________________
-- ---- ---- -- - ---- ----- --- - હું કરાવું છું એવું ચિંતવે. આ શુદ્ધિ તે મંત્ર દ્વારા કરાતી કાલ્પનિક શુદ્ધિ છે. કલ્પનાથી કરાતી ? શુદ્ધિની ચેષ્ટાઓની વિશેષતા કઈ રીતે છે તે માટે લખવાનું લંબાણ અહીંયા કરતો નથી. ?
૧૫ મા ચિત્રમાં મનને શુદ્ધ, સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે કલ્મષદહનની ક્રિયાનું ચિત્ર છે. પૂજન કરતાં પહેલાં બધાં પાપોને બાળીને ભસ્મ કરી નિષ્પાપ બનીને પૂજન આદિ શું ક્રિયાઓ થાય તો તે ઉત્તમ ફળને આપી શકે એટલે આ ક્રિયા મુદ્રા કરીને વિધિમાં બેઠેલા , ભાઈઓ-બહેનોએ પોતાની નજર સામે પોતાનાં બધાં પાપોને ભસ્મ કરી રહ્યા છીએ એવી ? મનથી કલ્પના કરવી અને સાચી રીતે દહન કર્યું છે એવો ભાવ લાવવો. કલ્મષ દહનની મુદ્રાનું છું નામ “સ્વસ્તિક' છે એટલે કલ્યાણકારી મુદ્રા.
ઘણા લોકો હાથની પાંચ આંગળીઓના પૂરાં નામો જાણતા નથી હોતા. અંગૂઠો ને ટચલી આંગળી બે આંગળીના નામ જાણે, અને આ બધી સાધના ને ક્રિયાઓમાં અમુક અમુક ક્રિયાઓ . માટે અમુક અમુક આંગળીના ઉપયોગની વાત સાધના ગ્રન્થોમાં આવે છે. તેથી અહીંઆ બંને ? હાથની આંગળીઓ તેના નામની ઓળખાણ સાથે બતાવી છે. પૂજા કરવા માટે ચોથી અનામિકા,
(જેનું બીજું નામ સાવિત્રી છે) શાંતિ તુષ્ટિના જાપ કરવા માટે મધ્યમાં અને બીજાને ચુપ કરવા હું જે માટે કે દૂરની વસ્તુ બતાવવા માટે અંગૂઠા જોડેની તર્જની વપરાય છે. સૌથી નાની હોવાથી ?
તેને કનિષ્ઠિકા (ગુજરાતીમાં ટચલી) કહેવામાં આવે છે. આ ચિત્ર જગ્યાની મુશ્કેલીના કારણે છે આડું છાપ્યું છે.
તે પછી સૂરિમંત્ર વગેરેના જાપ પ્રસંગે તથા અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગોમાં પૂજન વિધિ | પ્રસંગે, પૂજા વગેરે કાર્યોમાં આ બધી આંગળીઓનો ઉપયોગ થતો હોય છે. “ફેવમૂત્વા તેવું નેત” એટલે કે દેવ બનીને દેવની પૂજા કરવી. જેની પૂજા કરવાની હોય તે સ્વરૂપે પોતાને કહ્યું. એટલે પોતે માનવી નહિ પણ દેવ બન્યો છે એમ માને. અહીં ફક્ત આંગળીઓમાં સ્થાપના કરી આંગળીઓને પણ કિમતી બનાવવાની છે. કઈ આંગળીમાં કયા પરમેષ્ઠિને સ્થાપન ! કરવા તે ચિત્રમાં જોઈ લેવું.
ત્યારપછી પંચાંગોના ન્યાસના ચાર ચિત્રો આપવામાં આવ્યાં છે. પદ્માસને દોરેલાં પ્રથમ ચિત્રમાં અંગૂઠામાં અરિહંતનો ન્યાસ કરવાનો હોવાથી અંગૂઠા ઉપર તર્જની દ્વારા અરિહંતના ન્યાસની સ્થાપના કરવામાં આવી છે.
૧૬ માં પાનામાં અંગૂઠા ઉપર તર્જની દ્વારા સિદ્ધની સ્થાપના કરવામાં આવી છે, તે પ્રમાણે બાકીની આંગળીઓનું સમજી લેવું.
કરતલ કરપૃષ્ઠ ન્યા. બે પ્રકારે થાય છે. તે બંને પ્રકારોને પ્રતના ચિત્રમાં બતાવવામાં આવ્યા છે.
ત્યારપછી ઋષિમંડલમાં કરવામાં આવતા અષ્ટાંગ વ્યાસના આઠ ચિત્રો આપવામાં આવ્યાં શું છે. પહેલો ન્યાસ અંગૂઠાથી અને ત્યારપછીના ન્યાસો તર્જની અને મધ્યમા આંગળીથી