો વાત (ગેસ) અને આકાશના સ્થાને ઉચિત પોલાણ જેવી વાયુ વગેરેનું સંચરણ બરાબર થઈ શકે. આ પાંચે તત્ત્વો શરીરમાં ‘સમ’ એટલે જોઈએ તેટલાં પ્રમાણોપેત રહે ત્યાં સુધી સારું રહે, પરન્તુ અયોગ્ય આહાર-વિહારાદિના લીધે જો ઉશ્કેરાય તો ‘વિષમ’ બની જાય, અને વિષમ બનતાં શરીરમાં અસ્વસ્થતા સર્જાય અને એ અસ્વસ્થતા સર્જાવાથી કોઈ વખતે ચાલુ ક્રિયામાં ઉલટી, ઝાડા, ચૂક, દુઃખાવો તથા નાના મોટા કોઈપણ ઉપદ્રવો થવાની શક્યતા ઊભી થવા પામે ખરી. એ ન થાય, માટે તેમજ વિષમ ક્ષુદ્ર દૈવિક રાક્તિઓ વિઘ્ન ન કરે એ માટે ક્ષિ ૬ ઓૢ૦નો ન્યાસ કરવાનું ખાસ વિધાન કરવામાં આવ્યું છે.
—૧. ક્ષિ, ૨. ૫, ૩. ઓં, ૪ સ્વા, અને પ. હા. પૃથ્વી આદિ પાંચ તત્ત્વો માટે મંત્ર મહર્ષિઓએ આ પાંચ વર્ણવાળા પાંચ મંત્ર બીજો નક્કી કરેલા છે. એ પાંચે તત્ત્વોને શરીરમાં સ્થાપન કરવામાં આવે તો શરીરના પંચભૂતો સરખા રહી શકે એટલા માટે આ ન્યાસ કરવાનો છે. પૃથ્વીતત્ત્વ માટે ક્ષિ, જળતત્ત્વ માટે હૈં, અગ્નિતત્ત્વ માટે અે, વાયુતત્ત્વ માટે સ્વા અને આકાશતત્ત્વ માટે ા છે.
લોકોને આ અંગે કશું જ્ઞાન હોતું નથી. પૂજાના ઉપદેશક ગુરુઓ અને વિધિવાળાક્રિયાકારકો તરફથી અગાઉથી આ બધી ક્રિયાઓની સમજણ જ્ઞાન કશું અપાતું નથી. ખુદ ગુરુઓ અને મોટાભાગના વિધિકારોને પણ આ જ્ઞાન હોતું નથી, એટલે એમની પાસેથી વિશેષ શું અપેક્ષા રખાય! પૂજન વખતે કંઇપણ સમજણ કે જ્ઞાન વિના જેમ તેમ કરીને ક્ષિપની ચેષ્ટા 3->•<•><s* [૬૨૮ ] » &
*>[><+