________________
આ પ્રમાણે માત્ર પરિભાષાનો બોધ કરાવવા માટે, નાદ, બિન્દુ, કલા, બે રેફ સહિત છે. ગઈ બીજને ઉત્પન્ન કરનારી ઋષિમંડલની બે ગાથા સમજાવાના પ્રસંગે થોડી બીજી વાતો પણ જણાવી.
જ કેટલીક જાણવા જેવી છૂટક ઘટનાઓ જ
જો કે નીચે જણાવાતી કેટલીક ઘટનાઓ આ પુસ્તિકા જોડે સંબંધ ધરાવતી ન હોવા છતાં તે જાણીને પ્રસિદ્ધિ આપી છે. એમાં મુનિજીના કલાશોખની વાત સાથે વિશેષ તો ભૂતકાળના વીતેલા, રોમહર્ષક, આકર્ષક સંસ્મરણો ચતુર્વિધ શ્રીસંઘમાં ઉત્તેજના જગાડી પ્રેરણા અને પ્રકાશ આપી રહેશે. અને પૂ. આ. શ્રીમદ્ સાગરાનંદસૂરિજીવાળી ચમત્કારી ઘટના તે જાણવાથી આનંદ થશે. જે હવે તો આ વાતની સાક્ષી પ્રાયઃ જામનગરમાં બિરાજતા માત્ર બે ત્રણ મુનિવરો રહ્યા છે.
નીચે આપેલી કેટલીક ઘટનામાં પૂ. સાગરાનંદસૂરિજીવાળી ઘટના ખાસ વાંચવા જેવી છે. ૧. પૂ. મુનિશ્રી યશોવિજયજીની બાલ્યકાળથી કેવી કલારૂચિ હતી તે. ૨. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી સાથે હરદ્વારના એક સિદ્ધ સાધક સંન્યાસીની આશ્ચર્યપ્રદ
મુલાકાત. ૩. આગમમંદિરના પાયાના કામથી શિલાલેખના કામ સુધી સતત સહાયક રહેલા મુનિશ્રી
યશોવિજયજી. ૪. ૪૫ આગમોને જો ઇચના અક્ષરથી મોટી સાઈઝના હેન્ડમેડ કાગળ ઉપર વોટરપ્રૂફ
શાહીથી લખાવાની અને તેને સાતેક હજાર ચિત્રોથી સચિત્ર બનાવાની સં. ૧૯૯૫ માં
કરેલી જંગી ભગીરથ યોજના. ૫. આગમ લખવાના કાગળો ઉપર છાપવા માટે તૈયાર કરાવેલી ચાર ડીઝાઈનોના બ્લોક. ૬. સાહિત્યમંદિરના મુકામનો સમગ્ર પ્લાન મુનિજીએ બનાવ્યો હતો.
પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજ જેઓશ્રીને જન્માન્તરનો કુદરતી કલા સંસ્કાર છે. તેઓશ્રી નાના હતા ત્યારથી જ તેમને કલાનો કંઈક રસ ખરો અને જરાતરા ડિઝાઈન જેવું બાલવયસુલભ ચિત્રામણ પણ કરતા હતા. તે પછી ૧૯૮૦ના દીક્ષા વરસમાં દીક્ષા પહેલાં કે
પછી બૃહત્સંગ્રહણી ગ્રન્થને લગતાં વીસેક કલર ચિત્રો સ્ટેસીંગ કલોથ-કપડાં ઉપર હાથે વોટર “ કલર ભરીને ચીતર્યા. પંદર વર્ષ જેવી નાની ઉમ્મરમાં ચીતરેલો કપડાંનો કલરીંગ રોલ, તે આજે જે પણ અસ્તિત્ત્વ ધરાવે છે, પછી તો સંગ્રહણીને લગતાં ચિત્રો બધા બનાવવા માંડ્યાં. એમાં જરૂર $ પડી ત્યાં પૂ. ગુરુદેવની તથા અન્યની સલાહ-સૂચનાઓ પણ લીધી. જૈન ભૂગોળ ખગોળ
વિષયને લગતાં મોટાં ચિત્રો હાથે વિવિધ રંગોની પેન્સિલોથી ચીતર્યા, તે લીથો પ્રેસમાં છપાયા. બૃહત્સંગ્રહણી ગ્રન્થ એ મોક્ષ, સ્વર્ગ, મૃત્યુ અને પાતાલલોકનું વર્ણન કરતો પ્રાકૃત શ્લોકોનો ૧૨મી સદીના આચાર્ય પૂ. શ્રી ચન્દ્રસૂરિજીનો બનાવેલો છે. આ પ્રાકૃત શ્લોકની સંસ્કૃત છાયા,
શબ્દાર્થ, ગાથાર્થ અને વિશેષાર્થ, આમ પાંચ રીતે તેનો અનુવાદ મુનિશ્રી યશોવિજયજીએ દીક્ષા *--- --- ---- --we [ ૬૪૩ ] --- --- --- -