________________
છે તે અનોખું ચમકે છે એવું તેઓ બરાબર જાણતા હતા. એથી યોગ્ય સમયે વાચનાઓ શરૂ ? કરી હતી, પ્રાય: અનેકવાર વાચનાઓ આપી છે. ગમે તેટલાં કામો હોય પણ રાતના એમના $ તત્ત્વજ્ઞાનના કલાસો નિયમિત રહેતા. વિશાળ જનસમાજને પ્રવચનો દ્વારા તત્ત્વજ્ઞાન અને જૈન ! આચાર-વિચારનું જ્ઞાન ખૂબ ખૂબ પીરસ્યું. આત્મસ્પર્શી સચોટ ઉપદેશ દ્વારા અનેકના જીવનમાં શું એમણે ધાર્મિક-આધ્યાત્મિક પ્રકાશ પાથર્યો. ધર્મ-કર્મના આરોહ-અવરોહ ઉત્સર્ગ-અપવાદની શું જૈન સિદ્ધાંતો અને તેની સુવ્યવસ્થાને ઘટાવવાની વ્યાખ્યાઓ, દષ્ટાન્તો ઘટાવવાની વિશિષ્ટ ખૂબી છે વગેરે ઘણું ઘણું આપ્યું. અનેકના જીવનના અંધારા યથાયોગ્ય રીતે ઉલેચાયાં. અનેક પ્રકાશ અને ને પ્રેરણા મેળવી. જિનમંદિરો, ઉપાશ્રયો, આયંબિલશાળાઓ, પાઠશાળાઓ વગેરે ધાર્મિક છે સ્થાનકો, સાત ક્ષેત્રોને પુષ્ટિ વગેરે ઘણાં ઘણાં ઉપકારક કાર્યો એમના હસ્તક થવા પામ્યાં, પણ હું આ બધી રોકાણોને લઈને કમનસીબી એ કે કલમ દ્વારા એમના તલસ્પર્શી અને વેધક ક્ષયોપશમના પુસ્તકો દ્વારા જેટલો લાભ મળવો જરૂરી હતો તે મળી શક્યો નહિ. ભાવિ પેઢી એમના એ વારસાથી વંચિત રહી તેનો અફસોસ છે. તત્ત્વાર્થસૂત્રનું ભાષાંતર કરાવવાની મારી | વરસોની ઈચ્છા પણ સમયની તાણે ફળવા ન પામી. ખરેખર! જૈનસમાજ માટે એક મોટા * અફસોસની વાત હતી. કેમકે આવા તત્ત્વજ્ઞાનીઓ જલદી જનમતા નથી માટે.
છેલ્લાં ૨૦ વરસથી આવેલો સમય, બહુ જ વિષમ, વિચિત્ર અને ભારે ચિંતા ઉપજાવે છે તેવો ચાલી રહ્યો છે. આગમજ્ઞાનનો પારો ૧૧૦ ડીગ્રીથી ઉતરીને સર્વસામાન્ય દષ્ટિએ જોઈએ જે
તો ૧૦૧ ડીગ્રીએ આવ્યો દેખાય. સાધુઓના હાથમાં પોથી કરતાં પણ પુસ્તક અને છાપાઓના છે . દર્શન વધુ જોવા મળે. જ્ઞાનપ્રાપ્તિની ગુરુ પરંપરા તૂટી. ભાવિ સ્થિતિ આજે ઘણી ચિંતા ઉપજાવે છે
તેવી બની છે. સાધુ મહાત્માઓ જ્યારથી વધુ પડતા જાહેર કાર્યો કરાવવા તરફ આગળ વધ્યા, . અને શ્રાવક યોગ્ય કાર્યો જાતે સંભાળવા માંડ્યા ત્યારથી ઘણી બધી પરિસ્થિતિઓ પલટાઈ ગઈ. $ જો કે બાહ્યદૃષ્ટિએ લાભો જરૂર થાય પણ ધર્મગુરુઓ સંઘાડા કરતા સમાજને વધુ અર્પણ થઈ ? ગયા. પરિણામે બીજા ક્ષેત્રોમાં ક્ષતિઓ પહોંચી ગઈ. બુદ્ધિમાન સાધુઓએ ગમે ત્યારે અસલી છે પરંપરા પર પાછું ફરવું ખૂબ જ જરૂરી છે. શાસનના વિચારશીલ. સંયમી મહાત્માઓ અને છે જનસંઘના હિતેચ્છુ શ્રમણોપાસકો આ બંને અંગો મારી વાત ઉપર જરૂર ઉંડું ચિંતન મનન કરે! શું
પ્રાસંગિક એક વાતની સૂચના કરવાને ૧૫ વરસથી ઇચ્છી રહ્યો છું તે એ કે ૫૦ વરસ પહેલાં શ્રેષ્ઠ જ્ઞાની વકતાઓ અલ્પ હતા જયારે આજે ભિન્ન ભિન્ન શૈલીએ સુંદર પ્રવચનો આપતા અનેક વકતાઓ છે. દરેકની છટા, વિવેચન શક્તિ નોખી નોખી હોય છે. આ બધા ? વકતાઓના એક બે વ્યાખ્યાનોની પણ ટેપો થાય તો સમાજને–જાહેર પ્રજાને, તેમજ નવા ! વકતાઓને અતિ મહત્વની કે ઐતિહાસિક ભેટ મળી જાય. કોઈ કોઈ વકતાઓ એવા છે કે આવા વકતાઓ ભાવિમાં ક્યારે થશે તે જ્ઞાની જાણે! આવા પ્રયાસથી અનેકનો અવાજ ચિરંજીવ બની જશે. આવું ઉપયોગી સાધન જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે દીર્ધ દૃષ્ટિએ વિચારવું જરૂરી છે બન્યું છે.
જેન વકતાઓની વાતો, બીજા ધર્મના વકતાઓથી અનોખી અને અંતરને સ્પર્શતી હોય છે