________________
<+>$$<> <> <>
-<-> $*> <>
આ જાતનો વિધિ કરવાનું ખાસ કરીને સૂરિમંત્રની પ્રારંભની ક્રિયામાં કરવાનું બતાવ્યું છે.
મંત્રશાસ્ત્રની પરિભાષામાં જેને 'કૂટાક્ષર, સંયુકતાક્ષર કે પિંડાક્ષર કહેવામાં આવે છે. તે અક્ષરો નીચે ચિત્રમાં ઉભા અને આડા બે રીતે બતાવવામાં આવ્યા છે. આ અક્ષર ઉભો કેમ લખાય અને આડો કેમ લખાય તે આલેખન બતાવ્યું છે. આની અંદર અનુસ્વાર વિના સાત અક્ષરો છે. એક સ્વરને છોડી બાકીના વ્યંજનો છે. અનુસ્વાર સાથે આઠ અક્ષરો છે. જેમકે , મ, ત, હૈં, ય, ર, આ ટાક્ષરોનો ઉપયોગ લખવામાં, જાપ કરવામાં આવે છે. જૈનઅજૈન મંત્રોમાં આનો ઉપયોગ થાય છે અને આનું ઉચ્ચારણ ગુરુગમથી શીખી લેવું જોઈએ. જો કે આ અંગે સ્પષ્ટ વર્ણન વાંચવામાં હજુ આવ્યું નથી. આની વિશેષ વિગત મારા તરફથી બહાર પડનારી ઋષિમંડલ પૂજન વિધિની પ્રતમાં જણાવી છે.
ઋષિમંડલપૂજન વિધિમાં ચૈત્યવંદન અને કાઉસગ્ગ કરવાનો અધિકાર આવે છે, એટલે અહીં આ સંવચ્છરી પ્રતિક્રમણની વિધિની અંદર જે પાંચ ચિત્રો છાપ્યાં છે તે ચિત્રોના જ બ્લોકો અહીં છાપ્યા છે.
૨૨ માં પાનાનું પહેલું ચિત્ર પંચાંગ પ્રણામ-પ્રણિપાતનું છે. જૈનધર્મમાં સર્વ ક્રિયાઓમાં પ્રધાન લક્ષ્ય અહિંસા ધર્મના પાલનનું છે. એ હેતુને ધ્યાનમાં રાખીને પંચાંગ પ્રણિપાત-પ્રણામ કરવા જણાવ્યું છે. સાષ્ટાંગ દંડવત્ કરવાનું કહ્યું નથી. તે કરવાથી પોતાની કાયાથી જમીન વધુ વપરાશે, વજનદાર શરીર નીચે પડવાથી સૂક્ષ્મ જંતુઓ કચડાઈ જશે માટે *નિષેધ કર્યો છે.
બીજું ચિત્ર યોગમુદ્રાનું છે. ત્રીજું ચિત્ર મુક્તાશક્તિ મુદ્રાનું છે.
૨૩ માં પાનાનું પહેલું ચિત્ર જિનમુદ્રાનું છે. જિનમુદ્રામાં ટટ્ટાર ઉભા રહેવું, બે હાથ જંઘાની પાસે કે અડાડીને રાખવાના, આંખો નાસિકાગ્ર ભાગમાં રાખવાની હોય છે.
ત્યારપછી પૂજનને અન્તે થતી શાંતિકળશની ક્રિયાનું ચિત્ર છે. આ ક્રિયા બેઠા બેઠા થતી બતાવી છે. શાંતિકળશની ક્રિયા મુખ્યત્વે સુરતના ક્રિયાકારક ભાઈઓ વરસોથી પતિ પત્નીને ઉભા રાખે. બંને જણાના હાથોના આંગળા ભીડાવી તેના ઉપર કળશનું સ્થાપન કરી પૂજામાં આવેલા કોઈપણ ભાઈઓ-બહેનો દ્વારા કળશથી ઘડામાં જળ નાંખે છે. આ પ્રમાણે ઊભા ઊભા ક્રિયા કરવાનું વિધાન ક્યારથી શરૂ થયું, કોણે શરૂ કર્યું તેનો તાગ મેળવી શકાયો નથી. પણ છેલ્લા ૨૦-૨૫ વરસથી આ વાત મને બિલકુલ અનુચિત લાગી હતી. તેનાં બે કારણો હતાં. મુખ્ય કારણ. ૧. શાંતિજળ ભરવાની ક્રિયા જેમણે શાંતિ પ્રાપ્ત કરવી હોય તેને જ કરવાની હોય
*
૧. કુટાક્ષર લખવા યોગ્ય છે? પૂજવા યોગ્ય છે? તે માટે વિકલ્પ છે. આ અક્ષરો ક્યાંક જાપમાં પણ બતાવ્યા છે. જૈન-અર્જુન બંનેના યંત્રમાં તે આવે છે.
સાષ્ટાંગ દંડવત્ એટલે કે શરીરના આઠ અંગોને (સંપૂર્ણ શરીરને) ધરતીની સાથે અડાડવા પૂર્વક લાકડીના દંડની માફક લાંબા થઇને ઉંધા પડીને પોતાના બે હાથ લાંબા કરી બંને હાથને ભેગાં કરી નમસ્કાર કરવો. આશ્ચર્યની વાત એ છે કે એક જૈનાચાર્યે પોતાની કાવ્યકૃતિમાં જિનેશ્વરને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાની વાત જણાવી છે.
3x
&<+> <>^ [૬૩૫] >> GH